Cheers : ફાઇંડિંગ ફૅનીનું Special Screening, હૃતિક-કરણની શુભેચ્છાઓ...

મુંબઈ, 2 સપ્ટેમ્બર : ફાઇંડિંગ ફૅની ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ તાજેતરમાં જ મુંબઈ ખાતેના લાઇટબૉક્સ થિયેટરમાં યોજાયું કે જેમાં ફિલ્મના કલાકારોને ભરપૂર શુભેચ્છાઓ પાઠવવામાં આવી. દિગ્દર્શક હોમી અડજાણિયા સૌપ્રથમ પહોંચ્યા. પછી દીપિકા પાદુકોણે, અર્જુન કપૂર તથા ડિમ્પલ કાપડિયા પહોંચ્યાં.

કહે છે કે ફાઇંડિંગ ફૅની હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં છે. ફિલ્મને યૂએ સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સેંસર બોર્ડને દીપિકા પાદુકોણેના આઈ એમ વર્જિન ડાયલૉગ સામે વાંધો હતો. સેંસર બોર્ડને ડિમ્પલના સ્કર્ટ સામે પણ વાંધો હતો. આમ છતાં ગઈકાલે લાઇટબૉક્સ ખાતે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું કે જેમાં હૃતિક રોશન અને કરણ જૌહરે હાજર રહી દીપિકા-અર્જુન-હોમી સહિત આખી ટીમને શુભેચ્છાઓ પાઠવી.

વધુ એક સરપ્રાઇઝ એ છે કે હોમી અડજાણિયા આ ફિલ્મ ઉપર એક નવલકથા પ્રકાશિત કરવા જઈ રહ્યા છે. જોકે આ ફિલ્મ પોતે જ એક નવલકથા પર આધારિત છે. હોમીના જણાવ્યા મુજબ ફિલ્મના કો-રાઇટર કેરસી ખંભાતા તેમની નવલકથા તૈયાર કરી રહ્યા છે.

ચાલો હાલ તો આપને બતાવીએ ફાઇંડિંગ ફૅનીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કોણ-કોણ પહોંચ્યું :

કરણ જૌહર

કરણ જૌહર

ફાઇંડિંગ ફૅનીની કાસ્ટની ખૂબ જ નજીક ગણાતા કરણ જૌહર ફિલ્મ જોવા પહોંચ્યા હતાં.

અર્જુન-દીપિકા

અર્જુન-દીપિકા

ફાઇંડિંગ ફૅનીના મુખ્ય કલાકારો અર્જુન કપૂર અને દીપિકા પાદુકોણેએ પણ ફિલ્મ જોઈ હતી.

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલે જણાવ્યું - મારા માટે આ કોઈ મુદ્દો નથી કે આ એક અંગ્રેજી ફિલ્મ છે. મુદ્દો હોમી અડજાણિયા સાથે કામ કરવાનો જ છે.

હૃતિક-હોમી

હૃતિક-હોમી

હોમી અડજાણિયાની ફિલ્મ જોવા હૃતિક રોશન પણ પહોંચ્યા હતાં.

દીપિકા-અર્જુનને ચીયર

દીપિકા-અર્જુનને ચીયર

હૃતિક રોશને આ પ્રસંગે દીપિકા અને અર્જુનને શુભેચ્છાઓ પાઠવી હતી.

હૃતિક-કરણ

હૃતિક-કરણ

સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હૃતિક રોશન, કરણ જૌહર, દીપિકા પાદુકોણે તથા અર્જુન કપૂર.

હૃતિક રોશન

હૃતિક રોશન

ફાઇંડિંગ ફૅની ફિલ્મ અંગે સેંસર બોર્ડે કેટલાક વાંધા ઉઠાવ્યા છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

સેંસર બોર્ડને દીપિકા દ્વારા કહેવાયેલ ડાયલૉગ આઈ એમ વર્જિન સામે વાંધો છે.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

ફિલ્મમાં પંકજ કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ મહત્વની ભૂમિકામાં છે.

દીપિકા-અર્જુન

દીપિકા-અર્જુન

પ્રીમિયર પ્રસંગે ખુશખુશાલ જણાતા દીપિકા-અર્જુન.

જૂનિયર બચ્ચન પર અભિનંદન વર્ષા

જૂનિયર બચ્ચન પર અભિનંદન વર્ષા

અભિષેક બચ્ચનની કબડ્ડી ટીમના વિજય પર જુઓ કોણે-શું કહ્યું?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X