Sunny Rajput : અરમાન મલિકની જેમ આ યુટ્યુબરને પણ છે બે પત્નીઓ, જુઓ ફોટો
Sunny Rajput : બિગ બોસની ત્રીજી સિઝનમાં યુટ્યુબર અરમાન મલિકની બે પત્નીઓની ખુબ ચર્ચા છે. આ ચર્ચા વચ્ચે અન્ય એક બે પત્ની વાળો યુટ્યુબર ચર્ચામાં આવ્યો છે.
યુટ્યુબર સની રાજપૂતે પણ બે લગ્ન કર્યા છે. તે તેની પત્નીઓ સાથે અવારનવાર યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરે છે.

સની રાજપૂતનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે તાજેતરમાં જ કૃતિકા મલિકે બિગ બોસ OTT 3માં તેનો ઉલ્લેખ કર્યો હતો.
સની રાજપૂત તરફ ઈશારો કરતા તેણે કહ્યું કે એક યુટ્યુબર છે જે બે પત્નીઓ સાથે ખોટું બોલીને વિચિત્ર વીડિયો બનાવે છે. ત્યારબાદ સની રાજપૂતે કૃતિકાનો વીડિયો શેર કરીને વળતો પ્રહાર કર્યો.
સની રાજપૂતને પણ અરમાન મલિક જેવી બે પત્નીઓ છે. એકનું નામ રૂપ રાજપૂત અને બીજાનું નામ માનસી રાજપૂત છે. આ ત્રણેય અવારનવાર વીડિયો બનાવીને યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.
ઘણી વખત સની રાજપૂત અને તેની બે પત્નીઓ સોશિયલ મીડિયા પર અશ્લીલ વીડિયો બનાવવા માટે ટ્રોલ થાય છે. યુઝર્સ ક્યારેક તેને લગ્ન કરવા માટે તો ક્યારેક અશ્લીલ વીડિયો પોસ્ટ કરવા બદલ ટ્રોલ કરે છે.
સની રાજપૂતના યુટ્યુબ પર લગભગ 2 મિલિયન ફોલોઅર્સ છે તો ઇન્સ્ટાગ્રામ પર 142K યુઝર્સ ફોલો કરે છે. સની રાજપૂતે ટ્રુથ અપોઝ્ડ ટુ વાઇફ નામની યુટ્યુબ ફિલ્મ પણ બનાવી છે જેમાં તેણે તેની બે પત્ની હોવાની વાત કહી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે પ્રેમ થયો અને બે લગ્નની સ્થિતિ ઉભી થઈ
રૂપ પહેલા સની રાજપૂતની લાઈફમાં આવી અને પછી તેમના સંબંધોની શરૂઆત થઈ. રૂપના માતા-પિતા સની સાથે લગ્ન કરવા તૈયાર ન હતા. તે પોતાની દીકરીના લગ્ન એનઆરઆઈ છોકરા સાથે કરાવવા માંગતા હતા. એક દિવસ કોલેજમાં યુવા ઉત્સવ દરમિયાન સની માનસીને મળ્યો.
અહીં રૂપને ભૂલી જવા સની સિંહે કોઈ અન્ય સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જેથી તે રૂપને ભૂલી જાય અને રૂપ પણ તેના જીવનમાં આગળ વધે. સનીએ તેની મિત્ર માનસી સાથે લગ્નની વાત કરી હતી. કોઈક રીતે આ વાત નક્કી થઈ ગઈ.
એક દિવસ સની કોલેજમાં રૂપને મળે છે અને છોકરીના માતા-પિતા તેમને સાથે જોઈને ગુસ્સે થઈ જાય છે. મામલો પોલીસ કોર્ટમાં પહોંચે છે. ત્યારબાદ પરિવારના સભ્યો રૂપને ઘર બહાર કરી દે છે. આ પછી તે સની રૂપને અપનાવે છે અને તેને પોતાની પત્ની બનાવવાની વાત કરે છે.
અહીંથી ત્રણેય વચ્ચે અણબનાવ શરૂ થાય છે. માનસી દુખી છે કે સનીએ તેની સાથે દગો કર્યો છે. તે સનીથી દૂર રહે છે.
રૂપ અને સનીના લગ્નથી એક દીકરીનો જન્મ થાય છે. માનસીની તૂટેલી સગાઈને કારણે તેની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નથી. પછી એક દિવસ સની તેને ફોન કરે છે અને બંને વાત કરે છે. રૂપ પોતે સનીને માનસી સાથે લગ્ન કરવા કહે છે. તે કહે છે કે જો ત્રણેયનો દોષ છે તો પછી કોઈએ શા માટે ભોગવવું જોઈએ. તેથી સનીએ માનસી સાથે બીજી વખત લગ્ન કર્યા.












Click it and Unblock the Notifications
