• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિયાએ સુશાંતના કાન ભરી બહેન પ્રિયંકા પર લગાવ્યો હતો પ્રતાડિત કરવાનો આરોપ

|

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં સીબીઆઈએ ગુરુવારે અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી સામે કેસ નોંધી દીધો છે. સીબીઆઈની ટીમ હવે આ કેસમાં અધિકૃત રીતે તપાસ શરૂ કરશે અને જરૂર પડવા પર આ આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. વળી, આજે ઈડીમાંથી મહોલત ન મળ્યા બાદ રિયા ચક્રવર્તી પૂછપરછ માટે ઈડી ઑફિસ પહોંચી છે જ્યાં તેને સુશાંત સિંહ રાજપૂત સાથે વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો વિશે સવાલ પૂછવામાં આવી રહ્યા છે.

રિયા ઘણીવાર સુશાંતને પરિવાર વિરુદ્ધ ભડકાવતી રહેતી

રિયા ઘણીવાર સુશાંતને પરિવાર વિરુદ્ધ ભડકાવતી રહેતી

વળી, બીજી તરફ રિયા ચક્રવર્તી વિશે સતત મીડિયામાં ચોંકાવનારી વાત સામે આવી રહી છે. સુશાંતના પરિવારવાળાએ રિયા ચક્રવર્તીના વર્તન વિશે ઘણુ કહ્યુ છે. એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સુશાંત સિંહ રાજપૂતના પરિવાર વકીલ વિકાસ સિંહે કહ્યુ કે રિયા ચક્રવર્તી સતત સુશાંતની બહેનો વિરુદ્ધ તેને ભડકાવતી રહેતી હતી.

રિયાની સતત કોશિશ સુશાંતને તેના પરિવારથી દૂર કરવાની

રિયાની સતત કોશિશ સુશાંતને તેના પરિવારથી દૂર કરવાની

રિયાએ પ્રિયંકા સિંહ પર લગાવ્યો હતો પ્રતાડિત કરવાનો આરોપ

તેમના મુજબ રિયાએ સુશાંતને બહેન પ્રિયંકા સિંહ પર તેનો ફાયદો ઉઠાવવા અને તેને છેડવા અને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ સુશાંત અને તેની બહેન પ્રિયંકા વચ્ચે બોલાચાલી થઈ હતી. વિકાસ સિંહનો દાવો છે કે રિયાની સતત કોશિશ સુશાંતને તેના પરિવારથી દૂર કરવાની હતી.

'પાર્ટી માટે સુશાંતનુ ક્રેડિટ કાર્ડ યુઝ કરતી હતી'

'પાર્ટી માટે સુશાંતનુ ક્રેડિટ કાર્ડ યુઝ કરતી હતી'

રિયા જાણતી હતી કે સુશાંત પોતાની બહેનોથી બહુ વધુ નજીક છે. માટે તે તેમની અને તેમની બહેનો વચ્ચે ફૂટ પાડવાની કોશિશમાં લાગી હતી. વિકાસ સિંહે કહ્યુ કે આ વાત 14 એપ્રિલ 2019ની છે જ્યારે પ્રિયંકા પોતાના પતિ સાથે સુશાંત પાસે બે-ત્રણ દિવસ રહેવા આવી હતી. પ્રિયંકા અને સુશાંત ઘણા ક્લોઝ હતા. આ દિવસે સુશાંતે એક પાર્ટીમાં રિયાને પોતાની બહેન અને જીજા સાથે મળાવ્યા હતા. આ પાર્ટી બાદ રિયા પોતાના ઘરે જવાની જગ્યાએ સુશાંત અને પ્રિયંકા સાથે સુશાંતના ઘરે જ આવી ગઈ અને રાતે સુશાંતના રૂમમાં જ રહી. આ બધુ પ્રિયંકાની સામે જ થયુ.

રિયા સુશાંતને પરિવાર વિરુદ્ધ કાન ભરતી

રિયા સુશાંતને પરિવાર વિરુદ્ધ કાન ભરતી

20 એપ્રિલે રિયાએ સુશાંત અને પ્રિયંકાને પોતાના ભાઈની પાર્ટી માટે આમંત્રિત કર્યા જેમાં સુશાંત તો ન ગયા પરંતુ રિયા જિદ કરીને બહેન પ્રિયંકાને લઈ ગઈ જ્યાં પ્રિયંકાને ખબર પડી કે આ પાર્ટી રિયાએ જ આયોજિત કરી છે જેનો બધો ખર્ચ સુશાંતના ક્રેડિટ કાર્ડથી ભરવામાં આવશે. આગલા દિવસે રિયાએ સુશાંતને કહ્યુ કે તેની બહેને તેને પ્રતાડિત અને છેડવાની કોશિશ કરી અને તેને ઘરેથી જતા રહેવા કહ્યુ. જેના પર સુશાંતને ગુસ્સો આવ્યો અને તેણે બહેન સાથે ઝઘડો કર્યો. પ્રિયંકા દુખી થઈને ચંદીગઢ જતી રહી. ઘણા સમય સુધી ભાઈ-બહેનમાં વાતચીત ન થઈ. બાદમાં નવેમ્બર 2019માં સુશાંતે પ્રિયંકાને ફોન કરીને માફી માંગી હતી.

બહુ દિવસ સુધી યૌન સંબંધ ન બનાવવાથી વજાઈનામાં થાય છે આ ફેરફાર

English summary
Sushant’s family lawyer Vikas Singh said Rhea Chakraborty Alleged That Sushant’s Sister Molested Her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X