For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ સુશાંતની હત્યા થઈ છે, બતાવ્યા 26 મોટા કારણો

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર 26 કારણોનુ એક લિસ્ટ તૈયાર કર્યુ છે. તેમણે કહ્યુ છે કે તેમને એવુ લાગે છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મુંબઈ પોલિસ છેલ્લા દોઢ મહિનાથી તપાસ કરી રહી છે પરંતુ પોલિસના હાથ હજુ પણ ખાલી છે. ત્યારબાદ સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં એફઆઈઆર નોંધાવી છે ત્યારબાદ બિહાહ પોલિસની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. આ દરમિયાન ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર 26 કારણોનુ એક લિસ્ટ તૈયાર કર્યુ છે. સાથે જ તેમણે કહ્યુ છે કે તેમને એવુ લાગે છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે.

જણાવ્યા 26 મોટા કારણ

જણાવ્યા 26 મોટા કારણ

સુબ્રમણ્યમ સ્વામીએ જે લિસ્ટ શેર કર્યુ છે તેમાં પોઈન્ટના હિસાબે આત્મહત્યા અને હત્યાની થિયરી બતાવવામાં આવી છે. આ લિસ્ટ અનુસાર જો સુશાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ નહોતા કરી રહ્યા અને ડિપ્રેશનમાં હતા તો પણ એવુ બની શકે છે કે તેમની હત્યા કરવામાં આવી હોય. તેની પાછળનુ કારણ સ્થળ, તેમના ગળા પર મળેલ નિશાન, કપડાનો ઉપયોગ, શરીર પર મળેલા નિશાન, રૂમની ડુપ્લીકેટ ચાવી ગાયબ થવી, તેમની મેનેજર દિશાની આત્મહત્યા, સિમ કાર્ડ બદલવુ, આર્થિક મુશ્કેલી ન હોવી, નોકરોનુ વારંવાર નિવેદન બદલવુ વગેરે જણાવવામાં આવ્યુ છે.

પ્રધાનમંત્રીને પણ લખ્યો હતો પત્ર

પ્રધાનમંત્રીને પણ લખ્યો હતો પત્ર

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે જો બિહાર પોલિસ સુશાંત સિંહ રાજપૂતના અપ્રાકૃતિક મોતની તપાસ માટે ગંભીર છે તો સીબીઆઈ તપાસનો કોઈ વિકલ્પ નથી કારણકે બે રાજ્યોની પોલિસ એક જ ગુનાની અલગ અલગ તપાસ ન કરી શકે. આ પહેલા તેમણે સીબીઆઈ તપાસની માંગ કરતો એક પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ લખ્યો હતો જેમના પર પ્રધાનમંત્રીએ જાણવાજોગ લીધુ છે.

બિહાર સીએમને સીબીઆઈ તપાસથી કોઈ વાંધો નથી

બુધવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે મે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ફોન કરીને વાતચીત કરી છે. મે પટના પોલિસ અને એફઆઈઆર તેમજ વિસ્તૃત તપાસની ખુલ્લી છૂટ આપવા અંગેની પણ પ્રશંસા કરી છે કારણકે બે તપાસ ચાલી રહી છે, હું સીબીઆઈ તપાસની પહેલ કરીશ. આના પર નીતિશ કુમારે તેમને કહ્યુ કે તેમને કોઈ વાંધો નથી, તે ઈચ્છે છે કે સુશાંતને ન્યાય મળે અને દોષિતો સામે કાર્યવાહી થાય. તમને જણાવી દઈએ કે સુબ્રમણ્યમ સ્વામી આ કેસમાં ઘણા સમયથી સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.

સુશાંત સિંહના વકીલનો દાવો - મુંબઈ પોલિસમાં એવુ કોઈ છે, જે રિયા ચક્રવર્તીની મદદ કરી રહ્યુ છેસુશાંત સિંહના વકીલનો દાવો - મુંબઈ પોલિસમાં એવુ કોઈ છે, જે રિયા ચક્રવર્તીની મદદ કરી રહ્યુ છે

English summary
Subramanian swamy shares 26 points as evidence said sushant singh rajput murdered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X