Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચણિયા-ચોળીમાં આયટમ સૉંગ કરશે સન્ની લિયોન

મુંબઈ, 5 માર્ચ : ખૂબ જ હૉટ અને ગ્લૅમરસ અભિનેત્રી સન્ની લિયોન પોતાની એડલ્ટ ઇમેજમાંથી બહાર નિકળી લોકો સામે દેશી અંદાજમાં અવતરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. એટલે જ તો તેઓ બૉલીવુડ અભિનેત્રીઓની જેમ હવે સાડી અને ચણિયા-ચોળીને મહત્વ આપી રહ્યાં છે.

sunnyleone

હવે માહિતી મળે છે કે એકતા કપૂરની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં સન્ની લિયોને દેશી રૂપ ધર્યો છે. તેઓ તેમની ફિલ્મમાં ખૂબ જ તડક-ભડક વાળું આયટમ સૉંગ કરવા જઈ રહ્યાં છે. તે પણ ચણિયા-ચોળી પહેરીને. આ ગીતને પડદા ઉપર તુષાર કપૂર તથા જ્હૉન અબ્રાહમ ઉપર ફિલ્માવવામાં આવશે. આ ગીતની ખાસિયત એ છે કે તેમાં તુષાર કપૂર પોતાના જમ્પિંગ જૅક પપ્પા જિતેન્દ્રની જેમ પીટી ડાંસ કરતાં નજરે પડનાર છે.

નોંધનીય છે કે આ જ ફિલ્મમાં પ્રથમ વાર પ્રિયંકા ચોપરા પણ આયટમ સૉંગ કરવાનાં છે. જોકે સન્ની લિયોન હાલ એકતા કપૂર કૅમ્પના ઘણાં પસંદગીપાત્ર બનેલાં છે. બાલાજી ફિલ્મ્સની ફિલ્મ રાગિણી એમએમએસ 2ના તેઓ લીડ હીરોઇન છે. તેમાં તેઓ બૉલીવુડ અભિનેત્રીનો રોલ કરી રહ્યાં છે. એટલું જ નહીં, થોડાંક દિવસ અગાઉ સન્ની લિયોન એકતા કપૂર સાથે જ સલવાર-કમીજમાં સિદ્ધિ વિનાયક મંદિરે ગયા હતાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X