For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ સુસાઈડ કેસઃ મુંબઈ પોલિસે જારી કર્યુ નિવેદન, લોકોને કરી આ અપીલ

ડીસીપી અભિષેક ત્રિમુખે સુશાંત સિંહ સુસાઈડ કેસમાં અધિકૃત નિવેદન રિલીઝ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસ પર મુંબઈ પોલિસ જોરશોરથી તપાસ કરી રહી છે. 14 જૂને અભિનેતાએ પોતાના મુંબઈ સ્થિત ફ્લેટ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પરંતુ સોશિયલ મીડિયા પર ફેન્સ સતત આ કેસ પર સીબીઆઈની નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. લોકોનુ કહેવુ છે કે આ કેસ એટલો સરળ નથી જેટલો દેખાઈ રહ્યો છે. સુશાંત વિશે અલગ અલગ મુદ્દાઓ પર લોકો મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે. વળી, શનિવારે ડીસીપી અભિષેક ત્રિમુખે અધિકૃત નિવેદન રિલીઝ કર્યુ છે. તેમણે જણાવ્યુ કે બાંદ્રા પોલિસે સુશાંત સિંહ રાજપૂત કેસમાં અત્યાર સુધીમાં 27 લોકોના નિવેદન નોંધી લીધા છે. અમને પોસ્ટ મોર્ટમનો વિસ્તૃત રિપોર્ટ મળી ગયો છે અને ડૉક્ટર્સે સ્પષ્ટ રીતે જણાવ્યુ છે કે મોતનુ કારણ ગળે ફાંસો ખાધા બાદ શ્વાસ રોકાવાનુ છે. અમે દરેક એંગલથી આત્મહત્યાની તપાસ કરી રહ્યા છે.

અફવાઓથી દૂર રહેવાની અપીલ

અફવાઓથી દૂર રહેવાની અપીલ

ડીસીપી અભિષેક ત્રિમુખે લોકોને સોશિયલ મીડિયા પર ચાલી રહેલ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. પોલિસનુ કહેવુ છે કે લોકો સોશિયલ મીડિયા પર આ કેસ વિશે ભ્રામક સમાચારો ફેલાવી રહ્યા છે તેનાથી બચો. સુશાંત સિંહ રાજપૂતના મોત માટે ઘણી જાણીતી હસ્તીઓની પૂછપરથ કરવામાં આવી છે. શનિવારે યશરાજ ફિલ્મ્સની કાસ્ટિંગ નિર્દેશક શાનૂ શર્મા અને યશરાજ સાથે કામ કરનાર આશીષ સિંહને પણ પોલિસ સ્ટેશનમાં જોવામાં આવ્યા હતા. તેમના નિવેદન નોંધાઈ ચૂક્યા છે.

કેસની નિષ્પક્ષ તપાસ થઈ રહી છેઃ ડીસીપી

કેસની નિષ્પક્ષ તપાસ થઈ રહી છેઃ ડીસીપી

ડીસીપી અભિષેક ત્રિમુખે જણાવ્યુ હતુ કે સુશાંતે આત્મહત્યા કેમ કરી એ મામલે દરેક એંગલની પોલિસ તપાસ કરી રહી છે અને જેવુ પોલિસને કંઈ ખબર પડશે, તે સત્ય બધા સામે લાવશે. સોશિયલ મીડિયા દ્વારા એ કેસ વિશ બહુ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. હું મુંબઈ પોલિસ તરફથી આશ્વસ્ત કરુ છુ કે અમે ખૂબ જ પ્રોફેશનલ રીતે આ કેસની તપાસ કરી રહ્યા છે.. રિપોર્ટ અનુસાર સુશાંત સિંહના પરિવારને ફરીથી નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે. એ કહેવામાં આવી રહ્યુ છે કે સુશાંતના ફાઈનાન્સ અને તેમની કંપનીમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈના ડાયરેક્ટર વિશે પૂછપરછ થઈ શકે છે.

રિયા ચક્રવર્તીના ભાઈની પૂછપરછ

રિયા ચક્રવર્તીના ભાઈની પૂછપરછ

રિયા ચક્રવર્તીના ભાઈ શૉવિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. શૉવિક અને રિયા, સુશાંતની કંપનીમાં ભાગીદાર હતા. સુશાંતના વિવિડરેજ રિયાલિટીઝ નામનુ એક આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ ફર્મ હતુ. આ ફર્મ પર પૂરા પૈસા સુશાંતે લગાવ્ય હતા. વળી, રિયા અને તેનો ભાઈ શૉવિક આ ફર્મના પાર્ટનર્સ હતા. રિયાએ આ કંપનીનો કોઈ ઉલ્લેખ પોતાના નિવેદનમાં કર્યો નથી.

વિદેશી મહિલાની કૂખેથી જન્મેલ બાળક ક્યારેય દેશભક્ત ન હોઈ શકેઃ પ્રજ્ઞા ઠાકુર

English summary
Sushant Singh Rajput case: DCP  Abhishek Trimukhe said the police has already recorded the statements of 27 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X