સની લિયોનનો પહેલો RULE, કોઈ કિસ કરવાનું ના કહેતા...
સની લિયોન ફિલ્મમાં છે તો પછી તેમાં કિસિંગ અને હોટ સીન તો ચોક્કસ હશે. સની લિયોનને ફિલ્મમાં ખાસ કરીને ગ્લેમર માટે જ લેવામાં આવે છે. પરંતુ હવે જો તમે સની લિયોનની ફિલ્મ જોવા જાવ ત્યારે બની શકે કે તમારે નિરાશ થવું પડે.
ખરેખરમાં સની લિયોન પોતાની આગળની ફિલ્મોમાં કિસિંગ અને હોટ સીનથી દૂર રહેવાની છે. આવો નિર્ણય તેને એટલા માટે કર્યો કે તે પોતાની હોટ ઇમેજ સાથે બંધાઈ રહેવા નથી માંગતી. તે પોતાની બોલ્ડ ઇમેજની બહાર નીકળવા માંગે છે.

સની લિયોને તેની પાસે ફિલ્મ લઈને આવતા નિર્દેશકોને સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે જો ફિલ્મમાં બોલ્ડ અને કિસિંગ સીન હોઈ તો તેને ફિલ્મમાંથી હટાવી દે કારણકે તે એવા સીન હવેથી નહીં કરે.
સૂત્રોનું માન્યે તો સની લિયોન હવે બોલિવૂડના મોટા એક્ટરો અને ડાયરેક્ટરો સાથે કામ કરવા માંગે છે. સની લિયોન હવે શાહરુખ ખાન અને સલમાન ખાન જેવા હીરોની ફિલ્મનો હિસ્સો બનવા માંગે છે. એટલા માટે જરૂરી છે કે તે પોતાની બોલ્ડ અને પોર્ન ઇમેજની બહાર નીકળે.












Click it and Unblock the Notifications
