For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકત્તાની કોલેજમાં સની લિયોનનુ નામ મેરિટ લિસ્ટમાં ટૉપ પર મૂકાતા થયો વિવાદ

ફિલ્મ અભિનેત્રી સની લિયોન ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ટ ફોટાના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે અલગ કારણોથી મીડિયામાં છવાયેલી છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ ફિલ્મ અભિનેત્રી સની લિયોન ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ટ ફોટાના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે અલગ કારણોથી મીડિયામાં છવાયેલી છે. વાસ્તવમાં સની લિયોનનુ નામ કોલકત્તાની અંડરગ્રેજ્યુએટ એડમિશનની લિસ્ટમાં છે. કોલકત્તાની એક કોલેજમાં એડમિશન માટે જે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે તેમાં પહેલા સ્થાને સની લિયોનનુ નામ છે. કોલકત્તાના આશુતોષ કોલેજમાં અંગ્રેજી વિષયથી બીએ ઑનર્સમાં પ્રવેશ માટે મેરિટ લિસ્ટ જારી કરવામાં આવ્યુ છે. આ લિસ્ટમાં સનીનુ નામ પહેલા સ્થાન પર છે.

મેરિટ લિસ્ટમાં પહેલા નંબર પર

મેરિટ લિસ્ટમાં પહેલા નંબર પર

કોલેજમાં પ્રવેશ માટે સની લિયોનનુ નામ મેરિટ લિસ્ટમાં સૌથી પહેલા નંબરે આવ્યા બાદ આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે લિસ્ટમાં સની લિયોનનુ નામ, આવેદન આઈડી, રોલ નંબર વગેરે બધુ નોંધાયેલુ છે. લિસ્ટમાં એ અંગેની પણ માહિતી આપવામાં આવી છે કે 12માં ધોરણની પરીક્ષામાં સની લિયોને ચાર વિષયોમાં સૌથી વધુ ગુ મેળવ્યા છે. લિસ્ટમાં સની લિયોનના નામ સાથે ઈન્ટરમાં તેણે ચાર વિષયોમાં 400 ગુણ મેળવ્યા છે એ પણ નોંધાયેલુ છે. વળી, આ સમગ્ર મામલે કોલેજના અધિકારીએ સફાઈ આપી છે અને આને તોફાની તત્વની હરકત ગણાવી છે.

તોફાની તત્વની હરકત

તોફાની તત્વની હરકત

કોલેજના એક અધિકારીએ જણાવ્યુ કે આ કોઈ તોફાની વ્યક્તિનુ કામ છે. જાણીજોઈને કોઈએ સની લિયોનનુ નામથી ખોટુ ફોર્મ ભર્યુ છે. આ અંગેની માહિતી મળ્યા બાદ અમે પ્રવેશ વિભાગને આને ઠીક કરવા માટે કહ્યુ છે. અમે આખી ઘટનાની તપાસ કરીશુ અને આની પાછળ કોણ છે તે શોધીશુ. પરંતુ જે રીતે કોલેજના મેરિટ લિસ્ટમાંથી સની લિયોનનુ નામ પહેલા સ્થાને નોંધાયુ તે બાદ કોલેજની પ્રવેશ પરીક્ષા પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે.

સનીના જીવન પર બની વેબ સીરિઝ

સનીના જીવન પર બની વેબ સીરિઝ

તમને જણાવી દઈએ કે સની લિયોનના જીવન પર બનેલી વેબ સીરિઝ કરનજીત કૌર - ધ અનટોલ્ટ સ્ટોરી ઑફ સની લિયોની દ્વારા સની લિયોનના જીવન વિશે ઘણુ બધુ સામે આવ્યુ હતુ. સીરિઝમાં બતાવવામાં આવ્યુ છે કે સનીનુ નિક નેમ ગુગ્ગુ હતુ, તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી અને કેવી રીતે તે એડલ્ટ ફિલ્મોમાં જાય છે અને પછી બાદમાં બૉલિવુડમાં પગ મૂકે છે.

આંતરિક ચૂંટણી ના થઈ તો કોંગ્રેસે 50 વર્ષ વિપક્ષમાં બેસવું પડશેઃ ગુલામ નબી આઝાદઆંતરિક ચૂંટણી ના થઈ તો કોંગ્રેસે 50 વર્ષ વિપક્ષમાં બેસવું પડશેઃ ગુલામ નબી આઝાદ

English summary
Sunny Leone name on the top of the merit list of a kolkata college.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X