OMG! સની લિયોન, આગામી ફિલ્મમાં જે ક્યારેય નથી કર્યું તે કરશે
સની લિયોન પોતાની આગામી ફિલ્મમાં કઇંક એવુ કરવાની છેકે જેને જોઇને એક ખાસ દર્શક વર્ગના પૈસા જરૂરથી વસુલ થઇ જશે. હવે એ તો જગજાહેર વાત છેકે જે લોકો સનીની ફિલ્મ જોવા માટે જશે તે લોકો સ્ટોરી કે પાત્રોને જોવા માટે સિનેમાઘર સુધી નહીં જાય.
વેલ, જણાવી દઇએ કે મિલાપ ઝવેરીની ફિલ્મ મસ્તીજાદેમાં સની લિયોન સ્ટ્રીપટીઝ કરતી જોવા મળશે. ફિલ્મમાં આ સીન જેનિફર એનિસ્ટન અને ડેમી મુરેના સ્ટ્રીપટીઝ સીનને ધ્યાનમાં રાખીને નાખવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સની ડબલ રોલમાં જોવા મળશે તે તો અમે તમને જણાવી જ ચૂક્યા છીએ. જોકે સ્ટ્રીપટીઝ કરીને તે તુષાર કપૂર અને વીર દાસને સીડ્યુસ કરશે. ત્યારે આવો જોઇએ કે સનીના ફેન્સ માટે સનીની આગામી ફિલ્મો કઇ રિલીઝ થઇ રહી છે.

મસ્તીજાદે
સની લિયોન, વીર દાસ અને તુષાર કપૂરની આગામી ફિલ્મ 4 ડિસેમ્બરે રિલીઝ થવા જઇ રહી છે. જેમા સની લિયોન સ્ટ્રીપટીઝ કરતી જોવા મળશે.

વન નાઇટ સ્ટેન્ડ
સની લિયોન અને તનુજ વિરમાનીની વન નાઇટ સ્ટેન્ડ વર્ષ 2016ની શરૂઆતમાં જોવા મળશે.

બેમાન લવ
બેમાન લવમાં સની ઘણાં હોટેસ્ટ અવતારમાં જોવા મળશે. સની લિયોન અને રજનીશ દુગ્ગલની આ ફિલ્મ વર્ષ 2015ના અંતમાં રિલીઝ થશે તેવા સમાચાર છે.

ટીના ઔર લોલો
સની લિયોન અને કરિશ્મા તન્નાની આ ફિલ્મ એકશ્ન થ્રીલર છે. હોટ સની આ ફિલ્મમાં એક્શન કરતી પણ જોવા મળશે.

યે દિલ હૈ મુશ્કીલ
સની લિયોન મોટી સ્ટાર કાસ્ટ વાળી ફિલ્મ યે દિલ હૈ મુશ્કીલમાં પણ જોવા મળશે. જેમા તે કેમિયો કરશે.












Click it and Unblock the Notifications
