Stree 2 Box Office Collection : હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની સ્ત્રી 2, જાણો પહેલા દિવસનું કલેક્શ
શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવની સ્ત્રી 2 સિનેમાઘરોમાં આવતા જ છવાઈ ગઈ છે. આ ફિલ્મ અત્યારસુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે.
સ્ત્રી 2 સ્વતંત્રતા દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થતા જ દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ હોરર કોમેડી ફિલ્મ જ્હોન અબ્રાહમની વેદા અને અક્ષય કુમારની ખેલ ખેલ સાથે ટકરાઈ પણ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ અને તેણે જોરદાર ઓપનિંગ કરી છે.

સ્ત્રી 2નો ક્રેઝ દર્શકોમાં જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર પ્રતિસાદ એટલો જોરદાર રહ્યો છે કે જોરદાર ક્લેશ હોવા છતાં તેણે જબરદસ્ત ઓપનિંગ કરી છે. આ સાથે આ ફિલ્મે ઘણી મોટી ફિલ્મોને પછાડી છે.
જણાવી દઈએ કે સ્ત્રી 2 એ હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનર બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મના ઓપનિંગ ડે કલેક્શનના આંકડા પણ આવી ગયા છે.
નિર્માતાઓએ સ્ત્રી 2ના પ્રથમ દિવસના કુલ કલેક્શનના આંકડા શેર કર્યા છે. આ હિસાબે સ્ત્રી 2 એ 76.5 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે.
સ્ત્રી 2ના નિર્માતા મેડૉક ફિલ્મ્સ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 16 ઓગસ્ટના રોજ સ્ત્રી 2 ભારતીય બોક્સ ઓફિસની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.
ફિલ્મ નિર્માતાઓએ એ પણ સ્પષ્ટતા કરી છે કે ફિલ્મના પ્રથમ દિવસના કલેક્શનમાં પેઇડ પ્રિવ્યૂની કમાણીનો પણ સમાવેશ થાય છે. આ સાથે આ ફિલ્મે પઠાણ, જવાન અને એનિમલ સહિત ઘણી ફિલ્મોના ઓપનિંગ ડેની કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.












Click it and Unblock the Notifications
