For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sridevi Funeral : શ્રીદેવીનો દેહ પંચ મહાભૂતમાં થયો વિલીન, પતિએ આપી મુખાગ્નિ

બોલીવૂડની આ લેજેન્ડ્રી અભિનેત્રીના પાર્થિવ દેહનો આજે બપોર વિધિવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેમાં અનેક બોલીવૂડ સેલેબ્રિટી ઉમટી પડ્યા હતા. અભિનેત્રીના આ અંતિમ કાર્યક્રમની પળે પળની ખબર વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

નટખટ, સુંદર, ચુલબુલી, મહિલા સુપરસ્ટાર, મનમોહક આ તમામ શબ્દોનો પર્યાય બની ચૂકેલી શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહી. બોલીવૂડની આ લેજેન્ડ્રી અભિનેત્રીના પાર્થિવ દેહનો આજે બપોર વિધિવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મંગળવારે રાતે 9:30 વાગે તેમને મુંબઇ એરપોર્ટથી તેમના લોખંડવાલાના ઘરે લાવવામાં આવ્યા હતા. સવારે લોખંડવાલાના સેલિબ્રેશન ક્લબ ખાતે તેમની અંતિમ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શ્રીના અનેક ચાહકો સમેત અનેક બોલીવૂડ સેલેબ્રિટી ઉમટી પડ્યા હતા. વધુમાં તે પછી વિલે પાર્લે ખાતે પવન હંસ ખાતે તેમના અંતિમ સંસ્કારની વિધિ પણ કરવામાં આવશે. ત્યારે લોકલાડીલી આ અભિનેત્રીના આ અંતિમ કાર્યક્રમની પળે પળની ખબર વાંચો અહીં વનઇન્ડિયા ગુજરાતી સાથે...

Newest First Oldest First
5:37 PM, 28 Feb

તેમના અંતિમ સંસ્કાર વખતે શ્રીદેવીના લાખો ચાહકોની સાથે જ બોલીવૂડના અનેક જાણીતા સેલેબ્રિટી પણ તેમાં જોડાયા હતા. અનિલ અંબાણી, અનુપમ ખેર, અર્જૂન રામપાલ, સિદ્ધાર્થ રોય કપૂર, ફરહાન અખ્તર, દિયા મિર્ઝા સમ્શાનગૃહે પહોંચ્યા હતા.
5:34 PM, 28 Feb

બોલીવૂડની મહિલા સુપરસ્ટાર તેવી શ્રીદેવીનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં થયો વિલીન, પતિ બોની કપૂરે આપી મુખાગ્નિ. બોલીવૂડ સમેત હજારો લોકો થયા ગમગીન
4:16 PM, 28 Feb

આ ભીડ તે તમામ લોકોની છે જે શ્રીદેવીની અંતિમ યાત્રામાં તેની સાથે ઊભા છે. જે લોકો માટે શ્રીદેવી તેમની ચુલબુલી, નટખટ અને અદ્ઘભૂત સુંદર તેવી અભિનેત્રી હતી. જેણે ક્યારેક તેમને હસાવ્યા છે ક્યારેક તેમને રડાવ્યા છે. વિલેપાર્લે ખાતે સ્મશાનગૃહ બહાર લોકોની ભીડની તસવીર
4:09 PM, 28 Feb

વિલેપાર્લે ખાતે પવન હંસ સ્મશાનગૃહ પહોંચ્યા બોલીવૂડ સુપર સ્ટાર શહારૂખખાન.
4:08 PM, 28 Feb

શ્રીદેવીની અંતિમ યાત્રામાં મુંબઇના રસ્તાઓ પર ઉમટી ભારે ભીડ. લોકોએ તેની પ્રિય અભિનેત્રીને આપી અશ્રુભરી અંજલિ
2:47 PM, 28 Feb

મુંબઇમાં શ્રીદેવીના પાર્થિવ દેહને રાજકીય સન્માન આપવામાં આવ્યું. બેન્ડની સાથે તેમના દેહ પર તિરંગો પણ મૂકવામાં આવ્યો. અને રાજકીય સન્માન સાથે બોલીવૂડની આ પ્રસિદ્ધ અભિનેત્રીને વિદાય આપવામાં આવી.
2:45 PM, 28 Feb

શ્રીદેવીના પાર્થિવ દેહની અંતિમ તસવીર સામે આવી છે. તેની અંતિમ યાત્રા વખતે તેની લાલ સોનરી પટ્ટા વાળી સાડી અને એક સુહાગન સ્ત્રી તરીકે તૈયાર કરવામાં આવી હતી. માથે લાલ ચાંદલો અને મેકઅપ પણ કરવામાં આવ્યો હતો.
2:18 PM, 28 Feb

શ્રીદેવીના અંતિમ સંસ્કાર માટેની વિધિ શરૂ કરવામાં આવી. તેના પાર્થિવ દેહને હવે વિલે પાર્લે ખાતે સમશાન ગૃહ પવન હંસમાં લઇ જવામાં આવશે. જ્યાં તેની અંતિમ ક્રિયા કરવામાં આવશે.
12:39 PM, 28 Feb

સરોજ ખાન, માધુરી દક્ષિત, જયા બચ્ચન, કાજોલ, અજય દેવગણ, જેકલિન જેવા સ્ટાર શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચ્યા.
12:39 PM, 28 Feb

શ્રીદેવીની અંતિમ વિદાય વખતે તેને રાજકીય માન આપવા માટે મુંબઇ પોલીસનું બેન્ડ કલ્બ ખાતે પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી જ ક્લબ આગળ મોટી સંખ્યામાં લોકો શ્રીદેવીના અંતિમ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.
12:38 PM, 28 Feb

શ્રીદેવીના નિધન પછી તે જે સોસાયટીમાં રહેતી હતી તેવી ગ્રીન એકર્સ સોસાયટીએ આ વર્ષે 2 માર્ચના રોજ હોળી અને ધૂળેટીનો તહેવાર ના ઉજવવાની નોટિસ લગાવી છે. અને એક રીતે શ્રીદેવી માટે પોતાનો પ્રેમ અને સન્માન રજૂ કર્યા છે.
10:55 AM, 28 Feb

સુસ્મિતા સેન, ઐશ્વર્યા રાય, સંજય કપૂર, રેહા કપૂર, હર્ષવર્ધન કપૂરે પણ શ્રીદેવીના અંતિમ દર્શન કાર્યક્રમમાં હાજરી આપી હતી. તમામ લોકોની ભીની આંખો તેમની પ્રિય હિરોઇનને વિદાય આપી રહ્યા હતા.
10:52 AM, 28 Feb

બોલીવૂડની બીજી લેજન્ડ્રી અભિનેત્રી તેવી હેમા માલિની પણ તેની પુત્રી ઇશાને લઇને શ્રીદેવીના અંતિમ દર્શન કાર્યક્રમમાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે હેમાએ શ્રીના મોત પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું હજી પણ માની નથી શકતી કે તે આપણી વચ્ચે હવે નથી રહી
10:43 AM, 28 Feb

તો બીજી તરફ આમ જનતા પણ સવારથી સેલિબ્રેશન ક્લબ ખાતે લાંબી લાઇન લગાવીને ઊભી છે. આ તમામ શ્રીદેવીના તે ચાહકો છે જે છેલ્લી વાર તેમની પ્રિય અભિનેત્રીની એક ઝલક જોવા માંગે છે. કેટલાક લોકો હાથમાં ફૂલો લઇને પણ તેમની પ્રિય હિરોઇન માટે આવ્યા છે.
10:37 AM, 28 Feb

આજે સવારથી બોલીવૂડના અનેક જાણીતા સેલેબ્રિટી, સેલિબ્રેશન ક્લબ ખાતે ઉમટી રહ્યા છે. જ્યાં શ્રીદેવીનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે. સોનમ કપૂર, ફિલ્મ મેકર ફરાહ ખાન પણ અંતિમ દર્શન માટે આવ્યા હતા.
10:36 AM, 28 Feb

નોંધનીય છે કે બુધવારે મોડી રાતે બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન શ્રીદેવીના નિવાસ સ્થાને તેના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યો હતો. અને ગમગીન આંખો સાથે થોડી વારમાં જ બહાર નીકળ્યો હતો.
10:32 AM, 28 Feb

બોલીવૂડની આ લેજેન્ડ્રી અભિનેત્રીના પાર્થિવ દેહને સેલિબ્રેશન ક્લબ ખાતે સવારે 9:30 થી 12:30 વચ્ચે રાખવામાં આવ્યો છે. જેથી કરીને લોકો તેમના અંતિમ દર્શન કરી શકે.

English summary
Sridevi Funeral Live : Read here all the update of last rituals of Bollywood favourite actress Sridevi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X