તસવીરોમાં જુઓ - કૌન બનેગા કરોડપતિના સેટ પર અમિતાભ અને શ્રીદેવી
મુંબઈ, 24 સપ્ટેમ્બર : કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ના સેટ પર ફરી એક વાર ખુદા ગવાહની હિટ જોડી અમિતાભ બચ્ચન તેમજ શ્રીદેવી એક સાથે નજરે પડશે. અમિતાભ જ્યાં એક બાજુ
શ્રીદેવીને જોઈ તેમની સાથે કરેલી ફિલ્મોની યાદોમાં ખોવાઈ ગયાં, તો બીજી બાજુ શ્રીદેવી પણ 15 વર્ષ બાદ ઇન્ડસ્ટ્રીમાં ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ સાથે પોતાના કમ બેકને લઈને ઘણાં
ઉત્સાહિત દેખયાં. શ્રીદેવી અમિતાભ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા પંદર વર્ષોમાં થયેલાં પરિવર્તનો અંગે પણ વાતો કરી.
શ્રીદેવી કેબીસીના સેટે પોતાની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશના પ્રમોશન માટે આવ્યા હતાં. શ્રીદેવી સાથે ફિલ્મના નિર્દેશક ગૌરી શિંડે પણ ઉપસ્થિત હતાં. તેમની આ પ્રથમ ફિલ્મ છે. શ્રીદેવીએ
અમિતાભ સાથે ઘણી રસપ્રદ વાતો કરી અને અમિતાભ સાથે પોતાની ફિલ્મો સાથે સંકળાયેલા અનુભવો પણ શેર કર્યાં. અમિતાભ સાથે શ્રીદેવીએ માયકલ જેક્શન ડાંસ પણ કર્યું. અમિતાભે
જણાવ્યું કે શ્રીદેવી બાળપણથી જ માયકલ જેક્શન પ્રત્યે ઘેલાં છે અને પોતાની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશમાં તેમણે એક ડાંસ માયકલ જેક્શન સ્ટાઇલમાં પણ કર્યું છે.
કેબીસીનો આ એપિસોડ બે અઠવાડિયા પછી રવિવાર રાત્રે 8.30 વાગ્યે ટેલીકાસ્ટ થશે. અમિતાભને ફરી એક વાર શ્રીદેવી સાથે જોવું અને સાથે હાથ પકડીને માયકલ જેક્શન ડાંસ કરવું ભારે
રસપ્રદ રહેશે.
જુઓ કેબીસીના સેટ ઉપર અમિતાભ-શ્રીદેવીના જલવાની બોલતી તસવીરો

અમિતાભ સાથે શ્રીદેવી
શ્રીદેવી તાજેતરમાં જ અમિતાભ બચ્ચન સાથે તેમના શો કેબીસીમાં પોતાની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશના પ્રમોશન અર્થે પહોંચ્યાં. શોમાં શ્રીદેવી સાથે ફિલ્મના દિગ્દર્શક ગૌરી શિંડે પણ આવ્યાં, જેમની આ પ્રથમ ફિલ્મ છે. સાથે જ પા અને ચીની કમના દિગ્દર્શક આર. બાલ્કીએ પણ શ્રીદેવી સાથે શોમાં હાજરી નોંધાવી. અમિતાભે સામે ચાલીને શ્રીદેવીનો પોતાના શોમાં સ્વાગત કર્યો તેમજ તેમને તેમની ફિલ્મ માટે શુભેચ્છાઓ પાઠવી.

ઇંગ્લિશ વિંગ્લિશ સાથે જોડાયેલાં અનુભવો
15 વર્ષ પછી ફરી એક વાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગલા મુકનાર શ્રીદેવી ઘણાં ખુશ હતાં. તેમણે જણાવ્યુ હતું કે એમ તો તેમનો ફરીથી ફિલ્મોમાં પાછા ફરવાનો કોઈ ઇરાદો નહોતો, પણ તેમને ઇંગ્લિશ વિંગ્લિશની વાર્તા બહુ પસંદ પડી. તેથી જ તેમણે આ ફિલ્મનો સ્વીકાર કર્યો.

શ્રીદેવીએ વાગોળ્યાં જૂના સંસ્મરણો
શ્રીદેવીએ પોતાની ફિલ્મના પ્રમોશન સાથે આ ઇન્ડસ્ટ્રીમાં વિતાવેલા વર્ષો સાથે સંકળાયેલા કેટલાંક રોચક સંસ્મરણો અમિતાભ સાથે વાગોળ્યા. શ્રીદેવીએ જણાવ્યું કે તેઓ એક દિવસમાં પાંચ શિફ્ટોમાં કામ કરતાં હતાં અને એક વાર તો તેમણે 18 દિવસમાં 18 જુદી-જુદી ફિલ્મોના ગીતોનું શુટિંગ કર્યુ હતું.

અમિતાભ સાથે શ્રીદેવીએ કર્યુ ડાંસ
અમિતાભે જણાવ્યુ હતું કે બાળપણથી જ શ્રીદેવીને માયકલ જેક્શનનાં ડાંસ સાથે ભારે લગાવ હતો. તેઓ માયકલ જેક્શનના બહુ મોટા ફેન છે. તેમની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશમાં પણ એક ગીતમાં શ્રીદેવીએ માયકલ જેક્શન સ્ટાઇલમાં ડાંસ કર્યું છે. બિગ બીએ શ્રીદેવીને અનુરોધ કર્યો કે તેઓ પેલા સ્ટેપ કરીને બતાવે. પછી શ્રીદેવીએ અમિતાભને પણ પોતાની સાથે ડાંસ કરવા જણાવ્યું અને તેમનો હાથ પકડીને માયકલ જેક્શન સ્ટાઇલમાં ડાંસ કર્યું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યું પરિવર્તન
અમિતાભે શ્રીદેવીને પુછ્યૂં કે આજની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અગાઉની ઇન્ડસ્ટ્રીમાં શો ફર્ક છે? શ્રીદેવીએ જણાવ્યું કે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ટેક્નિકલી બહુ વધારે મજબૂત છે અને સૌથી સારી વાત એ છે કે આજે એક્ટરો અને એક્ટ્રેસિસને વેનિટ વેન મળે છે, જેમાં જઈને તેઓ શુટિંગ દરમિયાન કપડાં બદલી શકે છે અને આરામ પણ કરી શકે છે. અગાઉ એવું નહોતું, જેથી એક્ટ્રેસિસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

ખુદા ગવાહની રસપ્રદ યાદ
અમિતાભ દ્વારા તેમની સાથે કરાયેલી ફિલ્મો સાથે જોડાયેલ કેટલીક યાદો શેર કરવાનું કહેવાતાં શ્રીદેવીએ ખુદા ગવાહ ફિલ્મ સાથે જોડાયેલી એક બહુ જ રસપ્રદ વાત જણાવી કે જ્યારે તે લોકો ખુદા ગવાહનું શુટિંગ કરી રહ્યા હતાં, તો જે શહેરમાં તેઓ શુટિંગ માટે ગયા હતાં, ત્યાં દર રોજ 12થી 2 વચ્ચે એક વાવાઝોડું આવતું અને તે દરમિયાન શુટિંગ રોકી દેવામાં આવતી.

શ્રીદેવીએ જીત્યાં 6 લાખ 40 હજાર
શ્રીદેવીએ આ શોમાં કુલ 6 લાખ 40 હજાર રુપિયા જીત્યાં અને તેમણે જણાવ્યું હતું કે તેઓ આ રકમ ચેન્નૈ ખાતે આવેલ એક બ્લાઇંડ એન્ડ ડેફ સ્કૂલને દાન કરશે. શ્રીદેવી બાળપણથી આ સ્કૂલો પોતાના માતા-પિતા સાથે પોતાના જન્મદિવસે જતા હતાં અને આજે પણ તેઓને ઘણો લગાવ છે આ સ્કૂલ પ્રત્યે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
