For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SSR CASE: સુશાંત સિંહ રાજપૂતે સુસાઈડ જ કર્યુ, AIIMSના રિપોર્ટ સાથે CBI પણ સંમત

એઈમ્સના ડૉક્ટરોની ટીમના રિપોર્ટમાં સુશાંતની હત્યાની વાતને નકારવામાં આવી હતી. હવે સીબીઆઈએ પણ એઈમ્સના રિપોર્ટનુ સમર્થન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં હત્યાના ષડયંત્રનો એંગલ હવે લગભગ ખતમ થઈ ગયો છે. પહેલા એઈમ્સના ડૉક્ટરોની ટીમના રિપોર્ટમાં સુશાંતની હત્યાની વાતને નકારવામાં આવી હતી. હવે સીબીઆઈએ પણ એઈમ્સના રિપોર્ટનુ સમર્થન કર્યુ છે. આ કેસની તપાસ કરી રહેલ સીબીઆઈની ટીમે સુશાંતના ફ્લેટ પર આખા ઘટનાક્રમે રિક્રિએટ કર્યો અને સીબીઆઈ પણ એઈમ્સના રિપોર્ટ સાથે લગભગ સંમત છે. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર સુશાંતના બેંક ખાતામાં પણ કોઈ પ્રકારની શંકાસ્પદ લેવડ-દેવડ મળી નથી. સૂત્રો અનુસાર સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે ઉકસાવવા માટે રિયા ચક્રવર્તી સામે પુરાવા મળ્યા નથી.

નથી થઈ હેરાફેરી

નથી થઈ હેરાફેરી

સીબીઆઈ સૂત્રોનુ કહેવુ છે કે સીબીઆઈ એ અંગે તપાસ કરવાની કોશિશ કરી રહી છે કે છેવટે કયા કારણોસર સુશાંત સિંહે આત્મહત્યા કરી. સીબીઆઈ સુશાંતની આત્મહત્યા પાછળ બૉલીવુડમાં પરિવારવાદ, પ્રોફેશનલ દુશ્મની, રિયાની ભૂમિકાની તપાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના ખાતામાંથી 70 કરોડ રૂપિયાની લેવડ-દેવડ છેલ્લા પાંચ વર્ષોમાં થઈ છે. જેમાંથી માત્ર 55 લાખ રૂપિયા જ રિયા સાથે જોડાયેલા છે. આમાંથી મોટાભાગના પૈસા પ્રવાસ, સ્પા અને ગિફ્ટ પર ખર્ચ કરવામાં આવ્યા છે.

હત્યાના એંગલની પુષ્ટિ નથી

હત્યાના એંગલની પુષ્ટિ નથી

રિપોર્ટ અનુસાર સુશાંતની આત્મહત્યા કેસમાં રિયાની ભૂમિકા અંગે તપાસ થઈ રહી છે પરંતુ એ સાચુ છે કે હજુ સુધી સીબીઆઈને આની પાછળનુ કારણ જાણવા મળ્યુ નથી કે છેવટે કેમ રિયા સુશાંતનો જીવ લેવા માંગશે. સુશાંતના બેંક ખાતાનુ ફૉરેન્સિક ઑડિટ પણ કરાવવામાં આવ્યુ પરંતુ રિયા દ્વારા બેંક ખાતામાંથી પૈસાની હેરાફેરીના કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. રાજપૂતે રિયા પર જે પૈસા ખર્ચ કર્યા તે ઘણા ઓછા છે અને તેનો જવાબ સરળતાથી મળી શકે છે કે આ પૈસા ક્યાં ખર્ચ કરવામાં આવ્યા છે. જો કે આ કેસમાં દરેક દિશામાં તપાસ ચાલી રહી છે.

પિતાએ લગાવ્યો હતો હેરાફેરીનો આરોપ

પિતાએ લગાવ્યો હતો હેરાફેરીનો આરોપ

તમને જણાવી દઈએ કે સુશાંતના પિતા કેકે સિંહે બિહાર પોલિસ સામે રિયા ચક્રવર્તી અને અન્ય સામે કેસ નોંધાવ્યો છે જેમાં તેમણે સુશાંતના બેંક ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ લગાવ્યો છે. સૂત્રોની માનીએ તો એઈમ્સની રિપોર્ટમાં પ્રારંભિક તપાસમાં એ અંગેની પુષ્ટિ થઈ છે કે આ પૈસા સુશાંતે ખુદ ખર્ચ કર્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈએ સુશાંતના ફ્લેટની તપાસ કરી, ફૉરેન્સિકની ટીમ પણ અહીં પહોંચી હતી. ટીમે અહીં આખો ઘટનાક્રમ રિક્રિએટ કર્યો હતો.

એઈમ્સ-સીબીઆઈનુ નિષ્કર્ષ

એઈમ્સ-સીબીઆઈનુ નિષ્કર્ષ

સીબીઆઈની ટીમે સુશાંતના ઘરે ઘટનાને ફરીથી રિક્રિએટ કરી તેમાં લગભગ દરેક એંગલ આત્મહત્યા માટે ફિટ બેસે છે. કોઈ પણ પ્રકારની બળજબરીની એન્ટ્રીના પુરાવા મળ્યા નથી. કોઈ સાથે સુશાંતના સંઘર્ષના પુરાવા પણ મળ્યા નથી. રિપોર્ટ અનુસાર આ આખી તપાસથી આત્મહત્યાની થિયરી જ સાચી છે. પરંતુ આની પુષ્ટિ માટે આ સમગ્ર કેસને એઈમ્સના ડૉક્ટરોને સોંપવામાં આવ્યો પરંતુ એઈમ્સના રિપોર્ટમાં પણ એ વાત સામે આવી છે કે સુશાંતે આત્મહત્યા કરી છે.

જાણો કોણ છે સપના ચૌધરી સાથે ગૂપચૂપ લગ્ન કરનાર વીર સાહૂજાણો કોણ છે સપના ચૌધરી સાથે ગૂપચૂપ લગ્ન કરનાર વીર સાહૂ

English summary
Sushant Singh Rajput Case: CBI agrees with AIIMS report that he commited suicide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X