અધધ આટલી મિલ્કતની માલકિન છે સની લિઓની, આંકડો જાણીને ચૌકી જશો
ક્યારેક પોર્ન ફિલ્મોમાં કામ કરતી અને હવે બોલિવૂડમાં પગ જમાવી ચુકેલી સની લિઓનીની મોટી ફેન ફોલોઈંગ છે. બોલિવૂડમાં હવે સની લિઓની કોઈ ઓળખની મોહતાજ નથી. ફિલ્મોમાં પોતાની અદાઓનો જાદુ દેખાડી ચુકેલી સની લિઓનીની સંપતિ પણ કરોડોમાં છે.
સની લિઓની ફિલ્મોમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. અહેવાલો અનુસાર તે એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા લે છે. ફિલ્મો સિવાય સની લિઓની ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી છે. સની બ્રાન્ડ પ્રમોશનથી મોટી કમાણી કરી રહી છે. એક અહેવાલ અનુસાર તે હાલ 100 કરોડ રૂપિયાની માલકિન છે.

કરોડો રૂપિયા સાથે સાથે સની લિઓની આલીશાન ઘરની પણ માલકિન છે. સનીના આ ઘરમાં તમામ એડવાન્સ સુવિધાઓ ઉપલબ્ધ છે. સનીએ આ ઘરને લક્ઝરી વસ્તુઓની સજાવ્યુ છે. અહેવાલો અનુસાર, તેના આ આલીશાન ઘરની કિંમત 19 કરોડ રૂપિયા છે.

આલીશાન ઘર સાથે સની લિયોન પાસે વૈભવી લક્ઝુરિયસ કારનું પણ કલેક્શન છે. સનીના કલેક્શનમાં 1.15 કરોડની મસેરાત ગિબલી, મસેરાત ગીબલી નેરિસિમો, 1.93 કરોડની BMW 7 સિરીઝ, 60 થી 72 લાખની ઓડી A5 સેડાન અને 70 લાખ મર્સિડીઝ GL 350 D સહિત ઘણી લક્ઝરી કાર સામેલ છે.

સનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ કેનેડીમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
