Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુશાંત સુસાઈડ કેસઃ પોલિસની 9 કલાકની પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ કર્યા ઘણા ખુલાસા

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં પોલિસની તપાસ ચાલુ છે. અત્યાર સુધી ઘણા લોકોની પૂછપરછ થઈ ચૂકી છે. જેમાં સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને અમુક દોસ્ત પણ શામેલ છે.

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં પોલિસની તપાસ ચાલુ છે. અત્યાર સુધી ઘણા લોકોની પૂછપરછ થઈ ચૂકી છે. જેમાં સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને અમુક દોસ્ત પણ શામેલ છે. પોલિસ આ કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે. પોલિસે રિયાની લગભગ 9 કલાક પૂછપરછ કરી છે જેમાં તેણે ઘણા ખુલાસા કર્યા છે. રિયાએ એ વાત સ્વીકારી લીધી છે કે તેની અને સુશાંતની વચ્ચે ઝઘડો થયો હતો અને તે એક જ ઘરમાં સાથે રહેતા હતા.

રિયાના ફોનને સ્કેન કરવામાં આવ્યો

રિયાના ફોનને સ્કેન કરવામાં આવ્યો

ટાઈમ્સના રિપોર્ટ અનુસાર રિયોએ એ વાત સ્વીકારી છે કે તે સુશાંત સિંહ રાજપૂત સાથે રહેતી હતી અને બંને સાથે પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છતા હતા. કારણકે બંનેએ નવેમ્બરમાં લગ્ન કરવાની યોજના બનાવી હતી. પોલિસે રિયાનો ફોન સ્કેન કર્યો છે, જેમાં સુશાંત અને તેના ફોટા, વીડિયો અને ટેક્સ્ટ શામેલ છે. જ્યારે રિયાને સુશાંત સાથે કથિત બ્રેકઅપ વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે તે અને સુશાંત એક જ ઘરમા રહેતા હતા પરંતુ લડાઈ થયા બાદ તે ત્યાંથી જતી રહી.

લડાઈ થયા બાદ પણ સંપર્કમાં હતી

લડાઈ થયા બાદ પણ સંપર્કમાં હતી

રિયાએ કહ્યુ કે તે લડાઈ થયા બાદ સુશાંતના સંપર્કમાં હતી. બંને ટેક્સ્ટ દ્વારા વાત કરતા હતા. સૂત્રોનુ એ પણ કહેવુ છે કે સુશાંતે છેલ્લી વાર રિયાને જ ફોન કર્યો હતો. પોલિસ અત્યાર સુધીમાં આ કેસમાં 13 લોકોના નિવેદન નોંધી ચૂકી છે. જેમાં કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા પણ શામેલ છે. એક અન્ય રિપોર્ટ અનુસાર રિયાએ એમ પણ કહ્યુ કે સુશાંતે લગભગ એક વર્ષ પહેલા જ્યારે તે રિલેશનશીપમાં નહોતા તેને યશરાજ ફિલ્મ છોડવા માટે કહ્યુ હતુ.

યશરાજ ફિલ્મ્સ છોડવા કહ્યુ?

યશરાજ ફિલ્મ્સ છોડવા કહ્યુ?

રિયાએ પોલિસને જણાવ્યુ, સુશાંતે મને કહ્યુ હતુ કે તુ યશરાજ ફિલ્મ્સ છોડી દે. હું પણ છોડી રહ્યો છુ. જ્યારે મે આના વિશે સુશાંતને પૂછ્યુ કે એ આવુ કેમ કહી રહ્યો છે તો એણે વધુ કંઈ ન કહ્યુ માત્ર એટલુ કહ્યુ કે છોડી દે. જો કે રિયાએ આવુ ન કર્યુ. રિયા ચક્રવર્તીએ પણ કહ્યુ કે જ્યારે સુશાંત શુદ્ધ દેશી રોમાન્સ ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે બંનેની મુલાકાત થઈ. પછી 2019માં સુશાંતે તેને પ્રપોઝ કર્યુ. રિયાને સુશાંતને પસંદ હતા માટે બંનેનો સંબંધ શરૂ થયો. આ ઉપરાંત અભિનેત્રીએ કહ્યુ કે સુશાંતે જ તેને ઘર છોડીને જવા કહ્યુ હતુ એટલા માટે તે જતી રહી.

પોલિસે માંગી કૉન્ટ્રાક્ટની કૉપી

પોલિસે માંગી કૉન્ટ્રાક્ટની કૉપી

કેસની તપાસ માટે પોલિસે એ કૉન્ટ્રાક્ટની કૉપી માંગી છે જે સુશાંત અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે થઈ હતી. પોલિસ એ પણ જાણવાની કોશિશ કરી રહી છે કે છેવટે સુશાંત સાથે એવુ શું થયુ કે તેણે આ પગલુ લેવુ પડ્યુ. સુશાંતએ અત્યાર સુધી યશરાજ ફિલ્મ્સ સાથે બે ફિલ્મોમાં કામ કર્યુ છે. આમાં 2013માં આવેલી શુદ્ધ દેશી રોમાન્સ અને 2015માં આવેલી બ્યોમકેશ બક્શી શામેલ છે. એવા પણ રિપોર્ટ છે કે સુશાંતે યશરાજ ફિલ્મ સાથે ત્રણ ફિલ્મો માટે કૉન્ટ્રાક્ટ સાઈન કર્યા હતા. આમાંથી એક ફિલ્મ પાની પણ છે. આના માટે સુશાંતે ઘણા મહિનાઓ સુધી તૈયારીઓ પણ કરી હતી પરંતુ જ્યારે યશરાજે આને બનાવવાની ના પાડી દીધી તો સુશાંત ઘણા નિરાશ થયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X