Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા સુશાંત સિંહ, પરિવારના સ્વજને કર્યો ખુલાસો

શાંતના એક નજીકના સ્વજને મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે તે આ વર્ષે નવેમ્બરમાં સુશાંતના લગ્ન થવાના હતા. જો કે તેમણે એ નથી જણાવ્યુ કે લગ્ન કોની સાથે થવાના છે.

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી. સુશાંતે અચાનકથી આટલુ મોટુ પગલુ લીધુ જેનો કોઈ અંદાજો નહોતો. પરિવારના લોકો ઉંડા શોકમાં છે. તેમને કંઈ સમજમાં નહોતુ આવી રહ્યુ. સુશાંતના પિતા અવાક થઈ ગયા છે, તે કંઈ પણ બોલવાની સ્થિતિમાં નથી. વળી, સુશાંતના એક નજીકના સ્વજને મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે તે આ વર્ષે નવેમ્બરમાં સુશાંતના લગ્ન થવાના હતા. જો કે તેમણે એ નથી જણાવ્યુ કે લગ્ન કોની સાથે થવાના છે.

નવેમ્બરમાં થવાના હતા સુશાંત સિંહ રાજપૂતના લગ્ન

નવેમ્બરમાં થવાના હતા સુશાંત સિંહ રાજપૂતના લગ્ન

સુશાંત સિંહ રાજપૂતના પિતા પોતાના સંબંધીઓ સાથે વધુ નજીક હતા. જ્યારે સુશાંતની આત્મહત્યાના સમાચાર તેમના ગામ સુધી પહોંચ્યા ત્યારે સૌ દુઃખમાં આવી ગયા. બિહારના પૂર્ણિયા જિલ્લાના માલડીહા ગામના રહેવાસી સુશાંતના સંબંધીઓ તેમના મોતથી ચોંકી ગયા છે. તેમના પિતરાઈ ભાઈએ મીડિયા સાથે વાત કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો. સુશાંતા પિતરાઈ ભાઈ પન્ના સિંહે કહ્યુ કે આ વર્ષે નવેમ્બરમાં સુશાંત સિંહ રાજપૂતના લગ્ન થવાના હતા.

સુશાંતના પિતાને મળ્યા હતા સમાચાર

સુશાંતના પિતાને મળ્યા હતા સમાચાર

પન્ના સિંહે કહ્યુ કે ગયા સપ્તાહે તેમની સુશાંતના પિતા કે કે સિંહ સાથે વાત થઈ હતી. તેમણે કહ્યુ કે કાકા સાથે લગભગ 45 મિનિટ સુધી વાત થઈ. તેમણે કહ્યુ કે સુશાંતના નવેમ્બરમાં લગ્ન છે. મુંબઈ જવાનુ છે. તેમણે તૈયારી કરવા માટે કહ્યુ. પન્ના સિંહે કહ્યુ કે તેમણે એવી કોઈ વાત ન કરી કે જેનાથી ખબર પડે કે તે કે સુશાંત પરેશાન છે.

6 વર્ષ રિલેશનશિપ બાદ અંકિતા સાથે થયુ હતુ બ્રેકઅપ

6 વર્ષ રિલેશનશિપ બાદ અંકિતા સાથે થયુ હતુ બ્રેકઅપ

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂપતને તેમની ટીવી સીરિયલ પવિત્ર રિશ્તાથી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ શોમાં તેમની કો-સ્ટાર અંકિતા લોખંડે સાથે તેમનો અફેર રહ્યો. બંને વચ્ચે 6 વર્ષ સુધી રિલેશનશીપ રહી પરંતુ બાદમાં બંનેએ આ સંબંધ તોડી દીધો. ત્યારબાદ સુશાંતના અફેરના સમાચારો કીર્તિ સેનન સાથે પણ ચાલ્યા પરંતુ ક્યારેય બંને આ વિશે ખુલીને બોલ્યા નહિ. વળી, ગયા વર્ષે સુશાંત અને રિયા ચક્રવર્તી વચ્ચે રિલેશનશીપના સમાચાર આવી રહ્યા હતા. બંનેને ઘણી વાર સાથે જોવામાં આવ્યા પરંતુ બંનેએ આ અંગે ક્યારે ખુલ્લેઆમ વાત કરી નહિ. સુશાંતના મોત પર એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ચોંકી ગઈ. તેને વિશ્વાસ નથી આવતો કે સુશાંત હવે નથી રહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X