For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત કેસઃ વકીલ વિકાસ સિંહે કહ્યુ - રિયાના આવ્યા બાદ અભિનેતાની માનસિક સ્થિતિ બગડી

સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહે પ્રેસ કૉન્ફરન્સ કરીને મીડિયામાં ચાલી રહેલ ખોટા સમાચારો વિશે ચેનલ્સ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પટનાઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ દરેક એંગલથી તપાસમાં લાગેલી છે. આ દરમિયાન મીડિયામાં સુશાંત અને તેમના પરિવાર વિશે વિવિધ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારબાદ બુધવારે સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહે પ્રેસ કૉન્ફરન્સ કરીને મીડિયામાં ચાલી રહેલ ખોટા સમાચારો વિશે ચેનલ્સ પર નિશાન સાધ્યુ છે. તેમણે આરોપ લગાવ્યો કે અભિનેત્રી રિયા ચક્રવર્તીના સુશાંતની જિંદગીમાં આવ્યા બાદ જ અભિનેતાની માનસિક સ્થિતિ ખરાબ થઈ.

સમગ્ર મામલે રિયા જવાબદાર

સમગ્ર મામલે રિયા જવાબદાર

સુશાંતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહે પ્રેસ કૉન્ફરન્સ કરી જેમાં તેમણે પરિવારનો પક્ષ રાખ્યો. વિકાસ સિંહે કહ્યુ કે સુશાંતની ત્રણ બહેનોએ મારી સાથે વાત કરી. તેમણે કહ્યુ કે સુશાંતના પરિવાર સામે જૂઠ ફેલાવવામાં આવી રહ્યુ છે. પરિવાર સામે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે જવાબદાર રિયા છે. સુશાંતની માનસિક સ્થિતિ રિયાના આવ્યા બાદ બદલી છે. સુશાંતના પરિવારને ખબર નહોતી કે રિયાએ સુશાંતનો શું ઈલાજ કરાવ્યો છે.

'પરિવારના દુઃખને વધારશો નહિ'

'પરિવારના દુઃખને વધારશો નહિ'

સુશાંતની બહેન દ્વારા તેેમનો દવાઓની વૉટ્સએપ ચેટ વિશે વિકાસ સિંહે કહ્યુ, 'આઠ જૂને સુશાંતે પોતાની બહેનને ફોન કર્યો હતો અને પોતાની ગભરામણ(એંક્ઝાઈટી) વિશે જણાવ્યુ. માટે બહેને એ દવાઓ વિશે સુશાંતને જણાવ્યુ જે તે ખુદ લે છે. બહેને સુશાંતને એ જ દવા ખાવા માટે કહ્યુુ જે તે ખુદ ખાતી હતી.' વિકાસ સિંહે કહ્યુ કે આ બધી વાતો એફઆઈઆરમાં પહેલેથી છે પરંતુ તેમછતાં અમુક ચેનલો કેમ્પેઈન ચલાવી રહી છે. પરિવાર તરફથી બધાને નિવેદન છે કે તેમના દુઃખને વધારવાશો નહિ.

ચેનલો સામે કડક એક્શન લઈશુ

ચેનલો સામે કડક એક્શન લઈશુ

તેમણે કહ્યુ કે આ સ્થિતિમાં જ્યારે રિયાએ સુશાંતને છોડ્યો અને સુશાંત એંક્ઝાઈટીથી પરેશાન થયો, તો બહેને સુશાંત માટે ઈલાજની કોશિશ કરી. મીડિયામાં જે પણ ચલાવવામાં આવી રહ્યુ છે તેના વિશે હું કહેવા ઈચ્છીશ કે પરિવારની મુશ્કેલીઓ અને દુઃખોને વધારશો નહિ. વકીલે સ્પષ્ટ કર્યુ કે સુશાંત પાસે કોઈ લાઈફ ઈન્સ્યોરન્સ પૉલિસી નહોતી. તેમના પરિવાર પર જે પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે ખોટા અને અપમાનજનક છે. જો આ રિપોર્ટ્સને રોકવામાં ન આવ્યા તો અમે ચેનલો સામે એક્શન લેવા મજબૂર હોઈશુ. વધુમાં તેમણે કહ્યુ કે પરિવારે નિર્ણય લીધો છે કે અભિનેતાના નામ પર કોઈ ફિલ્મ, પુસ્તક વગેરે લખવામાં કે બનાવવામાં આવે તો તેમના પિતાની લેખિત સંમતિ લેવી પડશે. જો આવુ કરવામાં નહિ આવે તો તેની સામે કડક કાર્યવાહી થશે.

દિલીપ કુમારના વધુ એક ભાઈ અહેસાન ખાનનુ કોરોનાથી નિધનદિલીપ કુમારના વધુ એક ભાઈ અહેસાન ખાનનુ કોરોનાથી નિધન

English summary
Sushant Singh lawyer Vikas Singh says actor 's mental health deteriorated after Riya's arrival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X