સુભાષ ઘઈ ફરી સલમાન સાથે ફિલ્મ બનાવશે
મુંબઈ, 28 ઑક્ટોબર : ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈએ જણાવ્યું કે તેઓ પોતાની આગામી ફિલ્મ સલમાન ખાન સાથે બનાવવાનાં છે. ઘઈએ પાંચ વરસ અગાઉ સલમાન ખાન સાથે યુવરાજ ફિલ્મ બનાવી હતી.

બૉલીવુડને હીરો ઉપરાંત કર્જ, રામ લખન, સૌદાગર તથા ખલનાયક જેવી હિટ ફિલ્મો આપનાર સુભાષ ઘઈએ જણાવ્યું - સલમાન ખાન મારા માટે પોતાના પરિવાર જેવા છે. તેમણે જણાવ્યું કે તેઓ મારી ફિલ્મની રીમેક બનાવવા માંગે છે, તો મેં કહ્યું- ઠીક છે. સલમાને કહ્યું કે ફિલ્મના રાઇટ્સ માટે કેટલા રુપિયા આપવા પડશે, તો મેં કહ્યું - આપ માત્ર ફિલ્મ બનાવો. સલમાન ખાન આ ફિલ્મ આદિત્ય પંચોલાના પુત્ર સૂરજ પંચોલી અને સુનીલ શેટ્ટીના પુત્રી અતિયા શેટ્ટી સાથે બનાવવા માંગે છે.












Click it and Unblock the Notifications
