એડલ્ટ ફિલ્મો મુદ્દે સની લિયોનનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું?
હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સની લિઓન એડલ્ટ ફિલ્મોના કાસ્ટિંગ વિશે વાત કરતી દોવા મળી રહી છે.
એક જમાનાની એડલ્ટ સ્ટાર અને હાલ બોલિવૂડની જાણીતી સની લિયોન તેના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એડલ્ટ ફિલ્મો છોડી બોલિવૂડમાં આવેલી સની લિયોને હવે એ઼ડલ્ટ ફિલ્મો વિશે મોટો ખુલાસો કર્યો છે. સની લિઓને એડલ્ટ ફિલ્મોના કાસ્ટિંગ વિશે વાત કરી હતી.

એડલ્ટ ફિલ્મોના કાસ્ટિંગ વિશે સની લિઓનીએ વાત કરી
હાલમાં સની લિયોનીના ફેન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ થ્રેડ પર તેના સ્ટેન્ડઅપ પરફોર્મન્સનો એક જૂનો વિડિયો શેર કરી રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો સનીના કોમેડી નેચરની પ્રશંસા કરવા રહી રહ્યા છ. આ વીડિયોમાં સની એડલ્ટ ફિલ્મ ઓડિશન પાછળની ગેરસમજને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.
એડલ્ટ ફિલ્મોનું કાસ્ટિંગ અલગ હોય છે
વીડિયોમાં સની કહી રહી છે કે, ખરેખર લોકો વિચારે છે કે એડલ્ટ ફિલ્મોમાં કાસ્ટિંગ એવું જ હોય છે, કોઈ આરામથી બેસીને કાસ્ટને જજ કરી રહ્યું છે, નો ટુ ફેટ, નો ટુ શોર્ટ, નો ટુ ડાર્ક. બધુ આવી નથી હોતુ. આ એડલ્ટ ઈન્ડસ્ટ્રી છે, બોલિવૂડ નહીં, કાસ્ટિંગના અલગ-અલગ પેરામીટર છે. હસતાં હસતાં સનીએ કહ્યું કે, બોલિવૂડ અને એડલ્ટ બંને ફિલ્મો અલગ છે. એડલ્ટ ફિલ્મોમાં તમે જાણો છો કે તમારો પાલો કોની સાથે પડ્યો છે.

સનીને સ્ટેન્ડઅપ કોમેડી પસંદ છે
સની લિઓનીએ 2021માં સ્ટેન્ડ-અપ કોમેડી વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, મને સ્ટેન્ડ-અપ કોમેડી ગમે છે. મેં અહીં અને વિદેશમાં પણ ઘણા શો જોયા છે. સ્ટેજ પર કોમેડિયનને પરફોર્મ કરતા જોવા એ સરળ અને સ્વાભાવિક લાગે છે. હું નજીકથી બધું શીખી છું કે પ્રેક્ષકો સાથે કનેક્ટ થવું અને દરેક જોકને ક્રેક કરવુ કેટલું મુશ્કેલ છે.

સનીની સ્ટાઈલ ફેન્સને પસંદ આવે છે
અહીં સની લિયોને આગળ કહ્યું કે, હું હંમેશા મારા ચાહકો અને દર્શકોને મારી અલગ-અલગ બાજુ બતાવવાનો પ્રયત્ન કરું છું. તેથી જ હું સ્ટેન્ડ અપ કોમેડી તરફ આકર્ષાઈ. મેં વન માઈક સ્ટેન્ડની છેલ્લી સીઝનનો સંપૂર્ણ આનંદ લીધો. મને લાગે છે કે તે ખરેખર હિલેરિયસ સિઝન હતી.

સની વન માઇક સ્ટેન્ડ સીઝન 2નો ભાગ રહી છે
અહીં તમને જણાવી દઈએ કે, સની માત્ર ફની જ નથી પરંતુ લોકો તેની આકર્ષક સ્ટાઇલના ફેન છે. સની લિયોન 2021 માં એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવેલા વન માઇક સ્ટેન્ડ સીઝન 2 નો ભાગ રહી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
