For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એઈમ્સનો રિપોર્ટ સુશાંત પરિવારના વકીલે ફગાવ્યો, ચેતન ભગત બોલ્યા - પુરાવા લાવો

ચેતન ભગતે કહ્યુ કે જો વકીલ પાસે પોતાના દાવાના સમર્થનમાં પુરાવા હોય તો તેને રજૂ કરવા જોઈએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ જે રીતે એઈમ્સના રિપોર્ટે હત્યાના એંગલને ફગાવી દીધો છે તે બાદ એઈમ્સના મેડીકલ રિપોર્ટને સુશાંતના પરિવારના વકીલે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. ત્યારબાદ આ સમગ્ર મામલે લેખક ચેતન ભગતે કહ્યુ કે જો વકીલ પાસે પોતાના દાવાના સમર્થનમાં પુરાવા હોય તો તેને રજૂ કરવા જોઈએ. ચેતન ભગતે સુશાંતના મોત બાદ ન્યૂઝ ચેનલ પર આ સમગ્ર મુદ્દા વિશે જે રીતે રિપોર્ટીંગ થયુ તેને તમાશો ગણાવ્યો છે.

વકીલ પર ચેતને કર્યો કટાક્ષ

વકીલ પર ચેતને કર્યો કટાક્ષ

ચેતન ભગતે કહ્યુ કે હું ક્યારેય પણ એઈમ્સમાં નથી ગયો પરંતુ તમે દાવો કરી રહ્યા છો કે તે ભ્રષ્ટ છે. આ અમુક મુશ્કેલ જગ્યાઓમાંની એક છે જ્યાં નોકરી મળવી સરળ નથી અને ના સરળતાથી એડમિશન મળે છે. આ એવુ જ છે જેમ કે તમ કહેતા હોય કે મારી આઈઆઈટી ભ્રષ્ટ છે. હું બહુ નારાજ થઉ છુ, મને પુરાવા બતાવો. સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહ પર કટાક્ષ કરતા ચેતન ભગતે કહ્યુ કે તે આવુ માત્ર એટલા માટે કહી રહ્યા છે કારણકે એઈમ્સનો રિપોર્ટ તેમની મરજીથી નથી આવ્યો માટે તે ખોટો હશે એટલે કે તમે જ માત્ર ઈમાનદાર છો.

સીબીઆઈને લખ્યો પત્ર

સીબીઆઈને લખ્યો પત્ર

તમને જણાવી દઈએ કે એઈમ્સના રિપોર્ટ પર સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે સીબીઆઈને એક પત્ર લખ્યો છે અને આ કેસમાં ફૉરેન્સિક ટીમને મોકલવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં વિકાસ સિંહે કહ્યુ કે રાજપૂતના પરિવારે ફૉરેન્સિકનો રિપોર્ટ મેળવવાની તમામ કોશિશો કરી પરંતુ ડૉક્ટર સુધીર ગુપ્તા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ડૉક્ટર ગુપ્તા એઈમ્સની પેનલના પ્રમુખ છે જેમણે સુશાંતના મોત બાદ આ કેસમાં હત્યાના એંગલની તપાસ કરી હતી. એઈમ્સ તરફથી 29 સપ્ટેમ્બરે જે રિપોર્ટ જમા કરાવવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યુ છે કે રાજપૂતના શરીર પર કોઈ પણ પ્રકારના ઘાના નિશાન નથી અને ના તેના શરીરમાં કોઈ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો છે.

સીબીઆઈએ જારી કર્યુ હતુ નિવેદન

સીબીઆઈએ જારી કર્યુ હતુ નિવેદન

ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઈમ્સ)ના ફૉરેન્સિક વિભાગે કેન્દ્રીય તપાસ બ્યુરોને પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કરી દીધુ છે કે બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનુ મોત હત્યાથી નહિ આત્મહત્યાના કારણે થયુ છે. સીબીઆઈ પ્રવકતાએ સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યુ કે સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલી સીબીઆઈ તપાસ હજુ પણ ચાલુ છે અને બધા પાસાંઓને સાવચેતીથી જોવામાં આવી રહ્યા છે.

ગુજરાત અને યુપી સહિત 7 ભારતીયોનુ લીબિયામાં અપહરણગુજરાત અને યુપી સહિત 7 ભારતીયોનુ લીબિયામાં અપહરણ

English summary
SSR lawyer refused the AIIMS medical report, Chetan Bhagat says- bring proofs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X