For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સુનીલ પાલે શબ્બીરના અવાજમાં ગીત ગાયું

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 મે : ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પોતાનું નામ નોંધાવ્યાબાદ સ્ટૅન્ડ અપ કૉમેડિયન, અભિનેતા, દિગ્દર્શક સુનીલ પાલે પોતાની નવી ફિલ્મ મની બૅક ગૅરંટી માટે તાજેતરમાં જ અંધેરી પશ્ચિમ ખાતે આવેલ ઝિપ ટ્રૅક સ્ટુડિયોમાં શબ્બીર કુમારના અવાજમાં એક ગીત રેકૉર્ડ કર્યું. આ ફિલ્મમાં સુનીલ પાલે સંગીત દિગ્દર્શન સાથે ગીત પણ લખ્યું છે.

ફિલ્મનું નિર્માણ, દિગ્દર્શન, લેખન, ગીત તથા સંગીત દિગ્દર્શન સુનીલ પાલ કરી રહ્યાં છે. અન્ય કલાકારો તથા ટેક્નીશિયન્સની પસંદગી થઈ રહી છે. મની બૅક ગૅરંટી ફિલ્મના અન્ય ચાર ગીતો સુદેશ ભોસલે, બાર્બી ગર્લ તથા જસવંત સિંહના અવાજમાં રેકૉર્ડ થઈ ચુક્યાં છે.

શબ્બીર કુમારના અવાજમાં ગીતના રેકૉર્ડિંગ વખતે સુનીલ પાલ સાથે પાર્શ્વ ગાયક ઉદિત નારાયણ, અહેસાન કુરૈશી અને બીરબલ પણ હાજર હતાં.

આવો જોઇએ ગીત રેકૉર્ડિંગની તસવીરો અને શું કહે છે સુનીલ પાલ ફિલ્મ અંગે.

સુનીલ પાલે કર્યું ગીતનું રેકૉર્ડિંગ

સુનીલ પાલે કર્યું ગીતનું રેકૉર્ડિંગ

સુનીલ પાલે આ અગાઉ એક કૉમેડી ફિલ્મ ભાવનાઓં કો સમઝોનું નિર્માણ કર્યુ હતું કે જેમાં બૉલીવુડના 51 કલાકારોને એક સાથે એક જ ફિલ્મમાં એકત્ર કરવા માટે તેમને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન આપવામાં આવ્યુ હતું.

સુનીલ પાલે કર્યું ગીતનું રેકૉર્ડિંગ

સુનીલ પાલે કર્યું ગીતનું રેકૉર્ડિંગ

સુનીલ પાલ મની બૅક ગૅરંટી ફિલ્મ દ્વારા દર્શકોના જીવનની મુંઝવણો ઉકેલવાના પ્રયત્ન કરશે.

સુનીલ પાલે કર્યું ગીતનું રેકૉર્ડિંગ

સુનીલ પાલે કર્યું ગીતનું રેકૉર્ડિંગ

સુનીલ પાલે જણાવ્યું - મની બૅક ગૅરંટી ફિલ્મની વાર્તા દરેક વ્યક્તિની છે કે જેની પોતાની મૂડીનું રોકાણ કર્યા બાદ પરત પામવાની ગૅરંટી નથી હોતી. જોકે સુનીલ કહે છે કે આ ફિલ્મમાં મની બૅક ગૅરંટી ચોક્કસ મળશે.

સુનીલ પાલે કર્યું ગીતનું રેકૉર્ડિંગ

સુનીલ પાલે કર્યું ગીતનું રેકૉર્ડિંગ

સુનીલને પૂછવામાં આવ્યું કે તેઓ આટલા બધા ડિપાર્ટમેંટ કેમ સંભાળી રહ્યાં છે, તો સુનીલે સ્મિત સાથે જણાવ્યું - પ્રથમ તો મને પોતાની જાત ઉપર વિશ્વાસ છે. બીજું બીજાઓ ઉપર રોકાણ કરવા કરતાં હું પોતાની જાતને મની બૅક ગૅરંટી આપું.

English summary
Sunil Pal records song on his baton for new film “Money Back Guarantee”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X