Big Bના જન્મદિવસે સની લિયોને પણ કર્યું આ રીતે સેલિબ્રેશન
સની લિયોન તેની બાળકીના કારણે ફરી ચર્ચાનું કારણ બની છે. તેણે તેની પુત્રી માટે કર્યું છે કંઇક ખાસ, જેના કારણે તે ચર્ચામાં આવી છે. આ અંગે વધુ વાંચો અહીં..
બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોન હંમેશા કોઇને કોઇ કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે તેની ચર્ચાનું કારણ છે તેની દત્તક બાળકી નિશા કૌર વેબર. સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે થોડા સમય પહેલા જ આ બાળકીને દત્તક લીધી હતી. તેમણે એ બાળકીના જન્મદિવસની ઉજવણી કરતો ફોટો શેર કર્યો હતો.

નિશા કૌર વેબર
સનિ લિયોની અને પતિ ડેનિયલ વેબરે તેમની દત્તક બાળકી સાથે હાલ એરિઝોનમાં વેકેશન માણી રહ્યા છે, ત્યારે તેમણે મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિવસે જ પોતાની બાળકીનો જન્મદિવસ ઉજવ્યો હતો. નિશા કૌર વેબરની જન્મ તારીખ કોઈ જાણતું ન હતું. આથી સની અને તેના પતિએ 11 ઓક્ટોબરના રોજ નિશાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

નિશા લાગે છે બેબી ડોલ
સની લિયોનીએ નિશાના જન્મ દિવસનો ફોટો શેર કર્યો હતો, જેમાં તેની પુત્રી બિલકુલ બેબી ડોલ જેવી લાગી રહી હતી. આ ફોટોમાં નિશાએ નેવી બ્લુ રંગનું ફ્રોક અને માથા પર નાનો તાજ પહેર્યો છે. થોડા દિવસ પહેલા મુંબઇ મિરર સાથે વાત કરતા સની લિયોને જણાવ્યુ હતું કે, નિશા ભગવાન તરફથી મળેલી સુંદર ભેટ છે. હું સતત એ વાતનું ધ્યાન રાખું છું કે નિશાને આ નવા વાતવરણમાં કોઈ અડચણ ન આવે.

પોસ્ટરના કારણે વિવાદ
થોડા સમય પહેલા નવરાત્રીમાં સની લિયોન ગુજરાતમાં લાગેલા પોસ્ટરના કારણે વિવાદોમાં ફસાઇ હતી. જેમાં નવરાત્રીના પાવન અને પવિત્ર અવસર પર આપત્તિજનક વસ્તુના ઉપયોગની જાહેરાતના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. એ બાદ સની લિયોનની ઘણી આલોચના થઈ હતી. બાદમાં એ પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા હતા.

સનીએ ખરીદી કાર
બોલિવૂડમાં સની લિયોનની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી જાય છે. સની અને તેના પતિની લાઇફ ઘણી લક્ઝૂરિય છે. સની લિયોનીએ થોડા સમય પહેલા જ 1.14 કરોડની કાર ખરીદી છે. આ કાર ઇટલીની પ્રખ્યાત લક્ઝરી કાર નિર્માતા કંપની Maserati એ ખાસ સની માટે બનાવી છે. તેની આ સ્પેશ્યલ આવૃત્તિ નામ Ghibli Nerissimo રાખવામાં આવ્યું છે. આ કારને ખરીદ્યા બાદ સનીએ તેની તસવીર પોતના ઇન્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ કારમાં 20 ઇંચ બ્લેક વ્હીલ, કાળા રંગની ગ્રિલ, બ્લેક લેદર ઇન્ટીરિયલ, ડાર્ક મિરર, ફ્રાંડ રિયલ પાર્કિંગ સેંસર અને રિમોટ સ્ટાર્ટ જેવી આધુનિક સિસ્ટમથી સજ્જ છે.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
