For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભ બચ્ચનના નામે કૉમિક્સ ‘સુપ્રીમો’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 ઑક્ટોબર : અમિતાભ બચ્ચન એક એવું વ્યક્તિત્વ છે કે જેના વિશે બધાં જ જાણે છે. જેમ કે અમે ગઈકાલે આપને જણાવ્યુ હતું કે આર. બાલ્કીની નજરે અમિતાભ બચ્ચન એક સમ્પૂર્ણ કલાાર છે. અમિતાભ અંગે વળી એમ કહેવું મહદઅંશે યોગ્ય પણ છે. આવતીકાલે એટલે કે 11મી ઑક્ટોબરે અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ

Amitabh

પડદા ઉપર અમિતાભે નાયક, ખલનાયક, કૉમેડિયન, ડાંસર અને ચરિત્ર દરેક પ્રકારના રોલ ભજવ્યાં છે, તો પડદાપાછળ તેઓ ગાયક અને નિર્માતા પણ રહ્યાં છે. પરંતુ રીયલ લાઇફમાં પણ અમિતાભ બચ્ચને ઘણાં પાત્રો ભજવ્યાં છે. તેઓ એક રાજનેતા પણ રહ્યાં, તો તેઓ એક કૉમિક કૅરેક્ટર પણ રહ્યાં. આપનામાંથી બહુ ઓછા લોકો જ જાણતાં હશે કે અમિતાભને લઈને 1980માં એક કૉમિક્સ સિરીઝ પણ શરૂ કરાઈ હતી. આ સિરીઝ શરૂ કરી હતી સ્ટાર કૉમિક્સ વાળાઓએ કે જેઓ સુપર મૅન, સ્પાઇડર મૅન જેવા કૉમિક્સ પ્રસિદ્ધ કરી જાણીતાં થઈ ચુક્યા હતાં. આ કૉમિક્સ લગભગ બે વરસ સુધી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

આ કૉમિક્સનું નામ હતું સુપ્રીમો. તેની સિરીઝને નામ આપવામાં આવ્યુ હતું ધ એડવેન્ચર્સ ઑફ અમિતાભ બચ્ચન એટલેકે અમિતાભ બચ્ચનના અદ્ભુત કારનામા. આ કૉમિક્સ ઘણાં લોકોએ પસંદ કરી હતી, પરંતુ જ્યારે અમિતાભ બચ્ચન રાજકારણમાં ઉતર્યાં, તો આ સિરીઝ બંધ કરી દેવાઈ હતી.

English summary
Supremo was a comic book character in the series The Adventures of Amitabh Bachchan published in the 1980s. The series was based on the actor Amitabh Bachchan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X