For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ એક્સપિરિયન્સને કારણે સની લિયોને બદલી કાઢ્યું ઘર

સાયબર સ્ટોકિંગનો શિકાર બની હતી સની લિયોન. વર્ણવ્યો ડરામણો એક્સપિરિયન્સ. આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

સેલિબ્રિટિઝ માટે સોશ્યલ મીડિયા એ ફેન્સ અને મીડિયા સાથે કનેક્ટેડ રહેવાનો, પોતાના વિચારો રજૂ કરવાનો સારો અને સરળ રસ્તો છે, પરંતુ એને જ કારણે ક્યારેક તેમને નેગેટિવ કોમેન્ટ્સ સહન કરવી પડે છે, તો ક્યારેક મુશ્કેલીમાં પણ મુકાવું પડે છે. સોશ્યલ મીડિયા પર સેલિબ્રિટીઝને ટ્રોલ કરવા અલગ વાત છે અને સાયબર સ્ટોકિંગ અલગ વાત છે. સની લિયોને હાલમાં જ એક ઇવેન્ટમાં પોતે સાયબર-સ્ટોકિંગનો ભોગ બની હોવાની વાત સ્વીકારી હતી.

સાયબર સ્ટોકિંગ

સાયબર સ્ટોકિંગ

સની લિયોન સાયબર-સ્ટોકિંગનો શિકાર થઇ ચૂકી છે. સાયબર હેરેસમેન્ટ અને ઓનલાઇન અબ્યૂઝ સામે લડવા તેણે હાલમાં જ એક એનજીઓ સાથે હાથ મિલાવ્યા છે. એક ઇવેન્ટમાં સની લિયોને સાયબર-સ્ટોકિંગનો પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, 'એક વ્યક્તિએ મને મારા ઘરે આવીને મુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.'

'તે મારા ઘર સુધી પહોંચી ગયો હતો'

'તે મારા ઘર સુધી પહોંચી ગયો હતો'

'એ સોશ્યલ મીડિયા યૂઝરનું મોટું ફેન-ફોલોઇંગ હતું, તેણે મારા અંગે નેગેટિવ કોમેન્ટ્સ કરી હતી અને તે મારા ઘરના દરવાજા સુધી પહોંચી ગયો હતો અને જોરથી દરવાજો ખખડાવ્યો હતો. તેના ટ્વીટર ફોલોઅર્સ પણ મને ડરાવતા-ધમકાવતા હતા.'

'હું ઘરમાં એકલી હતી'

'હું ઘરમાં એકલી હતી'

'તે સમયે ડેનિયલ વિદેશ હતો અને હું ઘરે એકલી હતી. હું એટલી ડરી ગઇ હતી કે, આવા અવાજો આવતાં હાથમાં ચપ્પુ લઇને દરવાજા સુધી જતી હતી. આ બનાવ બાદ મારે ઘરની બહાર કેમેરા મુકવા પડ્યા હતા.'

હજુ પણ લાગે છે ડર

હજુ પણ લાગે છે ડર

તેણે આગળ જણાવ્યું હતું કે, 'હવે અમે અમારું ઘર બદલી કાઢ્યું છે, પરંતુ આ ઘટનાની અસર હજુ પણ મારા મન પર છે. આથી જ તેણે આ ઇવેન્ટમાં લોકોને સાવધ રહેવાની તથા સુરક્ષાના જરૂરી પગલા લેવા વિનંતી કરી હતી.'

નવરાત્રિ દરમિયાન એડ અંગે હોબાળો

નવરાત્રિ દરમિયાન એડ અંગે હોબાળો

થોડા સમય પહેલાં જ એક નિરોધ બનાવતી કંપની, જેની બ્રાન્ડ એમ્બેસડર સની લિયોન છે, તેની એડને લઇને ખૂબ હોબાળો થયો હતા. નવરાત્રિ દરમિયાન આ એડના પોસ્ટર ગુજરાતના કેટલાક શહેરોમાં જોવા મળ્યા હતા અને તેનો ખૂબ વિરોધ થયો હતો. જેને કારણે પોસ્ટર્સ ઉતારી લેવાની ફરજ પડી હતી.

સેલિબ્રિટીઝ સોફ્ટ ટાર્ગેટ

સેલિબ્રિટીઝ સોફ્ટ ટાર્ગેટ

આ કોન્ટ્રોવર્સિ અંગે સની લિયોને થોડા સમય પહેલાં જ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, 'મને લાગે છે કે આવી કેટલીક બાબતોમાં સેલિબ્રિટીઝ સોફ્ટ ટાર્ગેટ બની જાય છે. મને મારા વિશે ખરાબ અને ખોટી વાતો સાંભળવી પસંદ નથી.'

કહેવાતી કોન્ટ્રોવર્સિસ

કહેવાતી કોન્ટ્રોવર્સિસ

તેણે આગળ કહ્યું હતું કે, 'મને ખબર છે કે, હું રિયલ લાઇફમાં કેવી છું, મારા શું ગોલ્સ છે અને મારી પાસે એક ખુશ અને હેલ્ધી ફેમિલી છે. આના સિવાય હું લાઇફમાં કંઇ નથી માંગતી. આવી બધી કોન્ટ્રોવર્સિસ મારા માટે નકામી છે.'

English summary
Sunny Leone reveals that she has been a victim of cyber stalking and changed her house after that horrified experience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X