સુશાંત સિંહ સુસાઈડ કેસઃ પોતાના ઘરેથી ફરાર થઈ રિયા ચક્રવર્તી, નથી ઉઠાવી રહી પોલિસનો ફોન
સમાચાર આવ્યા છે કે રિયા પોતાના મુંબઈ સ્થિત ઘરેથી ફરાર થઈ ગઈ છે. પોલિસ તેનો ફોન પર પણ સંપર્ક કરી શકતી નથી.
બૉલિવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર નોંધાવી છે. એફઆઈઆરમાં રિયા પર સુશાંતને સુસાઈડ માટે મજબૂર કરવા અને છેતરપિંડી કરવા સહિત ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે રિયા પોતાના મુંબઈ સ્થિત ઘરેથી ફરાર થઈ ગઈ છે. પોલિસ તેનો ફોન પર પણ સંપર્ક કરી શકતી નથી. રિપોર્ટ અનુસાર બિહાર પોલિસ મુંબઈ સ્થિત રિયાના ઘરે પહોંચી હતી જ્યાં મળી નહોતી. રિયા હજુ સુધી બિહાર પોલિસ સામે આવી નથી.

પોલિસ સામે નથી આવવા ઈચ્છતી રિયા
એવુ કહેવામાં આવી રહ્યુ છે કે રિયા પોલિસ સામે નથી આવવા ઈચ્છતી કારણકે તે આગોતરા જામીન માટે અરજી કરવા માંગે છે. પોલિસ હાલમાં તેની શોધમાં લાગી છે. સુશાંતના પિતાની એફઆઈઆર બાદ જ પટના પોલિસની ચાર સભ્યોની ટીમ મુંબઈ પહોંચી. આ કેસની તપાસ છેલ્લા દોઢ મહિનાથી મુંબઈ પોલિસ કરી રહી છે. આ એફઆઈઆર બાદ રિયા પર ધરપકડની તલવાર લટકી રહી છે. રિયાની હજુ સુધી ધરપકડ થઈ નથી. વળી, તેણે દેશના સૌથી મોંઘા વકીલમાંના એક એવા સતીશ માનશિંદેને હાયર કરી લીધા છે. જે સલમાન ખાન અને સંજય દત્તનો કેસ લડી ચૂક્યા છે.

રિયા પર લગાવ્યા ગંભીર આરોપ?
આ મામલે વિનય તિવારી(એસપી સિટી, પટના)નુ કહેવુ છે કે બિહાર પોલિસની ટીમ પણ મુંબઈ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે સુશાંતના પિતાએ રિયા પર આરોપ લગાવ્યા છે કે રિયાએ તેમની દીકરાની માનસિક હાલત ખરાબ કરી છે. સાથે જ તે સુશાંતને દવાનો ઓવરડોઝ પણ આપી રહી હતી. સુશાંતના અલગ અલગ બેંક અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રિયા સુશાંતના મોતના થોડા દિવસ પહેલા જ તેની ઘર છોડીને જતી રહી અને સાથે પૈસા, લેપટૉપ, ઘરેણા, સુશાંતના બેંક કાર્ડ્ઝ, પિન અને મેડિકલ રિપોર્ટ પણ લઈ ગઈ. તેમણે રિયા પર સુશાંત સામે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં કરી અપીલ
એફઆઈઆર બાદ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રિયાએ દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી દાખલ કરીને અપીલ કરી છે કે બિહારના પટના શહેરમાં સુશાંતના પિતા દ્વારા જે રિયા સામે કેસ નોંધવામાં આવ્યો છે તેને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે. રિયાના વકીલે પોતાનુ કન્સેન્ટ સાઈન કરીને આપ્યુ છે. સતીશ માનશિંદે હવે રિયા ચક્રવર્તી તરફથી કેસ લડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આ અપીલ શિંદેએ જ દાખલ કરી છે.












Click it and Unblock the Notifications
