કેબીસીમાં પહોંચી સ્ટુડન્ટ ઑફ ધ ઈયરની ટીમ
મુંબઈ, 29 સપ્ટેમ્બર : પોતાની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરનું પ્રમોશન કરવામાં કરણ જૌહર પોતાના ત્રણેય સ્ટુડન્ટ સાથે પૂરી તાકાતથી લાગી ગયાં છે. જેમ બધા કરતા હોય છે, તેમ કરણ પણ નાના પડદાના તમામ હિટ શો ટાર્ગેટ કરી રહ્યાં છે. સૌપ્રથમ તેમણે પસંદગી કરી છે સોની એન્ટરટેનમેંટ ચૅનલના બિગ હિટ શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ની. તાજેતરમાં જ કરણ પોતાની આખી ટીમ સાથે અમિતાભના શોએ પહોંચ્યાં અને પોતાની ફિલ્મ પ્રમોટ કરી.

કરણ જૌહર સાથે તેમના ત્રણેય સ્ટુડન્ટ આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા તેમજ વરુણ ધવન પણ ઉપસ્થિત હતાં. ત્રણેય નવા કલાકારોને મળી અમિતાભ પણ ઘણાં રાજી થયાં અને તેમણે ત્રણેય સાથે ઘણી મજેદાર સમય વ્યતીત કર્યો. કરણે પોતાની ફિલ્મની કાસ્ટ એટલે કે ત્રણેય એક્ટરો વિશે બતાવતાં જણાવ્યું, ‘સિદ્ધાર્થ તેમજ વરુણને હું અગાઉથી જાણતો હતો, પરંતુ પછી હું હીરોઇનની શોધમાં હતો. ત્યારે જ મારા સ્ક્રિપ્ટ રાઇટરે મને પૂજા ભટ્ટની બહેન આલિયા વિશે જણાવ્યું અને પછી મેં આલિયાને સ્ક્રીન ટેસ્ટ માટે પોતાના સ્ટુડિયોએ બોલાવી.'
કરણે આગળ જણાવ્યું, ‘આલિયા પહેલી વાર પોતાના માતા સાથે મારા સ્ટુડિયોએ આવી હતી અને તેણે પોતાનો સ્ક્રીન ટેસ્ટ બહુ સારી રીતે આપ્યો. તે જ વખતે મેં તેને સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાઇન કરી લીધી.'
કેબીસીના મંચે પ્રથમ કરણ જૌહર અને આલિયા ભટ્ટે અમિતાભ સાથે ગેમ રમી અને 60 હજાર જીત્યાં બાદ તેમણે સિદ્ધાર્થ તેમજ વરુણને હૉટ સીટ ઉપર બેસાડ્યાં. પછી સિદ્ધાર્થ અને વરુમે પણ અમિતાભ સાથે વાતો કરતાં પોતાની ફિલ્મ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શૅર કરી. ગેમના અંતે કરણ જૌહરની સમગ્ર ટમે કુલ 6 લાખ 40 હજાર રુપિયા જીત્યાં. અમિતાભે કરણને તેમની ફિલ્મની સફળતા માટે ખૂબ-ખૂભ શુભેચ્છાઓ આપી તથા ત્રણેય નવા કલાકારોને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી.












Click it and Unblock the Notifications
