શ્રીદેવી ની છેલ્લી સેલ્ફી, દીકરી સાથે જોવા મળી

Posted By:
Subscribe to Oneindia News

શનિવારે મોડી રાત્રે બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવી નું 54 વર્ષ ની ઉંમરે નિર્ધન થઇ ગયું. તેમની મૃત્યુના સમાચાર સાંભળીને બધા જ હેરાન છે. કોઈને પણ વિશ્વાસ નથી થઇ રહ્યો કે શ્રીદેવી હવે આ દુનિયામાં નથી રહ્યા. શ્રીદેવી એ દુબઇમાં અંતિમ શ્વાસ લીધો. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.

Sridevi

લગ્નમાં શ્રીદેવી પોતાના પરિવાર સાથે ખુબ જ ખુશ દેખાઈ રહી હતી. લગ્નમાં લીધેલી તસવીરોમાં તમે સાફ સાફ જોઈ શકો છો. ઘણા ફોટોમાં શ્રીદેવી તેમના પતિ બોની કપૂર અને દીકરી ખુશી કપૂર સાથે જોવા મળી રહી છે.

દુબઇના લગ્નમાં મનીષ મલ્હોત્રાએ એક સેલ્ફી લીધી જે તેમની અંતિમ સેલ્ફી બની ગયી છે. આ ફોટોમાં શ્રીદેવી તેમની દીકરી સાથે જોવા મળી રહી છે. આપણે જણાવી દઈએ કે દુબઇમાં મોહિત મારવાહ ના લગ્ન હતા.

બોલિવૂડમાં આવતા પહેલા શ્રીદેવી તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મો કરી ચુકી હતી. તેમને પોતાના કરિયરની શરૂઆત ખાલી 4 વર્ષની ઉંમરે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી.

ભારત સરકાર ઘ્વારા શ્રીદેવીને તેમની ફિલ્મોમાં યોગદાન માટે પદ્મશ્રી પણ આપવામાં આવી ચુક્યો છે. શ્રીદેવી ની મૃત્યુના સમાચાર સાંભળીને આખું બોલિવૂડ દુઃખી છે.

English summary
Sridevi last selfie with her daughter

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.