સુશાંતના ડૉક્ટરે ખોલ્યો રાઝ, 'અંકિતાને ભૂલી નહોતા શકતા સુશાંત, બ્રેકઅપ બાદ..'

પોલિસે સુશાંત સિંહ રાજપૂતના ડૉક્ટર(મનોચિકિત્સક) કેરસી ચાવલાનુ નિવેદન નોંધ્યુ છે જેમણે અભિનેતા વિશે અમુક મહત્વની માહિતી પોલિસને આપી.

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ઘણા પ્રકારની વાતો સામે આવી રહી છે. કંગના રનોત સહિત ઘણા બીજા કલાકારોએ આરોપ લગાવ્યો છે કે અમુક લોકોએ બૉલિવુડમાં નેપોટિઝમ ચલાવ્યુ છે અને આ લોકો એવા લોકોને મહત્વ નથી આપતા જેમના કોઈ ગૉડફાધર ન હોય. જણાવવામાં આવી રહ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી છે. સુશાંતના મોત માટે મુંબઈ પોલિસ પણ ઘણા એંગલથી તપાસ કરી રહી છે. આ કડીમાં પોલિસે સુશાંત સિંહ રાજપૂતના ડૉક્ટર(મનોચિકિત્સક) કેરસી ચાવલાનુ નિવેદન નોંધ્યુ છે જેમણે અભિનેતા વિશે અમુક મહત્વની માહિતી પોલિસને આપી.

એક વર્ષથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યા હતા સુશાંત

એક વર્ષથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યા હતા સુશાંત

વેબસાઈટ breakingboomના સમાચાર અનુસાર પોલિસને આપેલા નિવેદનમાં ડૉક્ટર કેરસી ચાવલાએ જણાવ્યુ, 'સુશાંત લગભગ 6 મહિના પહેલા મને આવીને મળ્યા હતા. અમારી પહેલી મુલાકાત હિંદુજા હોસ્પિટલમાં થઈ હતી. સુશાંતે મને જણાવ્યુ કે તે છેલ્લા લગભગ એક વર્ષથી ડિપ્રેશનનો શિકાર છે. અંકિતા લોખંડે સાથે બ્રેક અપ થયા બાદ અમુક મહિનાઓ સુધી તેના જીવનમાં બધુ ઠીક ચાલી રહ્યુ હતુ. ત્યારબાદ સુશાંત રાજપૂતની લાઈફમાં અભિનેત્રી કીર્તિ સેનન આવી પરંતુ આ રિલેશનશીપ વધુ દિવસ સુધી ન ચાલ્યા. કીર્તિ બાદ એક જાણીતા એક્ટરની દીકરી પણ તેમની લાઈફમાં આવી.'

સુશાંતની લાઈફમાં એક જાણીતા એક્ટરની દીકરી પણ આવી

સુશાંતની લાઈફમાં એક જાણીતા એક્ટરની દીકરી પણ આવી

ડૉક્ટર કેરસી ચાવલાના જણાવ્યા મુજબ, 'આ અભિનેત્રીની પહેલી ફિલ્મ સુશાંત રાજપૂત સાથે હતી અને તે અભિનેત્રી લીડ રોલમાં હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા પરંતુ આ રિલેશનશીપ લાંબો સમય સુધી ન ચાલ્યા કારણકે જ્યારે એ અભિનેત્રીની મા બંનેના સંબંધ વિશે ખબર પડી તો તેણે તેમની દીકરીને સુશાંતથી દૂર રહેવા માટે કહ્યુ અને આ સંબંધ તૂટી ગયો.'

'રિયાના વર્તનથી બહુ પરેશાન હતા સુશાંત'

'રિયાના વર્તનથી બહુ પરેશાન હતા સુશાંત'

પોલિસને આપેલા પોતાના નિવેદનમાં ડૉક્ટર કેરસી ચાવવાએ જણાવ્યુ, 'હું જ્યારે સુશાંતને મળ્યો ત્યારે તેમણે મને જણાવ્યુ કે તેમને આખી રાત ઉંઘ નથી આવતી અને મનમાં વિચિત્ર પ્રકારના ખ્યાલો આવે છે. મે તેમને એન્ટી ડેફિનિશનનો એક કોર્સ આપ્યો હતો. સુશાંત માત્ર ત્રણ વાર આવીને મને મળ્યા. ત્યારબાદ તેમની મુલાકાત એક દોસ્ત દ્વારા રિયા ચક્રવર્તી સાથે થઈ. રિયો પોતાની એક દોસ્ત સાથે એ વખતે વર્સોવામાં રહેતી હતી. થોડા દિવસો બાદ સુશાંત રિયાને પોતાના ઘરે લઈ આવ્યા. સુશાંતે મને જણાવ્યુ કે તે રિયાના વર્તનથી ખૂબ પરેશાન છે.'

'અંકિતા સાથે બ્રેકઅપ બાદ સુશાંતને તેના જેવો પ્રેમ ન મળ્યો'

'અંકિતા સાથે બ્રેકઅપ બાદ સુશાંતને તેના જેવો પ્રેમ ન મળ્યો'

સુશાંતે ડૉક્ટરને એ પણ જણાવ્યુ કે જ્યારે તેમણે રિયા સાથે રિલેશનશીપ વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ નાખી તો તેણે તેની સાથે ખૂબ ઝઘડો કર્યો અને બળજબરીથી એ પોસ્ટ ડિલીટ કરાવી. ડૉક્ટર કેરસીએ જણાવ્યુ, 'અંકિતા સાથે બ્રેકઅપ બાદ સુશાંતને તેના જેવો પ્રેમ કરનાર કોઈ છોકરી ન મળી. સુશાંતે ખુદ જણાવ્યુ હતુ કે અંકિતા તેના માટે બધુ હતી અને તેના ગયા બાદ તેની લાઈફમાં કોઈ એવી છોકરી નથી આવી, જે તેને એના જેવો પ્રેમ કરી શકે.'

'અંકિતા લોખંડેને બહુ મિસ કરતા હતા સુશાંત'

'અંકિતા લોખંડેને બહુ મિસ કરતા હતા સુશાંત'

પોલિસને આપેલા નિવેદનમાં ડૉક્ટર કેરસી ચાવલાએ જણાવ્યુ, 'સુશાંત સિંહ રાજપૂત અંકિતા લોખંડેને બહુ મિસ કરતા હતા. તેમને અનુભવાતુ હતુ કે અંકિતા સાથે બ્રેકઅપ કરીને તેમણે બહુ મોટી ભૂલ કરી છે. સુશાંત સાથે વધુ એક સમસ્યા હતી તે એ કે એક જ વસ્તુને ઘણી રીતે વિચારતા હતા. તે એક એવા વ્યક્તિ હતા જેમની પાસે દ્વિધ્રુવીય મગજ હતુ. પોતાની રિલેશનશીપથી સુશાંત ખુશ નહોતા. તેમની મારી સાથે એક અપોઈન્ટમેન્ટ હતી પરંતુ લૉકડાઉનના કારણે તે આવી શક્યા નહિ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X