Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સની લિયોનનું ટવિટ, કેટલા વોટોથી હું આગળ ચાલી રહી છું..

લોકસભા ચૂંટણી 2019 હેઠળ દેશભરમાં 542 સંસદીય સીટો માટે કરવામાં આવેલા મતદાનની આજે ગણતરી ચાલી રહી છે.

લોકસભા ચૂંટણી 2019 હેઠળ દેશભરમાં 542 સંસદીય સીટો માટે કરવામાં આવેલા મતદાનની આજે ગણતરી ચાલી રહી છે. વોટોની ગણતરીમાં હાલમાં મળી રહેલા રૂઝનોમાં એનડીએ પૂર્ણ બહુમત મેળવી ચૂક્યું છે. દેશ અને દુનિયાની નજર આજની મતગણતરી પર છે. રાજનેતા હોય કે, સામાન્ય માણસ કે અભિનેતા દરેક લોકો આજે પરિણામ પર નજર રહી રહ્યા છે. આ દરમિયાન સની લિયોને પણ ચૂંટણીમાં પોતાનો રસ દાખવ્યો અને લોકો વચ્ચે ચર્ચા શરુ થઇ ગઈ. સની લિયોન ઘ્વારા આ ટવિટ એક ફેમસ એંકરનો વીડિયો સામે આવ્યા પછી કરી હતી.

સની લિયોને આ વાત પૂછી

સની લિયોને આ વાત પૂછી

સની લિયોને ટવિટ કરતા પૂછ્યું કે Leading by How many votes ???? ;) એટલે કે કેટલા વોટથી આગળ ચાલી રહી છું. ખરેખર સની લિયોને આ ટવિટ એક ટીવી એંકરનો વીડિયો સામે આવ્યો પછી કરી છે. વીડિયોમાં કાઉન્ટિંગના લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન એંકર સની દેઓલને બદલે સની લિયોન કહે છે. આ વીડિયો જોયા પછી સની લિયોને ટવિટ કરી કે કેટલા વોટોથી હું આગળ ચાલી રહી છું. સની લિયોનની આ ટવિટ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

વર્ષ 2012 દરમિયાન ડેબ્યુ કર્યો હતો

વર્ષ 2012 દરમિયાન ડેબ્યુ કર્યો હતો

સની લિયોને વર્ષ 2012 દરમિયાન જીસ્મ 2 ફિલ્મ ઘ્વારા બોલિવૂડ ડેબ્યુ કર્યો હતો. ત્યારપછી તેને એક પછી એક એવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. સની લિયોન આજે બોલિવૂડમાં સફળતા મેળવી ચુકી છે. સની લિયોન પાસે હાલમાં બોલિવૂડમાં કામની કોઈ જ ખોટ નથી.

મોડી સાંજે પરિણામ આવવાની સંભાવના

મોડી સાંજે પરિણામ આવવાની સંભાવના

આપને જણાવી દઈએ કે હાલમાં લોકસભા ચૂંટણી 2019 માટે મતગણતરી ચાલી રહી છે. 542 લોકસભા સીટો પર લગભગ 8000 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. સાત તબક્કામાં થયેલા મતદાનમાં 90.99 કરોડ મતદાતાઓમાંથી લગભગ 67.11 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પહેલીવાર ઈવીએમ ગણતરી સાથે વિવિપેટ સરખામણી કરવાને કારણે દેશમાં મોડી સાંજે પરિણામ આવે તેવી સંભાવના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X