"હું બોલ્ડ સિન આપું એમાં આટલો હોબાળો શાનો છે?"

Written By:
Subscribe to Oneindia News

સલમાન ખાન સાથેની ફિલ્મ 'વીર' દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કરનાર ઝરીન ખાન છેલ્લા થોડા સમયથી મોટા પડદે ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે. 'વીર'માં સાદી-સીધી યુવતીનો રોલ કર્યા બાદ તે સલમાનની જ એક ફિલ્મ 'રેડી'ના સોંગમાં જોવા મળી હતી. જેમાં તેનો ગ્લેમરસ લૂક લોકોને ખૂબ પસંદ પડ્યો, ત્યાર બાદ તે શરમન જોશી અને કરણ સિંહ ગ્રોવર સાથે ફિલ્મ 'હેટ સ્ટોરી 3'માં જોવા મળી.

અક્સર 2

અક્સર 2

ઝરીન ખાનની આગામી ફિલ્મ છે 'અક્સર 2'. આ ફિલ્મમાં તેની સાથે બે ટેલિવિઝન એક્ટર્સ છે, ગૌતમ રોડે અને અભિનવ શુક્લા. જ્યારે ઝરીનને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, તેના માટે ફિલ્મની સ્ટોરીનું મહત્વ છે, કો-સ્ટાર્સનું નહીં.

'હું એક એક્ટર છું'

'હું એક એક્ટર છું'

ઝરીને કહ્યું કે, હું એક એક્ટર છું અને મારું પહેલું કામ એક્ટિંગ કરવાનું છે. જો હું મોટા એક્ટર્સ સાથે કામ નથી કરતી, તો એનો અર્થ એ નથી કે મારા કામ કે ફિલ્મની વેલ્યુ ઓછી છે. હું આ ઇન્ડસ્ટ્રીનો પાર્ટ બનીને ખુશ છું.

સલમાન સાથે ફિલ્મ સપના સમાન

સલમાન સાથે ફિલ્મ સપના સમાન

ઝરીને આગળ કહ્યું કે, અને હું એ વાતે પણ ખૂબ ખુશ છું કે, મને સલમાન ખાન સાથેની ફિલ્મમાં ડ્રીમ ડેબ્યૂ કરવાની તક મળી. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન સાથે એક ફિલ્મમાં દેખાયા બાદ ઝરીન કોઇ ખાસ મોટી ફિલ્મમાં જોવા નથી મળી.

'માત્ર બોલ્ડ સિન નહીં, ફિલ્મમાં સ્ટોરી પણ છે'

'માત્ર બોલ્ડ સિન નહીં, ફિલ્મમાં સ્ટોરી પણ છે'

'હેટ સ્ટોરી 3'ની માફક જ 'અક્સર 2'ના ટ્રેલરમાં પણ ઝરીનના કેટલાક બોલ્ડ રોમેન્ટિક સિન જોવા મળે છે. આના જવાબમાં તેણે કહ્યું હતું કે, આ ફિલ્મમાં સ્ટોરી છે, માત્ર બોલ્ડ સિનને કારણે ફિલ્મ કરવાની ના પાડવી યોગ્ય નથી.

'બોલ્ડ સિન આપું તો વાંધો શું છે?'

'બોલ્ડ સિન આપું તો વાંધો શું છે?'

ઝરીને કહ્યું કે, 'મને સમજાતું નથી કે, મારા બોલ્ડ સિન કરવા પર આટલો હોબાળો કેમ ઊભો થાય છે. આજે આવી ઘણી ફિલ્મો બને છે.' 'અક્સર 2'ના ટ્રેલરમાં ઝરીન અને અભિમન્યુ વચ્ચે ઘણા હોટ સિન જોવા મળે છે. 'હેટ સ્ટોરી 3'માં પણ કરણ સિંહ ગ્રોવર સાથે ઝરીનના ઘણા બોલ્ડ સિન હતા, જે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

ફિલ્મોમાં આવતા પહેલાં...

ફિલ્મોમાં આવતા પહેલાં...

ફિલ્મોમાં આવતા પહેલાં ઝરીન ખાનનું વજન 100 કિલોગ્રામ હતું. ફિલ્મ 'વીર' સાઇન કર્યા બાદ તેણે 43 કિલો વજન ઓછું કર્યું હતું. મુંબઇના એક પઠાણ પરિવારમાં જન્મેલ ઝરીને હિંદી ઉપરાંત પંજાબી અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ રીતે મળ્યો હતો બ્રેક

આ રીતે મળ્યો હતો બ્રેક

કહેવાય છે કે, સલમાન જ્યારે ફિલ્મ 'વીર' માટે હિરોઇનની શોધમાં હતા ત્યારે તેમણે ઝરીનને સુભાષ ઘાઇની એક્ટિંગ સ્કુલમાં જોઇ હતી. ઝરીનને જોતાં વેંત જ સલમાને નક્કી કરી લીધું હતું કે, ઝરીન જ 'વીર'ની હિરોઇન બનશે. 'વીર' ફિલ્મમાં ઝરીનની એક્ટિંગના ખૂબ વખાણ પણ થયા હતા.

English summary
Zareen Khan says her criteria for doing a film is a good story and she has no qualms in working with relatively new actors.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.