મિથુન સાથે પ્રેમ કરતા હતાં શ્રીદેવી
મુંબઈ, 2 ઑક્ટોબર : બૉલીવુડ દિવા તરીકે જાણીતાં શ્રીદેવી હાલ પોતાની આવનાર ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ અંગે ખાસી ચર્ચામાં છે. ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા લગભગ 15 વર્ષ બાદ શ્રીદેવી મોટા પડદે કમબૅક કરી રહ્યાં છે. ફિલ્મની વાર્તા એક એવી મહિલાની છે કે જેને પોતાની આસપાસના લોકો સાથે દોસ્તી કરવા માટે ઇંગ્લિશનો સહારો લેવો પડ છે.

ખેર શ્રીદેવીના કમબૅકથી તેમના ઘણા બધા જૂના રહસ્યો પણ ખુલીને સામે આવી રહ્યાં છે. એવી જ એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે શ્રીદેવી બૉની કપૂર પહેલાં બૉલીવુડના ડાંસિંગ સ્ટાર મિથુન ચક્રવર્તી સાથે પ્રેમ કરતા હતાં. ફિલ્મ જાગ ઉઠા ઇંસાન સાથે શરૂ થયેલ તેમનો પ્રેમ એંસીના દાયકામાં બહુ ચગ્યો હતો. પરંતુ મિથુન ચક્રવર્તી પરીણિત હતાં અને એ વખતે તેમના પત્ની યોગિતા બાલીને શ્રીદેવી તેમજ મિથુન વચ્ચેના પ્રણય સંબંધોની જાણ થઈ તો તેઓએ ડિપ્રેશનમાં આવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો જેના પગલે મિથુન ચક્રવર્તીએ શ્રીદેવીને પોતાના જીવનમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો.
હૃદય ભગ્ન થતાં શ્રીદેવીએ મિથુન ચક્રવર્તી સાથે તમામ સંબંધો તોડી પોતાનું જીવન આગળ વધારવાનો નિર્ણય કર્યો અને આગળ જતાં બૉની કપૂર સાથે લગ્ન કર્યાં. જોકે તેઓ બૉનીના બીજા પત્ની બન્યાં. કહેવાય છે કે બૉનીના પ્રથમ પત્ની સાથેના છુટાછેડા માટે પણ શ્રીદેવી જ જવાબદાર હતાં. ખેર, આજે તો શ્રીદેવી બૉની અને તેમના દ્વારા થયેલ પોતાના બે બાળકો સાથે પોતાનું જીવન સુખેથી પસાર કરી રહ્યાં છે તેમજ પોતાની કમબૅક ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશનો આતુરતાપૂર્વક ઇન્તેજાર કરી રહ્યાં છે.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં










Click it and Unblock the Notifications
