
‘શાહરુખને મારાથી ડર હતો કારણકે એ ખોટો હતો..અમે 16 વર્ષ સુધી વાત ન કરી': સની દેઓલ
સની દેઓલ અને શાહરુખ ખાનના નામે ભલે બોલિવુડની એક મોટી ફિલ્મ રહી હોય પરંતુ આ બંને અભિનેતાઓ પછી ક્યારેય સાથે જોવા મળ્યા નથી. હાલમાં જ સની રજત શર્માના લોકપ્રિય શો 'આપ કી અદાલત' માં જોવા મળ્યા. જ્યાં તેમણે પોતાના અને શાહરુખની લડાઇ પર ખુલીને વાત કરી. સનીએ જણાવ્યુ કે 'ડર' બાદ એ બંનેએ 16 વર્ષો સુધી વાત નહોતી કરી. વર્ષ 1993... જ્યારે રિલીઝ થઈ હતી શાહરુખ ખાન અને સની દેઓની ફિલ્મ 'ડર'. સની દેઓલની માનીએ તો આ ફિલ્મથી યશ ચોપડાએ શાહરુખ ખાનને સુપરસ્ટાર બનાવી દીધો... જ્યારે તેમની ભૂમિકા પર કોઈએ ધ્યાન આપ્યુ નહિ.'
આ પણ વાંચોઃ સાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી

તે ક્યારેય યશ ચોપડા અને શાહરુથ સાથે કામ નહિ કરે
ડરની રિલીઝ સાથે સની દેઓલે પ્રણ લીધુ હતુ કે તે ક્યારેય યશ ચોપડા અને શાહરુથ સાથે કામ નહિ કરે. અને કંઈક બન્યુ પણ એવુ. સની દેઓળે પોતાની આખી કેરિયરમાં ક્યારેય પણ ચોપડા કેમ્પ તરફ ન જોયુ. આપ કી અદાલતમાં સનીને આ વિશે પૂછ્યુ તો તેમણે કહ્યુ, શાહરુખને મારાથી ડર હતો કારણકે તે ખોટો હતો. એટલા માટે કદાચ અમે 16 વર્ષો સુધી વાત ન કરી. તેમની અંદર જરૂર કોઈ ખોટ રહી હશે.

મને ખબર નહોતી કે વિલનને આટલો ગ્લોરિફાઈ કરશે
સની દેઓલે કહ્યુ - છેવટે ફિલ્મમાં લોકોએ મને પસંદ કર્યો. શાહરુખને પણ પસંદ કરવામાં આવ્યો. ફિલ્મ સાથે મને બસ એટલી સમસ્યા હતી કે મને ખબર નહોતી કે તે વિલનને આટલો ગ્લોરિફાય કરશે.

હું ભરોસો કરીને કામ કરુ છુ
એક્શન સ્ટારે આગળ કહ્યુ - હું ફિલ્મોમાં હંમેશા ખુલ્લા દિલથી અને લોકો પર ભરોસો કરીને કામ કરુ છુ. દૂર્ભાગ્યવશ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો અને એક્ટર્સ છે જે આ રીતે કામ નથી કરતા. કદાચ તે આ રીતે જ સ્ટારડમ ઈચ્છે છે.

સની દેઓલે કર્યો હતો ખુલાસો
વર્ષો બાદ સની દેઓલે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે મારે કોઈની સાથે દુશ્મની નથી.. પરંતુ પછી તેમની સાથે કામ ન કરી શક્યો. મને ફિલ્મ શરૂ થતા પહેલા બતાવવામાં નહોતુ આવ્યુ કે ફિલ્મમાં વિલનને હીરો બનાવી દેવામાં આવશે.

આ સીન પસંદ નહોતો
સનીએ જણાવ્ય કે... ફિલ્મ ડરમાં તેમના એ સીન દરમિયાન ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, જ્યાં શાહરુખ તેમના પર ચાકૂથી હુમલો કરે છે. સનીએ કહ્યુ - ‘મે વાંધો દર્શાવ્યો હતો કે મારી ભૂમિકા નેવલ મેરિન કમાન્ડોની છે... એક સીનમાં શાહરુખ મારા પર ચાકૂથી હુમલો કરે છે... મે કહ્યુ, આ કેવી રીતે થઈ શકે છે... કમાંડોને આવા હુમલા માટે જ તૈયાર કરવામાં આવે છે...અને તે પણ ત્યારે જ્યારે હું હત્યારાને જ શોધી રહ્યો છુ.. તો તે મારા પર હુમલો કેવી રીતે કરી શકે છે..'

શાહરુખ સાથે દુશ્મની નથી
એવુ નથી કે શાહરુખ સાથે મારી પછી કોઈ દુશ્મની થઈ ગઈ... પરંતુ મે પોતાને બધાથી અલગ કરી દીધો. અમે કલીગ છે... પરંતુ અમારી વાત નથી થતી.

યશ ચોપડા સાથે નહિ કરે કામ
સનીએ ફિલ્મફેર સાથે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે યશ ચોપડા સાથે કામ નહિ કરે. તે ભરોસાપાત્ર વ્યક્તિ નથી. સનીએ કહ્યુ હતુ કે યશ ચોપડાએ તેમની સાથે છેતરપિંડી કરી હતી.