REALLY: સની લિયોનીને મળ્યો અક્ષય અને રણબીરનો સાથ!
બોલીવુડ: કેટલીક ફિલ્મોની સાથે સની લિયોની ધીરે ધીરે હવે બોલીવુડમાં પગ જમાવી રહી છે. આ વર્ષે સની લિયોનીની બે ફિલ્મો 'એક પહેલી લીલા" અને "કુછ કુછ લોચા હૈ" રિલીઝ થઈ ચૂકી છે. અને હવે જલ્દી જ સની ત્રીજી ફિલ્મમાં પણ દેખાશે. જી હા, સનીની ત્રીજી ફિલ્મ હશે અક્ષય કુમાર સાથે....
"સિંઘ ઈઝ બ્લીંગ"માં સની કેમિયો કરતી નજરે પડશે. એટલુ જ નહીં જો ખબરોનું માનીએ તો કરન જોહરે પણ "યે દિલ હૈ મુશ્કીલ" માટે સનીને સાઈન કરી છે. એટલે કે અક્ષય કુમાર બાદ હવે સની રણબીર કપૂર સાથે પણ જોવા મળશે. તો આ વાતને લઈને સની ઘણી જ ઉત્સાહીત પણ છે.
આવો જોઈએ સની લિયોનીની આગામી ફિલ્મો....

મસ્તીઝાદે
સની લિયોનીની વીરદાસ અને તુષાર કપૂર સાથેની મસ્તીઝાદે આ વર્ષે જ રિલીઝ થશે. હાલમાં ફિલ્મ સેન્સરમાં અટકી છે. ફિલ્મનું નિર્દેશન મિલાપ ઝવેરી કરી રહ્યાં છે.

વન નાઈટ સ્ટેન્ડ
સની લિયોની અને તનુજ વિરમાનીની આ ફિલ્મ વર્ષ 2016ની શરૂઆતના મહિનાઓમાં રિલીઝ થઈ જશે. જો કે હજી ફાઈનલ ડેટની ઘોષણા નથી કરવામાં આવી. ફિલ્મનું નિર્દેશન જાસ્મીન ડિસોઝા કરી રહ્યાં છે. આ એક એરોટીક થ્રીલર ફિલ્મ છે.

બેઈમાન લવ
સની લિયોન અને રજનીશ દુગ્ગલની આ ફિલ્મ વર્ષ 2015ના અંત સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે. આ એક રોમેન્ટીક ફિલ્મ છે. જેનું નિર્દેશન રાજીવ ચૌધરી કરી રહ્યાં છે.

ટીના ઔર લોલો
સની લીયોન અને કરીશ્મા તન્નાની આ એક્શન થ્રીલર ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન દેવાંગ ઢોલકીયા કરશે. ફિલ્મની રિલીઝ ડેટ ફાઈનલ નથી. પરંતુ એવી આશા છે કે આ ફિલ્મ પણ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ જશે.

સિંઘ ઈઝ બ્લીંગ
પ્રભુદેવા નિર્દેશિત સિંઘ ઈઝ બ્લીંગમાં સની કેમિયો કરતી નજરે પડશે. આ પહેલી વખત હશે કે જ્યારે સની કોઈ "એ" લીસ્ટના સ્ટાર સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મમાં અક્ષય કુમાર, એમી જેક્શન, અને લારા દત્તા મુખ્ય ભૂમિકામાં છે.

યે દિલ હૈ મુશ્કિલ
કરન જોહરે પણ સનીને યે દિલ હૈ મુશ્કિલ માટે સાઈન કરી છે. ફિલ્મમાં સની કેમિયોના રોલમાં છે. મહત્વપૂર્ણ છે કે ફિલ્મમાં રણબીર કપૂર, અનુષ્કા શર્મા, અને અશ્વર્યા રાય બચ્ચન લીડ રોલમાં છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત












Click it and Unblock the Notifications
