શ્રીદેવી ને કોઈ પણ પ્રકારની હૃદયની બીમારી ના હતીઃ સંજય કપૂર
બોલિવૂડની મશહૂર અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઇ ચૂક્યું છે. શ્રીદેવી પરિવારના લગ્ન પ્રસંગે દુબઇ ગયી હતી જ્યાં શનિવારે રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થઇ ગયું.
બોલિવૂડની મશહૂર અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઇ ચૂક્યું છે. શ્રીદેવી પરિવારના લગ્ન પ્રસંગે દુબઇ ગયી હતી જ્યાં શનિવારે રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થઇ ગયું. શ્રીદેવીના નિધનથી બોલિવૂડ સાથે આખો દેશ સ્તબ્ધ છે. શ્રીદેવીના નિધન પર તેના દેવર સંજય કપૂર ઘ્વારા ચોંકાવી નાખે તેવું નિવેધન આપવામાં આવ્યું છે.

શ્રીદેવી એ દુબઇમાં રહેવાની ઈચ્છા દર્શાવી હતી
ખરેખર દુબઇમાં શ્રીદેવીના ભત્રીજા મોહિત મારવાહ ના 20 ફેબરીઆરીએ લગ્ન હતા. આ લગ્નમાં ભાગ લેવા માટે શ્રીદેવી તેના પતિ બોની કપૂર, દીકરીઓ અને દેવર સંજય કપૂર સાથે ગયી હતી. લગ્ન પુરા થયા પછી શ્રીદેવી એ થોડા દિવસ દુબઇમાં રોકાવવાની ઈચ્છા દર્શાવી હતી તેના પછી તેઓ દુબઇમાં થોડા દિવસ રોકાઈ ગયા.

શ્રીદેવી ને દુબઇમાં છોડીને મુંબઈ આવ્યા સંજય કપૂર
સંજય કપૂર શનિવારે સાંજે જ ભાઈ બોની કપૂર, શ્રીદેવી અને શ્રીદેવીની દીકરી ખુશીને દુબઇમાં છોડીને મુંબઈ આવી ગયા. મુંબઈ આવતા જ સંજય કપૂરને શ્રીદેવી ના હાર્ટ એટેકની ખબર મળી. શ્રીદેવી ના મૃત્યુની ખબર મળતા જ સંજય કપૂર ફરી ફલાઈટ પકડીને દુબઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે શ્રીદેવી ને શનિવારે રાત્રે 8 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો.

શ્રીદેવી ને કોઈ પણ પ્રકારની હૃદયની બીમારી ના હતી
સંજય કપૂર ઘ્વારા દુબઇના પેપર ખલીઝ ટાઈમ્સ ને જણાવવામાં આવ્યું કે શ્રીદેવી ની મૃત્યુના સમાચાર થી આખો પરિવાર સ્તબ્ધ છે. શ્રીદેવી ને કોઈ પણ પ્રકારની હૃદયની બીમારી ના હતી. ખલીઝ ટાઈમ્સના જણાવ્યા અનુસાર શ્રીદેવીને જયારે હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ હોટેલ રૂમમાં એકલી હતી. તેમના પતિ કે દીકરી કોઈ પણ તે સમયે તેમની સાથે ના હતા.












Click it and Unblock the Notifications
