For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિયા ચક્રવર્તી બાદ સુશાંત સિંહ રાજપૂતના આ નજીકના મિત્રને પોલીસનું તેડું

રિયા ચક્રવર્તી બાદ સુશાંત સિંહ રાજપૂતના આ નજીકના મિત્રને પોલીસનું તેડું

By Staff
|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેમને લઇ સતત અહેવાલો સામે આવી રહ્યા ચે અને હાલ પોલીસ ઘણી તેજી સાથે તપાસ કરી રહી છે અને તેમની નજીકના લોકો સાથે વાતચીત કરી રહી છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે સુશાંત સિંહ રાજપૂતના નજીકનાઓમાંથી તેમની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી નિવેદન નોંધવા માટે પોલીસ સ્ટેશને પહોંચી હતી અને તે બાદ મુકેશ છાબડા પણ ત્યાં જોવા મળ્યા હતા.

હવે સમાચાર મળી રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂતના પિતાને પણ પૂછપરછ માટે પોલીસે સમન્સ પાઠવ્યું હતું. હાલમાં જ તેમણે પોતાનું નિવેદન નોંધાવી દીધું છે. રિપોર્ટ્સ મુજબ બંને માત્ર નજીકના મિત્રો જ નહોતા બલકે બંને સાથે જ રહેતા હતા. જો કે સિદ્ધાર્થે પૂછપરછ દરમિયાન પોલીસને શું જણાવ્યું તે વિશે કંઇ ખુલાસો નથી થયો.

ફેન્સ ઘણા ગુસ્સામાં છે

ફેન્સ ઘણા ગુસ્સામાં છે

તેમના ઘરવાળાઓનું પણ કહેવું હતું કે સુશાંતે આવું કેમ કર્યું તે સમજમાં નથી આવતું. જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ ઘણા ગુસ્સામાં છે.

મોતનું કારણ

મોતનું કારણ

તેમનું એવું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતના મોતનું કારણ બૉલીવુડમાં થઇ રહેલ નેપોટિઝ્મ છે. આ કારણે જ બૉલીવુડના કેટલાક મોટા સ્ટાર સલમાન ખાન, કરણ જોહરને ટાર્ગેટ કરવામા આવી રહ્યા છે.

ફરિયાદ નોંધી

ફરિયાદ નોંધી

લોકોમાં તેમના પ્રત્યે ઘણો ગુસ્સો છે. હાલમાં જ અહેવાલ મળ્યા હતા કે આ લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી લેવામાં આવી હતી.

રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તી

જણાવી દઇએ કે હવે રયા ચક્રવર્તી વિરુદ્ધ પણ કોઇએ ફરિયાદ નોંધાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો અને તેને લઇ સુશાંતે આટલું મોટું પગલું ભર્યું.

સલમાન ખાન ગુંડો, 5000માં જીન્સ વેચે છે, બીઈંગ હ્યુમન મની લૉન્ડ્રીંગ છેઃ અભિનવ કશ્યપના મોટા ખુલાસા!સલમાન ખાન ગુંડો, 5000માં જીન્સ વેચે છે, બીઈંગ હ્યુમન મની લૉન્ડ્રીંગ છેઃ અભિનવ કશ્યપના મોટા ખુલાસા!

English summary
Sushant suicide case: mumbai police record statement of siddharth pitani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X