For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ રાજપૂતનુ પંચનામુ, ક્રાઈમ સીનથી ફોરેન્સિક ટીમનો મોટો ખુલાસો, હત્યાની શંકા!

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં ફોરેન્સિક ટીમે મોટો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં આ આખો કેસ ગૂંચવાયેલો છે કે તે સુસાઈડ છે કે હત્યા. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને હત્યાનુ નામ આપી રહ્યા છે. વળી, મુંબઈ પોલિસ આ સમગ્ર કેસને સુસાઈડ ગણાવીને તેની તપાસ કરી રહ્યા છે. આ કેસમાં મુંબઈ પોલિસ અનુસાર 50થી વધુ નિવેદન નોંધવામાં આવ્યા છે. જેમાં નેપોટિઝમને પકડીને ઘણા મોટા નિર્માતા આદિત્ય ચોપડા અને સંજય લીલા ભણશાળીની પણ પૂછપરછ કરવામાં આવી છે.

સુશાંતની હાઈટ પર ઉઠ્યા સવાલ

સુશાંતની હાઈટ પર ઉઠ્યા સવાલ

ડિપ્રેશન અને સુસાઈડના આધારે છેલ્લા બે મહિનામાં મુંબઈ પોલિસ આની તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યુ નથી. વળી, સુશાંતના પંચનામાની માહિતી મળી છે. જે ખુદ મુંબઈ પોલિસ અને ફોરેન્સિક ટીમે ક્રાઈમ સીનથી ડિટેલ મેળવીને બનાવીછે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર ફોરેન્સિક ટીમ અને મુંબઈ પોલિસે સુશાંતના રૂમનો ડાયેગ્રામ બનાવ્યો હતો. તે અનુસાર સુશાંતની ઉંચાઈ 5 ફૂટ અને 11 ઈંચ છે. સુશાંતની હાઈટ 1.78 મીટર એટલે કે 5 ફૂટ 10 ઈંચ ગૂગલ મુજબ છે. સુશાંત ઘણા સમય પહેલા પોતાની હાઈટ 6 ફૂટ ગણાવતા હતા. સુશાંતના બેડ અને ગાદલાની ઉંચાઈ 1 ફૂટ 9 ઈંચ છે. આમાં 8 ઈંચ ગાદલાની ઉંચાઈ પણ શામેલ છે.

કેવી રીતે હોઈ શકે છે સુસાઈડ

કેવી રીતે હોઈ શકે છે સુસાઈડ

રિપોર્ટ અનુસાર સુશાંતના રૂમમાં જમીનથી છતની ઉંચાઈ 9 ફૂટ 3 ઈંચ છે. પીઓપીથી ફ્લોર 8 ફૂટ 11 ઈંચ છે. સુશાંતનુ શબ ઝૂકેલુ હતુ. બાથરોબનો બેલ્ટ પણ તૂટેલો હતો. ટાઈમ્સ નાઉએ સવાલ ઉઠાવ્યો છે કે ગાદલાથી પંખાની ઉંચાઈ 5 ફૂટ 11 ઈંચ છે તો એક 5 ફૂટ 10 ઈંચનો વ્યક્તિ કેવી રીતે પંખાથી લટકીને સુસાઈડ કરી શકે છે? એ તપાસનો વિષય છે.

એમ્બ્યુલન્સ અટેન્ડન્ટનો ખુલાસો

એમ્બ્યુલન્સ અટેન્ડન્ટનો ખુલાસો

ટાઈમ્સ નાઉ સાથે વાતચીતમાં એમ્બ્યુલન્સ અટેન્ડન્ટે જણાવ્યુ છે કે તેણે ઘણી સુસાઈડવાળી બૉડી જોઈ છે. પરંતુ સુશાંતની બૉડી પીળી પડી ગઈ હતી. તેણે એ પણ કહ્યુ છે કે સુશાંતની બૉડીના પગ વળી ગયા હતા અને તેના પર નિશાન હતા. તમને જણાવી દઈએ કે સુશાંતના મોત વિશે હવે એ સવાલ ઉઠી રહ્યા છે કે આ સુસાઈડ નથી હત્યા છે. આ પહેલા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જણાવ્યુ હતુ કે જ્યારે અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચ્યા ત્યારે બૉડીને કપડામાં રેપ કરી દેવામાં આવી હતી. સ્ટ્રેચર પર સુશાંતને લઈને અમે ત્યાંથી નીકળી ગયા. પહેલા અમને કહેવામાં આવ્યુ હતુ કે બૉડી નાણાવટી હોસ્પિટલ લઈને જવાની છે ત્યારબાદ ઉતાવળમાં ફેરફાર કરવામાં આવ્યા અને અમને કહ્યુ કે બૉડીને કૂપર હોસ્પિટલ લઈ જાવ.

આ ગામની વહુઓ સાસરી છોડીને પિયર કેમ જતી રહે છે? અન્ય યુવકોના પણ નથી થઈ રહ્યા લગ્નઆ ગામની વહુઓ સાસરી છોડીને પિયર કેમ જતી રહે છે? અન્ય યુવકોના પણ નથી થઈ રહ્યા લગ્ન

English summary
Sushant Singh Rajput death panchnama details revealed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X