For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ કેસઃ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જણાવી 14 જૂનની આંખોદેખી હકીકત

14 જૂને સુશાંતના ઘરની નીચે એમ્બ્યુલન્સ લઈને પહોંચનાર ડ્રાઈવરનુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બિહાર પોલિસ અને મુંબઈ પોલિસની તપાસ દરમિયાન મીડિયામાં આ કેસ સાથે જોડાયેલા ઘણા સાક્ષીઓ નિવેદન આપી રહ્યા છે. સુશાંતના ઘણા નજીકના લોકોના નિવેદન છેલ્લા એક સપ્તાહથી બેક ટુ બેક સામે આવી રહ્યા છે. તે બધા ખુદ મીડિયા સામે આવીને આ વિશે ઘણી મહત્વની માહિતી આપી રહ્યા છે. આ દરમિયાન 14 જૂને સુશાંતના ઘરની નીચે એમ્બ્યુલન્સ લઈને પહોંચનાર ડ્રાઈવરનુ નિવેદન સામે આવ્યુ છે. સુશાંતના પિતાએ પટનામાં રિયા ચક્રવર્તી અને તેમના પિતા સામે એફઆઈઆર દાખલ કરી છે.

પહેલા નાણાવટી પછી કૂપર લઈ જવા કહ્યુ

પહેલા નાણાવટી પછી કૂપર લઈ જવા કહ્યુ

આ એફઆઈઆર બાદથી જ સમગ્ર મામલે સતત એક સવાલ છોડીને આગળ વધી રહ્યો છે. ટાઈમ્સ નાઉમાં વાતચીતમાં સુશાંતની એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ઘણા ખુલાસા કર્યા છે કે જે ચર્ચામાં આવી ગયા છે. ડ્રાઈવરે આ વિશે કહ્યુ છે કે જ્યારે અમે એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા ત્યારે બૉડીને કપડાથી રેપ કરી દેવામાં આવ્યુ હતુ. સ્ટ્રેચર પર સુશાંતને લઈને અમે ત્યાંથી નીકળી ગયા. પહેલા અમને કહેવામાં આવ્યુ કે સુશાંતની બૉડી નાણાવટી હોસ્પિટલ લઈને જવાની છે. ત્યારબાદ ઉતાવળમાં ફેરફાર કરવામાં આવ્યા. અમને કહેવામાં આવ્યુ કે કૂપર હોસ્પટલ બૉડીને લઈને જાવ.

ડૉક્ટરે કહ્યુ કોઈ છેડછાડ નહિ

ડૉક્ટરે કહ્યુ કોઈ છેડછાડ નહિ

બીજી તરફ કપૂર હોસ્પિટલના ડીન ડૉક્ટર પિનાકિન બીએ હોસ્પિટલની સફાઈમાં કહ્યુ કે સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી. આ સરકારી હોસ્પિટલ છે. જેમાં અભિનેતાનુ પોસ્ટમોર્ટમ થયુ છે. રિપોર્ટ સાથે છેડછાડવાળી વાત ખોટી છે. તમને જણાવી દઈએ કે આ સમગ્ર કેસમાં સુશાંતની બહેન, સુશાંતના બે મેનેજર, ઘરના કૂક, તેમના દોસ્ત અને કલાકાર મહેશ શેટ્ટી અને ચાવીવાળો મહત્વના સાક્ષી છે. રિયા ચક્રવર્તીનુ નિવેદન સૌથી મહત્વનુ છે. આ લોકોની આસપાસ આખો કેસ ફરી રહ્યો છે.

રિયા ચક્રવર્તી અને મુકેશ શેટ્ટી

રિયા ચક્રવર્તી અને મુકેશ શેટ્ટી

આ સમગ્ર કેસમાં રિયા ચક્રવર્તી અને મુકેશ શેટ્ટીનુ નિવેદન સૌથી વધુ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. રિયા ચક્રવર્તીને પણ સુશાંતે એક રાત પહેલા ફોન કર્યો હતો. પરંતુ બંનેની વાત થઈ નહોતી. જણાવવામાં આવી રહ્યુ છે કે બંને લગ્ન કરવાના હતા. તે આના માટે ઘર પણ જોઈ રહ્યા હતા. સાથે જ મહેશ શેટ્ટીને સુશાંતે ગળે ફાંસો ખાધા પહેલા બે વાર ફોન કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા દિવસોથી સુશાંતની તેના પરિવાર સાથે વાત નહોતી થઈ રહી. પરિવારે આ સમગ્ર કેસમાં કડક તપાસની માંગ કરી છે. સુશાંતના મોતના થોડા કલાકો પહેલા પોતાના દોસ્ત મુકેશ શેટ્ટીને કૉલ કર્યો હતો. બે વાર ફોન લગાવવા પર પણ મહેશ સાથે તેની વાત થઈ નહોતી.

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનઃ જાણો PM મોદીનુ આખુ શિડ્યુલઅયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનઃ જાણો PM મોદીનુ આખુ શિડ્યુલ

English summary
Sushant Singh Rajput body was already wrapped, ambulance driver the truth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X