For Daily Alerts
SPOTTED : પોતાના નવા ઘરે દેખાયાં Love Birds રણબીર-કૅટ
મુંબઈ, 10 નવેમ્બર : બૉલીવુડના મોસ્ટ ફૅમસ લવ-બર્ડ્સ અને અત્યાર સુધી પોતાની રિલેશનશિપ અંગે ખુલ્લેઆમ સ્વીકાર ન કરનાર રણબીર કપૂર અને કૅટરીના કૈફ ફરી એક વાર સાથે ઝડપાયા છે. અટકળો તો એવી પણ છે કે આ યુગલ 2015માં લગ્ન કરી લેવાનું છે.
મળતી માહિતી મુજબ રણબીર કપૂરે મુંબઈ ખાતે એક મકાન ખરીદ્યું છે અને તેમાં પોતાની ગર્લફ્રેંડ કૅટરીના કૈફ સાથે શિફ્ટ થવાનાં છે. જગ્ગા જાસૂસ ફિલ્મના બૅંકૉકમાં ચાલતા શૂટિંગ પહેલા બંને આ મકાનમાં આવી જવા માંગે છે.
રણબીર-કૅટરીનાની આ તસવીર ઘણુ બધુ કહી જાય છે. આ તસવીરમાં બંને પોતાના નવા મકાનમાં એક સાથે કૅમેરે કેદ થયા છે. બંનેનું આયોજન છે કે બૅંકૉકમાં જગ્ગા જાસૂસ ફિલ્મના શૂટિંગ પહેલા તેઓ આ મકાનમાં શિફ્ટ થઈ જાય. થોડાક દિવસ અગાઉ રણબીર કપૂર અને કૅટરીના કૈફ થાઈલૅંડમાં મસ્તી કરતા કૅમેરે કેદ થયા હતાં. રણબીર કપૂર અને કૅટરીના કૈફ જગ્ગા જાસૂસ ફિલ્મના શૂટિંગ માટે બૅંકૉક પહોંચ્યા હતાં અને ત્યાં બંનેએ સેટની બહાર ખૂબ મસ્તી પણ કરી હતી. રણબીર-કૅટનું અફૅર બૉલીવુડમાં હાલમાં સૌથી વધુ ચર્ચિત અફૅર છે. આ અગાઉ રણબીરના સંબંધ દીપિકા પાદુકોણે અને કૅટના સંબંધ સલમાન ખાન સાથે હતાં. રણબીર-કૅટની પ્રથમ ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાની હતી અને તે ફિલ્મ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો.