Sreeleela in black saree : બ્લેક સાડીમાં કમાલ લાગી રહી છે શ્રીલીલા, જુઓ લેટેસ્ટ ફોટો
Sreeleela saree look : સાઉથની અભિનેત્રી શ્રીલીલા માની ઉમરે મોટુ નીમ બની ગઈ છે. માત્ર 23 વર્ષની ઉમરે શ્રીલીલા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
હાલમાં જ શ્રીલીલા તેના લેટેસ્ટ સાડી ફોટો શેર કરીને ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ છે. આ ફોટોમાં શ્રીલીલા બ્લેક સાડીમાં જોવા મળી રહી છે.

પોતાની ગ્લેમરસ અદાઓથી ફેન્સના દિલ પર રાઝ કરનારી શ્રીલીલા લેટેસ્ટ ફોટોમાં બ્લેક સાડીમાં કમાલ લાગી રહી છે. તેના આ ફોટો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. ફેન્સ તેની અદાઓ જોઈને ઘાયલ થઈ રહ્યાં છે.
શ્રીલીલાએ ફોટો સાથે એક કેપ્શન લખ્યુ છે. શ્રીલીલાએ લખ્યુ કે, આ સ્મોકી આંખો પાછળ ઘણું બધું હતું, બ્લેક સાડીમાં શ્રીલીલાની આ તસવીરો જેટલી સુંદર લાગી રહી છે તેટલી જ બોલ્ડ પણ છે.
ફેન્સ શ્રીલીલાના લુક પર દિલ ખોલીને પ્રેમનો વરસાદ કરી રહ્યાં છે. એક ચાહકે લખ્યું કે, દેવદૂત. અન્ય એકે લખ્યુ કે, તારી આંખોમાં જાદુ છે.
શ્રીલીલાએ પુષ્પા 2 માં કિસિક આઈટમ સોંગ કર્યું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. શ્રીલીલાએ તેના ફિલ્મી કારકિર્દીની શરૂઆત દક્ષિણ ભારતીય ફિલ્મોથી કરી છે, તેણીએ ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય કરીને પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે.
શ્રીલીલા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે, મોટી સંખ્યામાં લોકો તેને ફોલો કરે છે. શ્રીલીલા પણ તેના જીવન સાથે જોડાયેલી ક્ષણો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.
શ્રીલીલા દક્ષિણ સિનેમાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તેમણે મહેશ બાબુ, અલ્લુ અર્જુન સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.
શ્રીલીલા આગામી ફિલ્મ દિલેરમાં જોવા મળશે. આમાં તે સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળશે. હાલમાં જ શ્રીલીલા ઇબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી હતી, જેમાં બંને વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ સારું જોવા મળ્યુ હતુ.












Click it and Unblock the Notifications
