સલમાન ખાને રાનૂ મંડલને નથી આપ્યુ કોઈ ઘર, Fake નીકળ્યા વાયરલ ન્યૂઝ, જાણો સત્ય

સલમાન ખાને ના તો રાનૂ મંડલને કોઈ ઘર આપ્યુ છે અને ના દબંગ 3માં ગીતની ઑફર આપી છે. આ સમાચાર વિશે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ ખુલાસો કર્યો છે.

અત્યારે તમે સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફૉર્મ ખોલશો તો તમને એક મહિલા તો દેખાઈ જ જશે જેનુ નામ રાનૂ મંડલ છે. હા, આ એ જ ઈન્ટરનેટ સેન્સેશન છે જે લતા મંગેશકરના એક ગીત 'ઈક પ્યાર કા નગમા હે' ગઈને ફેમસ થઈ ગઈ અને રાતોરાત સ્ટાર બની ગઈ. ત્યારબાદ સમાચાર આવી રહ્યા હતા કે સુપરસ્ટાર સલમાન ખાન તેના ટેલેન્ટથી ઘણા પ્રભાવિત થયા અને તેને 55 લાખનું ઘર અને દબંગ 3માં ગીતની ઑફર પણ આપી છે. આ સમાચારે રાતોરાત ચિંગારી પકડી લીધી અને સતત વાયરલ થઈ રહ્યા છે. પરંતુ હવે ખબર પડી છે કે આ સમાચાર માત્ર એક અફવા સિવાય બીજુ કંઈ નથી.

માત્ર એક અફવા

માત્ર એક અફવા

સલમાન ખાને ના તો રાનૂ મંડલને કોઈ ઘર આપ્યુ છે અને ના દબંગ 3માં ગીતની ઑફર આપી છે. આ સમાચાર વિશે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ ખુલાસો કરતા લખ્યુ છે કે આ માત્ર એક અફવા છે.

હિમેશ જરૂર થયા મહેરબાન

હિમેશ જરૂર થયા મહેરબાન

હિમેશ રેશમિયાએ જરૂર રાનૂ મંડલ સાથે એક ગીત રેકોર્ડ કર્યુ છે જે ગીત તેમની ફિલ્મમાં સાંભળવા મળશે.

તેરી મેરી કહાની

તેરી મેરી કહાની

આ ગીત તેરી મેરી કહાનીનો પ્રોમો હિમેશ રેશમિયાએ રિલીઝ કર્યો હતો ત્યારબાદ આ ગીત છવાઈ ગયુ છે.

સ્ટેશન પર ગાતી હતી

સ્ટેશન પર ગાતી હતી

રાનૂ મંડલ રેલવે સ્ટેશન બહાર ગીત ગઈને પોતાનુ પેટ ભરતી હતી ત્યારે તેણે વિચાર્યુ પણ નહિ હોય કે તેના દિવસો આવી રીતે બદલાઈ જશે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

અત્યારે રાનૂ મંડલ ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને ટિક ટૉક પર છવાયેલી છે.

આ વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો વીડિયો

આ વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો વીડિયો

આ યુવકનું નામ અતીન્દ્ર ચક્રવર્તી છે અને તેણે જ સ્ટેશનની બહાર ગઈ રહેલી રાનૂ મંડલનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X