For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિયાની ડ્રગ્ઝ ચેટથી NCBને મળી મોટી સફળતા, જલ્દી થશે ધરપકડ

એનસીબી રિયા અને તેને જાણનારા ત્રણ લોકો સામે તપાસ કરી રહી છે. આમાં એનસીબીના હાથ મોટી સફળતા લાગી છે.

|
Google Oneindia Gujarati News

નવ દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ તપાસ તેજ કરી દીધી છે. વાસ્તવમાં રિયાની ડિલીટ વૉટ્સએપ ચેટથી ડ્રગ્ઝ ડિલીંગ અને અભિનેતાને ડ્રગ્ઝ આપવા અંગે માહિતી સામે આવી હતી. હવે આ એંગલમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રિયાની મુશ્કેલીઓ વધી રહી છે. એનસીબી નાર્કોટિક્સ ડ્રગ્ઝ અને સાઈકોટ્રોપિક સબ્સટન્સ એક્ટ(એનડીપીએસ)ની ઘણી કલમો હેઠળ રિયા અને તેને જાણનારા ત્રણ લોકો સામે તપાસ કરી રહી છે જણાવવામાં આવી રહ્યુ છે કે આમાં એનસીબીના હાથ મોટી સફળતા લાગી છે.

બે સપ્લાયર સુધી પહોંચી એનસીબી

બે સપ્લાયર સુધી પહોંચી એનસીબી

રિયાની આ ચેટ્સ દ્વારા એનસીબી ડ્રગ્ઝની સપ્લાય કરનાર બે સપ્લાયર સુધી પહોંચી ગઈ છે. તેમની ધરપકડ પણ જલ્દી થઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા છે કે આ બે સપ્લાયરને હાલમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ત્યારબાદ હવે શનિવારે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે એનસીબી આ કેસમાં ડ્રગ્ઝની માંગ અને સપ્લાયની લિંક વિશે તપાસ કરી રહી છે જેમાં રિયા સહિત અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. એનસીબી ઉપરાંત આ કેસની તપાસ સીબીઆઈ અને ઈડી પણ કરી રહ્યા છે.

સપ્લાયરની ધરપકડ આજે થઈ શકે છે

સપ્લાયરની ધરપકડ આજે થઈ શકે છે

આ બંને સપ્લાયરની ધરપકડ બાદ તેમને ડ્રગ્ઝ વિશે સવાલ પૂછવામાં આવશે કે કોના કહેવા પર કયા કયા નશીલા પદાર્થની સપ્લાય કરે છે. રિપોર્ટ અનુસાર એક અધિકારીનુ કહેવુ છે કે, 'સપ્લાયર્સને નશીલા પદાર્થની સપ્લાય કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવશે. અમે તેમની પૂછપરછ કરીશુ કે તે કોને આ પદાર્થની સપ્લાય કરતા હતા અને આ બધામાં રિયાની ભૂમિકા શું છે.' અધિકારીએ એ પણ જણાવ્યુ કે ડ્રગને અમેરિકાના કેલિફોર્નિયાથી મંગાવવામાં આવે છે અને પછી ફેમસ પાર્ટીઓમાં તેનો ઉપયોગ થાય છે. આ ડ્રગથી તરત જ નશો ચડી જાય છે.

ઈડીએ એનસીબીને સોંપી ચેટ્સની માહિતી

ઈડીએ એનસીબીને સોંપી ચેટ્સની માહિતી

અધિકારીઓએ દાવો કર્યો છે કે ઈડીના હાથે રિયાની જે ડિલીટ વૉટ્સએપ ચેટ લાગી છે તેમાં તે ડ્રગ્ઝ વિશે વાત કરી રહી છે. આ ચેટ્સને એનસીબીને સોંપવામાં આવી છે. જેના આધારે એજન્સીએ કેસ નોંધ્યો છે. આ કેસમાં ઈડી મની લોંડ્રિંગના એંગલથી તપાસ કરી રહ્યુ છે. અત્યાર સુધીમાં ઈડીએ રિયા, તેના પિતા અને ભાઈની પૂછપરછ કરી છે. ઈડીએ શુક્રવારે ગોવા સ્થિત હોટલના માલિક ગૌરવ આર્યાને 31 ઓગસ્ટે હાજર થવા માટે સમન મોકલ્યા છે.

સુશાંત કેસઃ સિદ્ધાર્થ પિઠાની-દીપેશ સાવંત બનશે સરકારી સાક્ષીસુશાંત કેસઃ સિદ્ધાર્થ પિઠાની-દીપેશ સાવંત બનશે સરકારી સાક્ષી

English summary
Sushant case: NCB led to two drug suppliers with the help of rhea chakraborty whatsapp chats arrest soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X