For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Me Too: સ્ત્રીની અભિનેત્રી ફ્લોરાએ જાણીતા પ્રોડ્યુસર પર લગાવ્યો શોષણનો આરોપ

ફિલ્મ 'સ્ત્રી' માં ચૂડેલની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી ફ્લોરા સૈનીએ ફેસબુક પોસ્ટ દ્વ્રારા જણાવ્યુ છે કે કેવી રીતે પ્રોડ્યુસર ગૌરાંગ દોષીએ તેની સાથે મારપીટ અને શોષણ કર્યુ.

|
Google Oneindia Gujarati News

#MeToo કેમ્પેઈન બાદ મહિલાઓ પર અત્યાચાર કરનારાઓની હાલત બગડી છે. વર્ષોથી છૂપાયેલા કાળા કારનામા હવે દુનિયા સામે આવી રહ્યા છે. તનુશ્રી દત્તા અને નાના પાટેકર બાદ હવે સ્ત્રી ફિલ્મની અભિનેત્રીએ પોતાની સાથેની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. ફિલ્મ 'સ્ત્રી' માં ચૂડેલની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી ફ્લોરા સૈનીએ ફેસબુક પોસ્ટ દ્વ્રારા જણાવ્યુ છે કે કેવી રીતે પ્રોડ્યુસર ગૌરાંગ દોષીએ તેની સાથે મારપીટ અને શોષણ કર્યુ. ફ્લોરાએ લાંબી ફેસબુક પોસ્ટ લખીને સમગ્ર ઘટના વિશે જણાવ્યુ છે.

ફ્લોરા સૈનીએ શું લખ્યુ છે પોસ્ટમાં?

ફ્લોરા સૈનીએ શું લખ્યુ છે પોસ્ટમાં?

ફ્લોરા સૈનીએ પોતાની ફેસબુક પોસ્ટમાં પોતાના બે જૂના ફોટા શેર કરીને લખ્યુ છે કે આ છુ હું, વર્ષ 2007 નો વેલેન્ટાઈન ડે, જ્યારે મને એક જાણીતા પ્રોડ્યુસર ગૌરાંગ દોષીએ મારી હતી. હું તેને ખૂબ પ્રેમ કરતી હતી અને તે સમયે ડેટ પણ કરી રહ્યા હતા. મારપીટ બાદ મારા જડબામાં ફ્રેક્ચર પણ થઈ ગયુ હતુ અને મને જીવનભરનું જખમ મળી ગયુ. તે સમયે પણ મે આના વિશે કહેવાની કોશિશ કરી પરંતુ એક નવી યુવતી હોવાના કારણે કોઈ આ વાત પર વિશ્વાસ નહોતુ કરવા ઈચ્છતુ.

આ પણ વાંચોઃ Me Too: કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર યૌન શોષણનો આરોપ, ઘણી મહિલાઓ આવી સામેઆ પણ વાંચોઃ Me Too: કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર યૌન શોષણનો આરોપ, ઘણી મહિલાઓ આવી સામે

મારપીટ બાદ ધમકી પણ આપી

ફ્લોરા સૈનીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યુ છે કે ગૌરાંગ દોષીએ તેની સાથે મારપીટ તો કરી સાથે તેને ધમકી પણ આપી કે તે એ વાતનું ધ્યાન રાખશે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને કામ ન મળે. તેણે આવુ કર્યુ પણ. મને ફિલ્મોમાંથી રિપ્લેસ કરી દેવામાં આવી. એટલે સુધી કે લોકો મને મળવા પણ નહોતા માંગતા અને મારુ ઓડિશન પણ લેવા નહોતા ઈચ્છતા. સૈનીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યુ છે કે મને લાગ્યુ કે મે ભૂલ કરી મારે ચૂપ રહેવુ જોઈતુ હતુ. હું ભાગવા ઈચ્છતી હતી. લોકોની નજરોથી બચવા ઈચ્છતી હતી કે લોકો મને જજ ના કરે અને મને માત્ર કામ આપે.

મારા જેવા ઘણાનું કર્યુ શોષણ

મારા જેવા ઘણાનું કર્યુ શોષણ

ફ્લોરા સૈનીએ ફેસબુક પોસ્ટમાં આગળ જણાવ્યુ કે તમને વિશ્વાસ નહિ થાય કે મારા પછી પણ ઘણી એવી છોકરીઓ હતી જે તે વ્યક્તિના હાથે શોષણનો શિકાર બની. તે છોકરીઓએ મદદ માટે મને ફોન કર્યા પરંતુ તે એટલી બહાદૂર નહોતી કે સામે આવીને કંઈ બોલી શકે. સૈનીએ પોસ્ટના અંતમાં લખ્યુ છે કે તેની આ પોસ્ટ એ લોકો માટે છે જેમણે પોતાની સાથે થયેલા અત્યાચાર સામે અવાજ બુલંદ કર્યો છે.

આ પણ વાંચોઃ MeToo: ફરિયાદ માટે કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએઃ મેનકા ગાંધીઆ પણ વાંચોઃ MeToo: ફરિયાદ માટે કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએઃ મેનકા ગાંધી

English summary
Stree actor Flora Saini accuses producer Gaurang Doshi of abuse, says he threatened me and left a fractured jaw
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X