For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBની મોટી કાર્યવાહી, સેમ્યુઅલ મિરાંડાને કસ્ટડીમાં લેવાયો

એનસીબીની ટીમે સુશાંત કેસમાં હવે સેમ્યુઅલ મિરાંડાને કસ્ટડીમાં લીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ બ્યુરો(NCB)એ પોતાની તપાસ તેજ કરી દીધી છે. એનસીબીની ટીમે આ કેસમાં હવે સેમ્યુઅલ મિરાંડાને કસ્ટડીમાં લીધો છે. મિરાંડાને નાર્કોટિક્સ ડ્રગ્ઝ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્સ એક્ટ, 1985ની જોગવાઈ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શુક્રવારે સવારે એનસીબીની ટીમે મિરાંડાના ઘરે રેડ પાડી હતી. આ ઉપરાંત સુશાંત કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીા ઘરે પણ રેડ પાડવામાં આવી છે.

મિરાંડા અને રિયાના ઘરે થઈ રહી છે તપાસ

મિરાંડા અને રિયાના ઘરે થઈ રહી છે તપાસ

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર એનસીબીએ કહ્યુ છે કે સેમ્યુઅલ મિરાંડા અને શોવિક ચક્રવર્તી(રિયા ચક્રવર્તીનો ભાઈ)ના ઘરોની તપાસ કરવામાં આવી રહી છે. બંનેને તપાસમાં સહયોગ માટે સમન જારી કરી દેવામાં આવ્યા છે. આ પહેલા રિયા ચક્રવર્તીના આવાસ પર એનસીબીની ટીમ પહોંચ્યા બાદ એજન્સીના એક અધિકારીએ કહ્યુ હતુ, 'આ માત્ર એક પ્રક્રિયાત્મક કેસ છે જે અમે ફોલો કરી રહ્યા છે. આ રિયા અને સેમ્યુઅલ મિરાંડાના ઘરે કરવામાં આવી રહ્યુ છે.' તમને જણાવી દઈએ કે આ કેસમાં સીબીઆઈ રિયા ચક્રવર્તી અને તેમના પરિવારની ઘણી રાઉન્ડ પૂછપરછ કરી ચૂકી છે. આ કેસમાં સીબીઆઈ તપાસનો આજે 15મો દિવસ છે. વળી, ઈડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ આ કેસમાં પોતાની તપાસ તેજ કરી દીધી છે.

પેડલરે શોવિક અને મિરાંડાનુ નામ લીધુ

પેડલરે શોવિક અને મિરાંડાનુ નામ લીધુ

એનસીબીએ ડ્રગ્ઝ કનેક્શનમાં અત્યાર સુધી બે ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. તેમાંથી એક ડ્રગ પેડલરે રિયાના ભાઈ શોવિક અને સુશાંતના સ્ટાફ સેમ્યુઅલ મિરાંડાનુ નામ લીધુ છે. રિયા અને શોવિક વચ્ચે ડ્રગ્ઝ વિશે થઈ રહેલી વાતચીતનો ખુલાસો થયા બાદ એનસીબીએ આ કેસમાં ડ્રગ્ઝના એંગલની તપાસ શરૂ કરી દીધી હતી. વળી, રિયા અને તેના ભાઈ વચ્ચે ડ્રગ્ઝ માટે ચેટિંગ થઈ હતી જે સામે આવ્યા બાદ હવે રિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. એનસીબીને ઘણા એવા પુરાવા મળ્યા છે જેનાથી માલુમ પડે છે કે રિયાનો ભાઈ શોવિક ડ્રગ્ઝ પેડલરના સંપર્કમાં હતો. સીબીઆઈ અને ઈડી બાદ હવે રિયા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નિશાના પર પણ આવી ગઈ છે.

ફોન અને લેપટૉપ ફેંદવામાં આવી રહ્યા છે

ફોન અને લેપટૉપ ફેંદવામાં આવી રહ્યા છે

એનસીબીની ટીમનુ રિયા અને સેમ્યુઅલના ઘરે સર્ચ ઑપરેશન ચાલુ છે જેમાં રિયાના ઘરે મોબાઈલ ફોન અને લેપટૉપની તપાસ ચાલી રહી છે.

સુશાંત કેસઃ ડ્રગ્ઝ Sકનેક્શન પર રિયા-સેમ્યુઅલના ઘરે NCBની રેડસુશાંત કેસઃ ડ્રગ્ઝ Sકનેક્શન પર રિયા-સેમ્યુઅલના ઘરે NCBની રેડ

English summary
Sushant case: samuel miranda detained by narcotics control bureau under ndps act in
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X