For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં વધુ એક ખુલાસો, છેલ્લી વાર ગૂગલ પર નામ સહિત આ કર્યુ સર્ચ

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મુંબઈ પોલિસ તપાસ કરી રહી છે. આ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સુશાંતે છેલ્લી વાર કરેલ ગૂગલ સર્ચની ચર્ચા થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મુંબઈ પોલિસ તપાસ કરી રહી છે. આ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સુશાંતે છેલ્લી વાર કરેલ ગૂગલ સર્ચની ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર સુશાંતના ફોનનો પ્રારંભિક ફૉરેન્સિંક રિપોર્ટથી નવી માહિતી સામે આવી છે. આમાં જાણવા મળ્યુ છે કે તેમણે મોત પહેલા ગૂગલ પર પોતાનુ નામ સર્ચ કર્યુ હતુ અને ખુદથી જોડાયેલા ન્યૂઝ પણ સર્ચ કર્યા હતા.

વિસરા રિપોર્ટમાં શું આવ્યુ?

વિસરા રિપોર્ટમાં શું આવ્યુ?

ફૉરેન્સિંક રિપોર્ટથી મળેલા ડેટા અનુસાર સુશાંત સિંહ રાજપૂતે અમુક ગીતો પણ સાંભળ્યા હતા. વળી, સુશાંતનો વિસરા રિપોર્ટ પણ સામે આવી ગયો છે. જેાં એ સ્પષ્ટ થઈ ગયો છે કે મોત પહેલા સુશાંતે કોઈ ઝેરીલો કે પછી નશીલો પદાર્થ ખાધો. તમને જણાવી દઈએએ કે સુશાંતના પોસ્ટમોર્ટમ બાદ વિસરાના સેમ્પલ મુંબઈની જે જે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એ માલુમ પડ્યુ કે તેનુ મોત દમ ઘૂટવાના કારણે થયુ છે. ત્યારબાદ હવે વિસરા રિપોર્ટમાં પણ આ કેસ સંપૂર્ણપણે આત્મહત્યાનો જ લાગી રહ્યો છે. જો કે પોલિસે આ કેસમાં અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યુ નથી.

છેવટે કો-સ્ટાર સંજના સાંઘી સાથે થઈ પૂછપરછ

છેવટે કો-સ્ટાર સંજના સાંઘી સાથે થઈ પૂછપરછ

મુંબઈ પોલિસ આ કેસમાં દરેક એંગલની તપાસ કરી રહી છે. આ વિશે પોલિસે 28 લોકોની પૂછપરથ કરી. વળી, મંગળવારે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની કો-સ્ટાર સંજના સાંઘીને પણ બાંદ્રા પોલિસે 9 કલાક સુધી પૂછપરછ કરી. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં મીટુ કેમ્પેઈન દરમિયાન મીડિયામાં આવા સમાચાર આવ્યા હતા તે સંજનાએ સુશાંત પર છેડતીનો આરોપ લગાવ્યો છે. જેના કારણે સુશાંત ઘણા પરેશાન થઈ ગયા હતા. જો કે બાદમાં સંજનાએ આ વાતોને માત્ર અફવા ગણાવી હતી.

પૂછપરછ બાદ સંજનાએ છોડ્યુ મુંબઈ

પૂછપરછ બાદ સંજનાએ છોડ્યુ મુંબઈ

આ ઉપરાંત અભિનેત્રી સંજના સાંઘીએ પણ બુધવારે બપોરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા એ જણાવ્યુ કે તે હવે મુંબઈ છોડીને જઈ રહી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યુ, 'ખુદા હાફિઝ, મુંબઈ. ચાર મહિના બાદ તમારા દર્શન થયા. હું જઉ, દિલ્લી પાછી. તમારા રસ્તા કંઈક અલગ લાગ્યા, સુમસામ હતા, કદાચ મારા દિલમાં જે દુઃખ છે, મારુ મંતવ્ય બદલી રહ્યા છે, અથવા કદાચ હાલમં તમે પણ થોડા દુઃખમાં છે. મળે છે? જલ્દી. અથવા કદાચ નહિ.'

સુશાંતને બહેને માંગ્યો પ્રોગ્રેસ રિપોર્ટ

સુશાંતને બહેને માંગ્યો પ્રોગ્રેસ રિપોર્ટ

માહિતી અનુસાર મંગળવારે સુશાંતની બહેને પણ મુંબઈ પોલિસ અધિકારીઓ સાથે વાત કરી છે અને સુશાંતના મોત સાથે જોડાયેલા પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો છે. આ સાથે જ તેમણે પોલિસને નિવેદન કર્યુ છે કે તે સુશાંતનો ફ્લેટ ખાલી કરાવવાની મંજૂરી આપે કારણકે તેમનુ ભાડુ ઘણુ વધુ છે અને હવે ત્યાં કોઈ રહેતુ નથી. પરિવાર સુશાંતનો સામાનને પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે. આ સાથે જ પણ સમાચાર આપ્યા છે કે સુશાંતના પિતાએ તેમનુ અકાઉન્ટ એક્સેસ કરવાની મંજૂરી પોલિસ પાસે માંગી છે.

ચીની એપ બંધ થતાં આ ભારતીય એપની ચાંદી-ચાંદી, ગણતરીના કલાકમાં જ કરોડો લોકોએ ડાઉનલોડ કરી

English summary
Sushant case investigation revealed he searched his own name and related news before death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X