Viral: આ સુપરસ્ટારની પુત્રીની બોલ્ડનેસ પર છે સૌ ફિદા!

સુહાના ખાનની નવી સુંદર તસવીર થઇ રહી છે વાયરલ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા માંગે છે સુહાના ખાન આ અંગે વધુ વાંચો અહીં...

વર્તમાન સમયમાં બોલિવૂડના સ્ટાર કિડ્સ ખૂબ ચર્ચામાં છે. સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર તેમના ડેબ્યૂને કારણે ચર્ચામાં છે. આ સાથે જ શાહરૂખની પુત્રી સુહાના પણ આજકાલ ખૂબ ચર્ચામાં છે. સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ હજુ ફાઇનલ નથી થઇ, પરંતુ તેની ઘણી તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થતી રહે છે. સુહાના અને આર્યન બંને બોલિવૂડ ફિલ્મોમાં જ કામ કરવા માંગે છે, શાહરૂખને આ સામે કોઇ વાંધો નથી. તેની એકમાત્ર શરત છે કે, બંને પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લે.

સુહાના ખાન

સુહાના ખાન

સુહાના ખાનની જે લેટેસ્ટ તસવીર વાયરલ થઇ રહી છે, તે આ છે. પરફેક્ટ તથા મિનિમલ મેકઅપ સાથે જોવા મળતી સુહાના ખૂબ સુંદર લાગી રહી છે. એક્સપ્રેશન્સમાં સુહાના તેના પિતા શાહરૂખની બરાબરી કરી શકે છે એમાં કોઇ શંકા નથી.

સ્ટાયલિશ કેઝ્યૂઅલ્સ

સ્ટાયલિશ કેઝ્યૂઅલ્સ

સુહાનાએ ભલે હજુ કોઇ ફિલ્મ સાઇન ન કરી હોય, પરંતુ તેનું સ્ટારડમ કોઇ નવી એક્ટ્રેસથી ઓછું નથી. સોશ્યલ મીડિયા પર તેની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે અને આથી જ તેની તસવીરો તુરંત વાયરલ થાય છે. સુહાના ખાનની ફેશન સેન્સ પણ સારી છે, તે મોટા ભાગે સ્ટાયલિશ કેઝ્યૂઅલ્સમાં જોવા મળે છે.

ટ્રેડિશનલ અવતાર

ટ્રેડિશનલ અવતાર

થોડા સમય પહેલાં એક રિલેટિવના લગ્નમાં દિલ્હી પહોંચેલ સુહાનાનો ટ્રેડિશનલ અવતાર પણ લોકોને ખૂબ પસંદ પડ્યો છે. આ વેડિંગની અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ હતી અને સૌમાં સુહાના અત્યંત સુંદર લાગી રહી હતી.

સુહાના બનશે એક્ટ્રેસ

સુહાના બનશે એક્ટ્રેસ

અહી પિંક ફ્લોરલ આઉટફિટમાં સુહાના ખૂબ સુંદર લાગી રહી છે. થોડા સમય પહેલાં સુહાનાનો એક પ્લેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ પ્લેમાં સુહાનાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. એ પછી જ ખાન પરિવારે સુહાનાના એક્ટિંગ કરિયર વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધું હોય એમ લાગી રહ્યું છે.

બોલ્ડ અને કોન્ફિડન્ટ

બોલ્ડ અને કોન્ફિડન્ટ

સુહાના ઘણી યંગ છે અને ખૂબ કોન્ફિડન્ટ છે. તેની બોલ્ડનેસ અને કોન્ફિડન્સ પર કોઇ પણ ફિદા થઇ જાય. શાહરૂખ ખાન પોતાના તમામ બાળકો પ્રત્યે અને ખાસ કરીને સુહાના પ્રત્યે ખૂબ પ્રોટેક્ટિવ છે. સુહાના પણ પોતાના પિતાની ખૂબ નજીક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X