For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિયાને 'ખૂની' કહેનાર સુશાંતના પિતાએ કહ્યુ, 'બની શકે દીકરાએ ઉદાસ થઈને આપી દીધો જીવ'

મીડિયા રિપોર્ટ્સ મુજબ કેકે સિંહે પોલિસને આપેલ નિવેદનમાં કહ્યુ હતુ કે સુશાંતનુ મોત આત્મહત્યા હોઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસની ગુત્થી ગુંચવાતી જાય છે. અભિનેતાના પિતા કેકે સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવા અને 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે પરંતુ તેમણે મુંબઈ પોલિસને આપેલ નિવેદનમાં સુશાંતની આત્મહત્યાના કારણ વિશે અટકળો લગાવી હતી, મીડિયા રિપોર્ટ્સ મુજબ કેકે સિંહે પોલિસને આપેલ નિવેદનમાં કહ્યુ હતુ કે સુશાંતનુ મોત આત્મહત્યા હોઈ શકે છે.

'મને લાગે છે કે સુશાંતે ઉદાસીના કારણે આત્મહત્યા કરી'

'મને લાગે છે કે સુશાંતે ઉદાસીના કારણે આત્મહત્યા કરી'

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ કેકે સિંહે પોતાના નિવેદનમાં કહ્યુ કે હું નથી જાણતો કે મારા દીકરાએ આત્મહત્યા કેમ કરી, તેણે ક્યારેય કોઈ પ્રકારના તણાવ કે ડિપ્રેશન વિશે મારી સાથે વાત નથી કરી, મને સુશાંતના મોત માટે કોઈનાથી ફરિયાદ નથી, શંકા નથી, મને લાગે છે કે સુશાંતે ઉદાસીના કારણે આત્મહત્યા કરી છે.

'હું ઘણી વાર સુશાંત સાથે વૉટ્સએપ પર વાત કરતો હતો'

'હું ઘણી વાર સુશાંત સાથે વૉટ્સએપ પર વાત કરતો હતો'

સુશાંત સિંહે કહ્યુ કે હું ગયા વર્ષે તેને 13 મેએ પટનાના મુંડન કાર્યક્રમમાં મળ્યો હતો, ત્યારે તે નૉર્મલ હતો અને ખુશ દેખાતો હતો, તે પટના 3 દિવસ રોકાઈને પાછો મુંબઈ જતો રહ્યો હતો, હું ઘણી વાર તેની સાથે વૉટ્સએપ પર વાત કરતો હતો, તેને ફોન ઓછો જ કરતો હતો કારણકે તે બહુ બિઝી રહેતો હતો. 14 જીને મને ટીવી દ્વારા સમાચાર મળ્યા કે સુશાંતે પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ મારા માટે કોઈ સદમાથી કમ નહોતુ, હું સુશાંતના મોતની વાત સાંભળીને બેભાન થઈ ગયો હતો.

કેકે સિંહે રિયાની ખૂની કહી હતી

કેકે સિંહે રિયાની ખૂની કહી હતી

તમને જણાવી દઈએ કે આ પહેલા જ્યારે રિયા ચક્રવર્તીના ડ્રગ્ઝ માફિયાઓ સાથે સંબંધની વાત સામે આવી હતી તે કેકે સિંહે વીડિયો મેસેજ જારી કરીને કહ્યુ હતુ કે રિયાએ જ મારા દીકરાને ડ્રગ્ઝ આપીને મારી નાખ્યો છે, તે ખૂની છે, તેની વહેલી તકે ધરપકડ કરો અને સજા કરો.

પહેલેથી જ સુશાંતનો પરિવાર મને પસંદ નહોતો કરતોઃ રિયા

પહેલેથી જ સુશાંતનો પરિવાર મને પસંદ નહોતો કરતોઃ રિયા

ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીએ પણ સુશાંતના પરિવારવાળા પર આરોપ લગાવ્યો છે કે તેમના અને અભિનેતાના રિલેશન પહેલેથી જ સારા નહોતા. સુશાંતની લાઈફમાં રિયાની એન્ટ્રી થયા પહેલા જ સુશાંતને પોતાના પરિવાર સાથે બનતુ નહોતુ. ખાસ કરીને રિયાએ સુશાંતની મોટી બહેન પ્રિયંકા પર આરોપ લગાવ્યો છે કે તે સુશાંતના મેન્ટલ હેલ્થ વિશે પહેલેથી જ જાણતી હતી અને તે મને બિલકુલ પસંદ નહોતી કરતી, તેમનો જ સુશાંત સાથે સૌથી વધુ ઝઘડો થતો હતો. રિયાનુ કહેવુ છે કે સુશાંતનો પરિવાર મને પસંદ નથી કરતો, તેમણે મારા પર જે આરોપ લગાવ્યો છે તે એકદમ નિરાધાર છે.

Fortune's 40 Under 40 List: સફળ યુવા ઉદ્યમીઓની યાદીમાં આકાશ-ઈશાને મળી જગ્યાFortune's 40 Under 40 List: સફળ યુવા ઉદ્યમીઓની યાદીમાં આકાશ-ઈશાને મળી જગ્યા

English summary
Sushant Singh Rajput's father KK Singh has said he feels that Sushant might have done suicide out of dejection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X