Pics : સુનંદાના મોતથી બૉલીવુડ પણ દુખમાં ડૂબ્યું!!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 18 જાન્યુઆરી : કેન્દ્રીય માનવ સંસાધન રાજ્ય મંત્રી શશિ થરૂરનું જીવન છેલ્લા કેટલાંક દિવસથી ખૂબ ડ્રામાટિક ચાલી રહ્યુ હતું. હવે અચાનક જ તેમના પત્ની સુનંદા પુષ્કરના આકસ્મિક મોતે શશિ સાથે જ તેમના સંબંધીઓ અને મિત્રોને પણ હચમચાવી મૂક્યું છે. શશિ થરૂરના પત્ની સુનંદા અને શશિ વચ્ચે છેલ્લા કેટલાંક દિવસથી અણબનાવ ચાલતુ હતું અને તે પણ એક પાકિસ્તાની પત્રકાર મેહર અંગે. સુનંદાનું કહેવુ હતું કે શશિ થરૂર અને મેહર બંને વચ્ચે અફૅર છે, જ્યારે શશિ આ વાતથી ઇનકાર કરતા હતાં. સુનંદાએ અહીં સુધી જણાવ્યું કે તેઓ શશિથી છુટાછેડા લેવામાંગે છે અને આ અંગે તેઓ મીડિયા સાથે પણ વાત કરવાના હતાં.

જાણવા તો અહીં સુધી મળે છે કે બે દિવસ અગાઉ જ શશિ થરૂરે મેહર સાથે નિકાહ પણ કર્યુ હતું. સુનંદા પુષ્કર અને શશિ થરૂર છેલ્લા બે દિવસથી દિલ્હીની લીલા હોટેલમાં બે રૂમ લઈ રહી રહ્યા હતાં, કારમ કે તેમના ઘરે પેંટ ચાલતુ હતું. 17મી જાન્યુઆરીની રાત્રે 8 વાગ્યે જ્યારે શશિ થરૂર હોટેલના રૂમમાં ગયાં, તો તેમણે સુનંદાનું મૃતદેહ મળ્યું. તે જોઈ તેઓ ગભરાઈ ગયાં અને તરત જ પોલીસને ફોન કર્યો.

સૌનુ માનવું છે કે આ આપઘાતનો કેસ છે, પણ અત્યાર સુધી આ અંગે કંઈ સ્પષ્ટતા થઈ નથી કે મોત કઈ રીતે થયું. બૉલીવુડ સેલિબ્રિટીઓએ પણ સુનંદાના આ આકસ્મિક મોત અંગે બહુ દુઃખ વ્યક્ત કર્યું છે. ટ્વિટર પર સતત બૉલીવુડ સેલિબ્રિટીઓ સુનંદા પુષ્કર અંગે ટ્વિટ કરી રહ્યાં છે. બૉલીવુડ પણ શૉક્ડ છે.

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

સુનંદા પુષ્કરના આત્માને ભગવાન શાંતિ અર્પે. આ સમાચારે મને બહુ આશ્ચર્યચકિત અને દુઃખી કર્યાં છે. સુનંદા એક ખૂબ જ જિંદાદિલ તથા ફ્રેંડ્લી મહિલા હતાં. હું હૃદયથી શશિ થરૂરને આ ખરાબ સમયને સહન કરવા માટે દુઆ કરુ છું.

અનુપમ ખેર

અનુપમ ખેર

સુનંદા પુષ્કરે પોતાનું જીવન પોતાની રીતે અને પોતાની શરતોએ જીવ્યું. તેમનું જીવન ખૂબ વિશાળ હતું. તેઓ કાયમ હસતા રહેતા અને તેમનું સેન્સ ઑફ હ્યૂમર પણ ગઝબનું હતું. બહુ આશ્ચર્યચકિત છૂં આ સમાચાર સાંભળી. તેમના પુત્ર અને તેમના પરિવાર માટે બહુ દુઃખ છે.

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

સુનંદા પુષ્કરના આક્સમિક નિધનથી બહુ આશ્ચર્ય થયું છે. ભગવાન સુનંદા પુષ્કરના શાંતિ અર્પે.

ફરાહ ખાન

ફરાહ ખાન

ક્યારેક-ક્યારેક આપણને આપણી આજુબાજુ જે સૌથી સ્ટ્રૉંગ દેખાય છે, તે જ સૌથી નબળુ નિકળે છે. આપણે કોઈ પણ પુસ્તકને તેના કવર વડે તપાસવાનું બંધ કરી દેવું જોઇએ. જેવું દેખાય છે, તેવું હોતું નથી. બહુ દુઃખ છે મને સુનંદા માટે.

કમાલ આર ખાન

કમાલ આર ખાન

હે ભગવાન! હું આ સમાચાર સાંભળી ખૂબ જ શૉક્ડ છું. સુનંદાજીના આત્માને શાંતિ મળે. મજાક તો બરાબર હતું, પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ મજાક આટલા માઠા સત્યમાં બદલાઈ જશે. જિંદગી બહુ જ કિંમતી છે. તેને ક્યારેય પોતાની હાથે ખતમ નહીં કરવી જોઇએ. ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય.

English summary
Sunanda Pushkar found dead in Leela Hotel, Delhi. Bollywood celebrities pays their tribute to Sunanda and shared their love and pain on Sunanda Pushkar's death. Dia Mirza, Anupam Kher, Farah Khan all are shocked to hear this news.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.