ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત SRK, આપ્યો DDLJનો સિગ્નેચર પોઝ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન એક પછી એક સફળતાની પાયરીઓ ચડતા જાય છે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજીત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2018માં શાહરૂખ ખાન જઇ પહોંચ્યા છે અને અહીં તેમને ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ મળ્યા બાદ શાહરૂખે આભાર વ્યક્ત કરતાં ત્યાં હાજર લોકોનું સંબોધન કર્યું હતું અને અંતે નમસ્કાર, જય હિંદ બોલી વાત પૂર્ણ કરી હતી.

24મો ક્રિસ્ટલ એવોર્ડ

24મો ક્રિસ્ટલ એવોર્ડ

શાહરૂખ ખાનને ભારતમાં બાળકો અને મહિલાઓના હક માટેના કેમ્પનની લીડરશિપ માટે આ 24 ક્રિસ્ટલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં શાહરૂખે કહ્યું કે, આ માટે ઊંડાણપૂર્વક આભારી છું. બે એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિત્વો કેટ બ્લેન્શેટ અને સર એલ્ટોન જ્હોનની કંપનીમાં રહેવું સાચે જ આહલાદક છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં શાહરૂખ ખાન સિંગર એલ્ટન જ્હોન અને એક્ટર કેટ બ્લેન્શેટ વચ્ચે બેઠલ જોવા મળ્યા હતા.

માતા, પત્ની, પુત્રીનો માન્યો આભાર

માતા, પત્ની, પુત્રીનો માન્યો આભાર

શાહરૂખે પોતાના સંબોધનમાં તેના સોશ્યલ ઇનિશિએટિવ વિશે પણ વાત કરી હતી, જેનું નામ તેમણે પોતાના પિતાના નામે રાખ્યું છે. તેણે આ માટેનું કારણ પણ જણાવ્યું હતું. આ સાથે જ તેણે પોતાના માતા, પત્ની અને પુત્રીને પ્રેરણા આપવા બદલ આભાર માન્યો હતો.

SRK કોની સાથે સેલ્ફી લેવા માંગતા હતા?

SRK કોની સાથે સેલ્ફી લેવા માંગતા હતા?

શાહરૂખ ખાન પોતાની હાજરજવાબી અને વિટીનેસ માટે જાણીતો છે અને તેની એ જ બાજુ આ કાર્યક્રમમાં પણ જોવા મળી હતી. તેણે એક્ટર કેટ બ્લેન્શેટને સેલ્ફી માટે વિનંતી કરી હતી અને પછી તરત જ એમ પણ કહ્યું હતું કે, આ જાણીને કદાચ મારા બાળકો છોભીલા પડશે. તેની આ વાત સાંભળી ઓડિયન્સમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

મીર ફાઉન્ડેશન

મીર ફાઉન્ડેશન

શાહરૂખ ખાન મીર ફાઉન્ડેશન નામની નોન-પ્રોફિટ સંસ્થાના સંસ્થાપક છે, જે એસિડ એટેક અને બર્ન ઇન્જરીનો ભોગ બનેલ મહિલાઓને મેડિકલ સારવાર, રિહેબિલિયેશન, કાયદાકીય પ્રોસેસ વગેરેમાં મદદ કરે છે, તે ઘણી હોસ્પિટલમાં ચાઇલ્ડકેર સેન્ટરમાં કેન્સરગ્રસ્ત બાળકોને મફત સારવાર મળે એ માટે પણ સહાય કરે છે.

સિગનેચર પોઝ

સિગનેચર પોઝ

આ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં સ્વિટ્ઝર્લેન્ડ પહોંચેલ શાહરૂખ ખાને પોતાના દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના સિગ્નેચર પોઝમાં ફોટો પડાવ્યો હતો. શાહરૂખનો આ ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. શાહરૂખ ખાનની આ તસવીર જોઇને તેના ફેન્સ ખરેખર ખૂબ ખુશ થઇ ઉઠ્યા હશે. શાહરૂખ ખાનનો ચાર્મ આજે પણ એવો જ છે, જેવો ડીડીએલજે ફિલ્મ વખતે હતો.

English summary
SRK honored with 24th Crystal award at WEF 2018. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.