For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત કેસઃ ડમી બૉડી લઈને સુશાંતના ઘરે પહોંચી CBIની ટીમ, જાણો આજે શું-શું થયુ

સુપ્રીમના આદેશ બાદ સીબીઆઈએ ઝડપથી આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ તેમની એક ટીમે ફૉરેન્સિક એક્સપર્ટ સાથે મુંબઈમાં મોરચો સંભાળી લીધો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુશાંત કેસને બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે તેમછતાં હજુ સુધી તેમાં કોઈ સાચો ખુલાસો થઈ શક્યો નથી. સુપ્રીમના આદેશ બાદ સીબીઆઈએ ઝડપથી આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ તેમની એક ટીમે ફૉરેન્સિક એક્સપર્ટ સાથે મુંબઈમાં મોરચો સંભાળી લીધો છે. તપાસની બીજા દિવસે શનિવારે સીબીઆઈની ટીમ ઘણી જગ્યાઓએ ગઈ. સાથે જ કેસ સાથે જોડાયેલ લોકોની પૂછપરછ કરી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટને ક્રોસ ચેક કેમ ન કર્યોઃ સીબીઆઈ

પોસ્ટમોર્ટમ રિપોર્ટને ક્રોસ ચેક કેમ ન કર્યોઃ સીબીઆઈ

સુશાંત કેસની તપાસના બીજા દિવસે એટલે કે શનિવારે સીબીઆઈના બે અધિકારી બાંદ્રા પોલિસ સ્ટેશન પહોંચ્યા. આ દરમિયાન તેમણે સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિશે ત્યાંના અધિકારીઓને સવાલ પૂછ્યા. સાથે જ પૂછ્યુકે તેમણે રિપોર્ટને ક્રોસ ચેક કેમ ન કર્યો. આના પર મુંબઈ પોલિસના અધિકારીઓએ જણાવ્યુ કે તે ડિટેલ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ પાંચ ડૉક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યુ હતુ જેના કારણે તેમને તેમાં કંઈ ગરબડ લાગી નહિ. બાંદ્રા પોલિસ સ્ટેશન ઉપરાંત એક સીબીઆઈ ટીમ કૂપર હોસ્પિટલ પણ ગઈ જ્યાં સુશાંતનુ પોસ્ટમોર્ટમ થયુ હતુ.

સીબીઆઈએ ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો

સીબીઆઈએ ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો

આ સાથે જ શનિવારે બપોરે સીબીઆઈની ટીમ સુશાંતના ફ્લેટ પર પહોંચી જ્યાં અભિનેતાએ ગળે ફાંસો લગાવીને જીવ આપી દીધો. આ દરમિયાન સીબીઆઈ સુશાંતના દોસ્ત સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજને સાથે લાવી હતી. સીબીઆઈ સાથે ફૉરેન્સિક ટીમ પણ હાજર હતી જે એક ડમી બૉડી લઈને આવી હતી. સીબીઆઈએ એ દિવસે ફ્લેટમાં હાજર બધા લોકો સાથે મળીને ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો.

AIIMSના ડૉક્ટરોને આપી જવાબદારી

AIIMSના ડૉક્ટરોને આપી જવાબદારી

સીબીઆઈએ દિલ્લી એઈમ્સના ચાર ડૉક્ટરોની એક ટીમ બનાવી છે જે સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કરશે. આ ટીમને ડૉક્ટર સુધીર ગુપ્તા લીડ કરી રહ્યા છે. જલ્દી તે પોતાની ટીમ સાથે દિલ્લીથી મુંબઈ જશે. ડૉ. સુધીર એઈમ્સમાં ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટના પ્રમુખ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડે, સુનંદા પુષ્કર, શીના બોરા હત્યાકાંડ, જેસિકા લાલ હત્યાકાંડ સહિત ઘણા મહત્વના કેસમાં તેમણે તપાસ કરી હતી.

બીજી કોરોના વેક્સીન લૉન્ચ કરવાની તૈયારીમાં છે રશિયાબીજી કોરોના વેક્સીન લૉન્ચ કરવાની તૈયારીમાં છે રશિયા

English summary
Sushant Singh Rajput death scene Recreate by cbi in ssr incident, know all big update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X