For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહના વકીલનો દાવો - મુંબઈ પોલિસમાં એવુ કોઈ છે, જે રિયા ચક્રવર્તીની મદદ કરી રહ્યુ છે

સુશાંતના વકીલ વિકાસ સિંહને કથિત રીતે કહ્યુ છે કે મુંબઈ પોલિસમાં કોઈ છે જે રિયા ચક્રવર્તીની મદદ કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને 1.5 મહિનો થઈ ચૂક્યો છે. તેમના ફેન્સ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની વાત કહી રહ્યા છે કારણકે મુંબઈ પોલિસ અત્યાર સુધી આ વિશે કોઈ પણ ઠોસ નિષ્કર્ષ પર પહોંચી નથી શકી. આ તરફ સુશાંતના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી પર ઘણી ગંભીર આરોપ લગાવીને પટનામાં એફઆઈઆર નોંધી છે. આ દરમિયાન રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની વાત કહી છે. આ કેસમાં વાત કરીને સુશાંતના વકીલ વિકાસ સિંહને કથિત રીતે કહ્યુ છે કે મુંબઈ પોલિસમાં કોઈ છે જે રિયા ચક્રવર્તીની મદદ કરી રહ્યુ છે.

સુશાંત ખરાબ સંગતમાં છે અને ડર છે કે કંઈ અનહોની થઈ શકે છે

સુશાંત ખરાબ સંગતમાં છે અને ડર છે કે કંઈ અનહોની થઈ શકે છે

વિકાસ સિંહે પીટીઆઈને કહ્યુ, 'જો તે (રિયા) સુપ્રીટ કોર્ટમાં જતી રહી છે, તો તેણે સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી દાખલ કરવી જોઈતી હતી.' એફઆઈઆર પટનામાં નોંધવામાં આવી છે. હવે તેણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને મુંબઈમાં તપાસને સ્થાનાંતરિત કરવાની માંગ કરી છે. આનાથી વધુ શું પુરાવા જોઈએ? એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેમના વકીલે કેસમાં અમુક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યુ કે સુશાંતના પરિવારે અભિનેતાના દુઃખદ નિધનના ચાર મહિા પહેલા ફેબ્રુઆરીમાં રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પરિવારે આરોપ લગાવ્યો હતો કે સુશાંત એક ખરાબ સંગતમાં છે અને તેમને ડર છે કે તેની સાથે કંઈ અનહોની થઈ શકે છે. પરિવારે મુંબઈ પોલિસને અભિનેતા પર નજર રાખવાનો આગ્રહ કર્યો હતો.

રિયા સામે FIR નોંધવામાં ખટકાઈ રહી હતી પટના પોલિસ

રિયા સામે FIR નોંધવામાં ખટકાઈ રહી હતી પટના પોલિસ

વિકાસ સિંહે એ પણ જણાવ્યુ કે પટના પોલિસે પહેલા રિયા ચક્રવર્તી સામે કેસ નોંધવામાં ખચકાઈ રહી હતી. જો કે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને મંત્રી સંજય ઝાા હસ્તક્ષેપ બાદ ફરિયાદ નોંધવામાં આવી. તેમણે જણાવ્યુ કે મુંબઈ પોલિસે એફઆઈઆર નોંધી નહોતી. સાથે જ મુંબઈ પોલિસ પરિવાર પર મોટા પ્રોડક્શન હાઉસનુ નામ દેવા અને તેમને ફસાવવાનુ દબાણ કરી રહી હતી. તેમણે જણાવ્યુ કે તપાસ બીજી દિશામાં જઈ રહી હતી.

રિયાના વકીલે કહી આ વાત

રિયાના વકીલે કહી આ વાત

રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ જણાવ્યુ કે તેમણે આ અરજી કરી છે અને પટનામાં નોંધાયેલ કેસ મુંબઈ સ્થાનાંતરિત કરવાનો અનુરોધ કર્યો છે જ્યાં પહેલેથી જ સુશાંતના મોત કેસમાં તપાસ ચાલી રહી છે. રિયાએ પોતાની અરજીમાં કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ તેનો કેસ ઉકેલાવા સુધી સુશાંત સિંહ રાજપૂતના પિતા દ્વારા નોંધાયેલ એફઆઈઆરમાં બિહાર પોલિસની તપાસ પર રોક લગાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે સુશાંતના પિતા કે કે સિંહે પટનાના રાજીવ નગર પોલિસ સ્ટેશનાં 25 જુલાઈએ રિયા અને તેના પરિવારના સભ્યો સહિત છ લોકો સામે એફઆઈઆર નોંધાવી હતી.

સુશાંત સિંહ સુસાઈડ કેસઃ પોતાના ઘરેથી ફરાર થઈ રિયા ચક્રવર્તી, નથી ઉઠાવી રહી પોલિસનો ફોનસુશાંત સિંહ સુસાઈડ કેસઃ પોતાના ઘરેથી ફરાર થઈ રિયા ચક્રવર્તી, નથી ઉઠાવી રહી પોલિસનો ફોન

English summary
Sushant lawyer has reportedly alleged that somebody in the Mumbai police is helping Rhea Chakraborty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X